Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું

સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતાં. 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે.

આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે

મળતી માહિતી મુજબ, યુવકે 7%ના વ્યાજ દરે 10 લાખ લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા. ત્રાસ એટલો વધી ગયો કે દવા ગટગટાવી હતી.

વેડ રોડના બે ભાઈઓએ 54 લાખ વ્યાજે લીધા હતા. યુવાને ભટારના કનુ બારીયા સહિત પાંચ સામે આક્ષેપ કર્યો હતો કે પઠાણી ઉઘરાણી અમારી સાથે કરવામાં આવી રહી છે. અવાર-નવાર આ વ્યાજખોરો અમને ડરાવતા અને ધમકાવતા હતા. વ્યાજખોરોને 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા હતા છતા વ્યાજખોરોએ મકાનનો દસ્તાવેજ લખાવી લીધો છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની મુશ્કેલીમાં વધારો, વધુ એક કેસમાં કરાઈ ધરપકડ

હવે અમારે રહેવા માટે આશરો પણ નથી. યુવકે ઝેર ગટગટાવ્યું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. હાલ યુવાનને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જ્યારે તેની હાલત ગંભીર છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *