Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું
સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતાં. 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે મળતી માહિતી મુજબ, યુવકે 7%ના વ્યાજ દરે 10 લાખ લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા.…
Banaskantha : બનાસકાંઠામાં આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક, દસ લોકોને ભર્યા બચકા
બનાસકાંઠાના ધાનેરાના આલવાડા ગામે એક સાથે શ્વાને દસ લોકોને બચકા ભર્યા છે. આલવાડા ગામે હડકાયા શ્વાનનો આતંક વધ્યો છે. શ્વાને દસ લોકોને બચકા ભરતા તેમને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ધાનેરાના આલવાડા ગામે શ્વાનના આતંકથી સૌ કોઈ કંટાળી ગયા છે. તો ગ્રામજનોનો આક્ષેપ છે કે, તંત્રને રખડતા શ્વાનને લઈ વારંવાર રજૂઆત કરી તેમ છત્તા કોઈ ધ્યાન આપવા તૈયાર નથી. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે મળતી માહિતી મુજબ, જે લોકોને બચકા ભર્યા છે તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે,લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યાં છે. તો શ્વાને પશુ અને લોકો પર હુમલો અનેક લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. હડકાયા શ્વાનના હુમલાથી ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.…
SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી
વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 7 અને 8 માર્ચે ગુજરાતમાં રહેશે. પીએમ મોદી 7 માર્ચે સુરત પહોંચશે. ત્યાં તેઓ લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજર રહેશે. પ્રધાનમંત્રી ૮ માર્ચે નવસારીમાં રહેશે. સુરત કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદી સરકારી યોજનાના લાભાર્થી વૃદ્ધોને કીટનું વિતરણ કરશે. ૭ માર્ચની રાત્રે તેઓ સુરતના સર્કિટ હાઉસ ખાતે આરામ કરશે. આ પણ વાંચો :- Ahmedabad : કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી ગુજરાતનાં પ્રવાસે આવશે, અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કરશે બેઠક ત્યારબાદ, 8 માર્ચે,વડાપ્રધાન મોદી નવસારી પહોંચશે અને વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજર રહેશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી સુરત અને નવસારી બંને જગ્યાએ વિશાળ જાહેર સભા સંબોધશે. વડાપ્રધાન મોદી 8 માર્ચે નવસારીથી દિલ્હી જવા…
Jamnagar : જામનગરમાં હનીટ્રેપનો વધુ એક વેપારી બન્યો ભોગ, પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
જામનગરના દવાના વેપારીને એક મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા ખંખેર્યા હોવાની ઘટના સામે આવી છે. આ વેપારી પાસેથી હનીટ્રેપ આચરતી ટોળકીએ આયુર્વેદિક દવાના રૂ. 1.5 લાખ, રોકડ અને સોનાના દાગીના પડાવી લીધા છે. આ સાથે ન્યૂડ ફોટાઓ વાયરલ કરવાની વેપારીને ધમકી આપી હતી. આ પણ વાંચો :- Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી જામનગરમાં હનીટ્રેપનો વધુ એક વેપારી ભોગ બન્યો છે. દવાના વેપારીને મહિલાએ પ્રેમજાળમાં ફસાવીને 1.5 લાખ રોકડ અને દાગીના પડાવ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરતા મહિલા સહિત ત્રણ લોકો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનું માણેક ચોક ખાણીપીણી બજાર રહેશે બંધ, જાણો કારણ અને કેટલા દિવસ રહેશે…
Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આમાં 7000 જેટલી ગ્રામ પંચાયતો સામેલ થઇ શકે છે. આ પણ વાંચો :- Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લામાંથી તા.1 એપ્રિલ, 2022થી 30 જૂન 2025 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી…
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં આજે યલો એલર્ટ!
રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ પવનો અને ભેજને કારણે બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોધાય તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે ગુજરાત સહિત કોંકણ, ગોવા, કેરળ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપ્યું છે. -> ક્યાં કેટલું તાપમાન? :- હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બુધવારે અમદાવાદમાં 36.8, ડીસામાં 34.6, ગાંધીનગરમાં 36.6, વીવી નગરમાં 38.5, વડોદરામાં 36.8, સુરતમાં 38.4, ભૂજમાં 37.4, નલિયામાં 36.0, કંડલા પોર્ટમાં 34.9, અમરેલીમાં 38.0, ભાવનગરમાં 36.8, પોરબંદરમાં 38.6, રાજકોટમાં 38.7, કેશોદમાં 38.6, સુરેન્દ્રનગરમાં 37.8માં મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદ, સુરત, વી. વી નગર, દ્વારકા, રાજકોટ, સુરેન્દ્રનદરમાં 21 ડિગ્રીથી વધુ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. -> આગામી બે દિવસમાં તાપમાનમાં થશે…












