વિશ્વ મહિલા દિન ઉજવણી: નિસર્ગ સાયન્સ સેન્ટર દ્વારા ખાસ કાર્યક્રમ

ગાંધીનગરના નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ગુજકોસ્ટ પ્રેરિત વિશ્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં નિસર્ગ વિમેન્સ સાયન્સ ક્લબની બહેનો એ ઊંડા ઉત્સાહ સાથે ભાગ લીધો. -: વિશિષ્ટ મહેમાનોનો હાજર રહેવાનો ગૌરવ :–કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી હેમાબેન ભટ્ટ (ચેરમેન, મહિલા અને બાળ કલ્યાણ સમિતિ, ગાંધીનગર મહાનગરપાલિકા) અને શ્રી કેતન ચૌધરી (કરાટે એક્સપર્ટ) ઉપસ્થિત રહ્યા. -: વિશિષ્ટ પ્રવચન અને થીમ પર ભાર :–ડૉ. અનિલ પટેલે નિસર્ગ મહિલા સાયન્સ ક્લબની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડતાં વિશ્વ મહિલા દિવસની ઐતિહાસિક મહત્વતા અને આ વર્ષની થીમ “તમામ મહિલાઓ તેમજ દીકરીઓના અધિકારો, સમાનતા અને સશક્તિકરણના પગલાંની પ્રક્રિયાને વેગ આપીએ” અંગે વિસ્તૃત માહિતી આપી. -: પ્રતિભાશાળી મહિલાઓનો સન્માન :–શિક્ષણ, કુકીંગ, વ્યવસાય, પત્રકારત્વ અને રમત-ગમત ક્ષેત્રે પ્રભાવી કામગીરી બદલ પાંચ બહેનોને…