Gandhinagar : ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય બાદ હવે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આમાં 7000 જેટલી ગ્રામ પંચાયતો સામેલ થઇ શકે છે.

આ પણ વાંચો :- Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ

રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લામાંથી તા.1 એપ્રિલ, 2022થી 30 જૂન 2025 સુધીમાં મુદત પૂરી થતી હોય તેવી સામાન્ય, વિભાજન, મધ્યસત્ર, પેટા ચૂંટણીની ખાલી પડેલી બેઠકો સહિતની માહિતી મંગાવી છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

આ સાથે મતદાન મથકોની તૈયારી પૂર્ણ કરવાની પણ સૂચના આપી છે. ગ્રામપંચાયતોની ચૂંટણી 2 વર્ષથી પાછળ ઠેલવવામાં આવી રહી છે. ત્યારે ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ તૈયારી શરૂ કરવામાં આવતા તમામ પાર્ટીઓના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જાગી ઉઠ્યો છે. અને તૈયારીઓ શરુ કરી દીધી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઉમરેઠ પેટાચૂંટણીનું પરિણામ આવતીકાલે, વલ્લભ વિદ્યાનાગરમાં મતગણતરી માટે તૈયારીઓ પૂર્ણ

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી બાદ હવે આવતીકાલે (4 મે) મતગણતરી હાથ ધરાશે. મતગણતરી BVM College ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ…

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ: ફાયર ફાઈટરોની સતર્કતાથી મોટી હોનારત ટળી.

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારે ભીષણ આગ.વિવેક વિહારમાં 3:48 વાગ્યે આગથી દોડધામ.દિલ્હી ફાયર સર્વિસીસની તાત્કાલિક કામગીરીથી આગ કાબૂમાં.વિવેક વિહાર વિસ્તારમાં આગ બાદ સર્ચ ઓપરેશન ચાલુ.દિલ્હીમાં આગની ઘટનાથી વિસ્તારમાં અફરાતફરી.દિલ્હીના રહેણાંક વિસ્તારમાં આગથી ચિંતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *