અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેનારને કેસમાંથી મુક્તિ જોઈએ, તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 નિર્દોષ લોકોના જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશ પટેલ જેલમાં છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ પોલીસ આરોપી તથ્ય વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા છે. પોલીસની તપાસમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર અકસ્માતના આરોપીને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. –>તથ્ય પટેલે કરી હાઇકોર્ટમાં અરજી:- ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે, તેમને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે. જેના પગલે આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. ઉલ્લેખનિય છે કે, અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે જુલાઈ 2023માં અકસ્માત સર્જ્યો હતો જેમાં 9 લોકોના જીવ લીધા હતા. તેમજ 13 લોકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. –> શું છે સમગ્ર…

મુંબઇ હુમલાના ઓરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો માર્ગ મોકળો, અમેરિકન કોર્ટે આપી મંજુરી

૨૬/૧૧ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણનો માર્ગ મોકળો થઈ ગયો છે. યુએસ સુપ્રીમ કોર્ટે તહવ્વુરની તે અરજીને ફગાવી દીધી છે જેમાં તેણે ભારત પ્રત્યાર્પણના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરી હતી. તેણે દલીલ કરી હતી કે જો તેનુ ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો ત્યાં તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવી શકે છે. તહવ્વુરની ચાલ નિષ્ફળ ગઈ :- અગાઉ, તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે એક નવી યુક્તિ અપનાવી હતી. રાણાએ પોતાના પ્રત્યાર્પણને રોકવા માટે યુએસ સુપ્રીમ કોર્ટમાં ઇમરજન્સી અરજી દાખલ કરી હતી. આ પણ વાંચો :- ઉત્તરાખંડમાં કોઈ ઑફ-સીઝન ન હોવી જોઈએ. અહીં પર્યટન હંમેશા ચાલુ રહેવું જોઈએઃ વડાપ્રધાન મોદી ‘ભારતમાં પાકિસ્તાની મૂળના મુસ્લિમોને હેરાન કરવામાં આવશે’ :- અરજીમાં તેણે દાવો…

વધુ એક મસ્જિદ અગાઉ હિન્દુ સ્ટ્રકચર હોવાની અરજી કોર્ટમાં પહોંચી, જાણો શું છે મામલો

એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેશમાં કોઈપણ ધાર્મિક સ્થળ બદલવાની માંગ કરતી અરજીઓની સુનાવણી પર પ્રતિબંધ છે, તો બીજી તરફ સંભલ બાદ હવે અલીગઢની જામા મસ્જિદનો મામલો પણ કોર્ટમાં પહોંચી ગયો છે. અલીગઢના આરટીઆઈ કાર્યકર્તા કેશવદેવ ગૌતમે અલીગઢની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામા મસ્જિદને હિંદુ કિલ્લો ગણાવવાની અરજી દાખલ કરી છે અને અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે જામા મસ્જિદ પાસે ઓમનું પ્રતીક હાજર છે, આ સાથે અરજીમાં દાવો કરવામાં આવ્યો છે. અલીગઢ જામા મસ્જિદ વાસ્તવમાં હિન્દુઓનો કિલ્લો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં અરજદારે દાવો કર્યો હતો કે RTI હેઠળ તેમને જાણ કરવામાં આવી હતી કે ASI પાસે જામા મસ્જિદના નામે કોઈ મિલકત રજીસ્ટર નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે કિલ્લાને ASI દ્વારા સૂચિત કરવામાં…