રાજકોટ: ઈન્દિરા સર્કલ નજીક ભયાનક અકસ્માત, સિટી બસે કાળ બની 3ના લીધા ભોગ; લોકોમાં ભારે રોષ
રાજકોટમાં સીટી બસ બેફામ બની છે. અનેક વખત બેફામ ડ્રાઈવિંગના કારણે વિવાદમાં આવી ચુકી છે. ત્યારે આજે રાજકોટમાં કાળ બની સીટી બસે ૩ લોકોના ભોગ લીધા છે. શહેરના વ્યસ્ત ઈન્દિરા સર્કલ વિસ્તારમાં એક સિટી બસે ભયાનક અકસ્માત સર્જતા ત્રણ નાગરિકોના કરૂણ મોત નીપજ્યાં છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી હતી. તો બીજી તરફ ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. એક તરફ લોકોનો સીટી બસ તરફ રોષ હતો. ત્યારે બીજી તરફ પોલીસની કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોના ભારે રોષ બાદ સીટી બસ ચાલકની પોલીસે ધરપકડ કરી છે. મૃતકના પરિવારોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમાં ડ્રાઇવરની…







