શું બુમરાહ ટૂર્નામેન્ટ સુધી 100 ટકા ફિટ નહીં હોય? ન્યુઝીલેન્ડના આ ડોક્ટરની લેશે મદદ

ભારતીય ટીમે આવતા મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ ટૂર્નામેન્ટ પહેલા સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ફિટનેસને કારણે ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી ગઈ છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં બુમરાહનું નામ સામેલ છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં તેનું રમવું સંપૂર્ણપણે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. આ દરમિયાન, કેટલાક અહેવાલો સામે આવ્યા છે કે, બુમરાહ માટે આ ટૂર્નામેન્ટ પહેલા 100 ટકા ફિટ થઈ જવું એક ચમત્કાર હશે.ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન બુમરાહ પીઠની સમસ્યાથી પીડાઈ રહ્યો હતો. આ કારણથી તેને ઈંગ્લેન્ડ સામેની ટી20 સીરીઝ માટે પણ પસંદ કરવામાં આવ્યો ન હતો, જ્યારે તે વનડે સીરીઝની પ્રથમ બે મેચમાંથી પણ બહાર છે. આ સિવાય તે ત્રીજી વનડેમાં…