સંસદમાં મોટા રાજકીય ઘટનાક્રમના સંકેત : કોંગ્રેસે લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કર્યો

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન આગામી દિવસોમાં મહત્વપૂર્ણ રાજકીય ચર્ચા અને કાયદાકીય કાર્યવાહી થવાના સંકેતો મળી રહ્યા છે. મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર કરીને 10, 11 અને 12 ઓગસ્ટે ગૃહમાં ફરજિયાત હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોને પણ દિલ્હીમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બંને પક્ષોની આ તૈયારીઓને જોતા સંસદમાં આગામી દિવસોમાં કોઈ મહત્વપૂર્ણ બિલ અથવા ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોંગ્રેસે શા માટે લોકસભા સાંસદો માટે જાહેર કર્યો થ્રી-લાઇન વ્હીપ? લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક (ચીફ વ્હીપ) કોડિકુન્નિલ સુરેશે તમામ કોંગ્રેસ સાંસદો માટે થ્રી-લાઇન વ્હીપ જાહેર…

Gen Z દેશની સૌથી પ્રામાણિક પેઢી, વિરોધ કરનારાઓને દેશદ્રોહી ન કહો: RSS પ્રમુખ મોહન ભાગવત

દેશભરમાં વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે દેશની નવી પેઢી એટલે કે Gen Z અને Gen Alpha પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આજની યુવા પેઢી સવાલ પૂછે છે, તર્ક માંગે છે અને પરિવર્તનની માંગ કરે છે, જેને નકારાત્મક રીતે જોવાની જરૂર નથી. ભાગવતે કહ્યું કે યુવાનોનો અવાજ લોકશાહીની શક્તિ છે અને તેમની વાતને ગંભીરતાથી સાંભળવી જોઈએ. તેમણે ઉમેર્યું કે આજના યુવાનો માત્ર વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરતા નથી, પરંતુ તેઓ સમાજ અને વ્યવસ્થામાં જરૂરી સુધારાની માંગ માટે અવાજ ઉઠાવે છે. વિરોધ કરનાર પેઢીને દેશદ્રોહી ગણાવવું યોગ્ય નથી…

સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પસાર કર્યા અનેક મહત્વપૂર્ણ બિલ, FCRA સુધારા વિધેયક પર સૌની નજર

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત હોબાળા અને વિરોધ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાના વિધાયી એજન્ડાને ઝડપથી આગળ ધપાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના વિરોધ છતાં સરકારે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના વિધેયકો પર વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી અને ગૃહમાં હંગામા વચ્ચે જ તેમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારનું આગામી લક્ષ્ય વિદેશી ફાળો નિયમન કાયદા (FCRA)માં સુધારા માટેનું વિધેયક માનવામાં આવી રહ્યું છે. સતત હોબાળાથી પ્રભાવિત થઈ રહી છે સંસદની કાર્યવાહી ચોમાસુ સત્રના શરૂઆતના દિવસથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર થતાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળની કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી…

ચોમાસુ સત્ર પહેલા લોકસભા સ્પીકરે બોલાવી BACની બેઠક, જનહિતના મુદ્દાઓ પર ચર્ચા; તમામ પક્ષોને સહયોગની અપીલ

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ તેજ બની ગઈ છે. સત્ર પહેલા રવિવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બિઝનેસ એડવાઇઝરી કમિટી BACની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને આગામી સત્ર દરમિયાન ગૃહમાં ચર્ચા માટેના મહત્વના મુદ્દાઓ તેમજ કાયદાકીય કાર્યો અંગે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે ચલાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંસદમાં રચનાત્મક ચર્ચા અને અર્થપૂર્ણ ભાગીદારી દ્વારા જ જનહિતના મુદ્દાઓનો યોગ્ય ઉકેલ લાવી શકાય છે. જનહિતના મુદ્દાઓ પર ચર્ચાના સૂચનો બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સરકાર અને વિપક્ષ બંને તરફથી સભ્યોએ આગામી સત્રમાં હાથ ધરાનારા કાનૂની…

PKની જન સુરાજ પાર્ટીને લાગ્યો મોટો ઝટકો, આ ભોજપુરી સિંગરે ધરી દીધું રાજીનામું

ભોજપુરી ગાયક રિતેશ પાંડેએ આ વર્ષે બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરના નેતૃત્વ હેઠળની જન સૂરાજ પાર્ટીમાં જોડાયા હતા અને રોહતાસ જિલ્લાની કરગહર બેઠક પરથી ચૂંટણી લડી હતી. રિતેશ પાંડે હવે જન સૂરાજ પાર્ટીથી મોહભંગ થઈ ગયા છે. રિતેશ પાંડેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જન સૂરાજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી. X પરની તેમની પોસ્ટમાં, રિતેશ પાંડેએ જણાવ્યું હતું કે એક જવાબદાર ભારતીય તરીકે અને લોકશાહીના ભવ્ય ઉત્સવમાં ભાગ લેવાના અધિકાર સાથે, તેઓ જન સૂરાજ પાર્ટીમાં જોડાયા છે. તેમણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે પરિણામો અનુકૂળ નહોતા, પરંતુ તેમને કોઈ અફસોસ નથી કારણ કે તેમણે પોતાનું કામ પ્રામાણિકપણે કર્યું. રિતેશ…

પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ ! જાણો કોણે છે અવિવા બેગ

રાષ્ટ્રીય રાજકારણમાં એક શક્તિશાળી ગણાતા ગાંધી પરિવારમાં લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ અને કેરળના વાયનાડના સંસદ સભ્ય પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રેહાને તેની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. અહેવાલો અનુસાર, રેહાન વાડ્રા અને અવિવા છેલ્લા સાત વર્ષથી રિલેશનશિપમાં છે. રેહાને તાજેતરમાં જ અવિવાને પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારોએ તેમના લગ્ન માટે સંમતિ આપી દીધી છે. તેમની સંમતિ પછી બાદ બન્નેની સગાઈ કરવામાં આવશે. લગ્નની તારીખ હજુ નક્કી નથી થઈ રેહાન અને અવિવા બેગ જાન્યુઆરી 2026 ની શરૂઆતમાં રાજસ્થાનમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરશે તેવું કહેવાય છે. જોકે બંને પરિવારો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તૈયારીઓ પહેલાથી જ શરૂ…

પ્રશાંત કિશોર સાથે પ્રિયંકા ગાંધીએ યોજી બંધ બારણે બેઠક, અનેક અટકળો શરૂ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં જન સૂરજ પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર ફરી એકવાર રાજકીય ચર્ચામાં આવી ગયા છે. સૂત્રો સૂચવે છે કે કિશોરે તાજેતરમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે બંધ બારણે મુલાકાત કરી હતી, જેનાથી રાજકીય વર્તુળોમાં નવી અટકળો શરૂ થઈ હતી. આ મુલાકાત લગભગ બે કલાક ચાલી હતી, જે દરમિયાન બંનેએ ઉત્તર ભારતીય રાજ્યો જેમ કે ઉત્તર પ્રદેશ અને બિહારમાં વર્તમાન રાજકીય પરિદૃશ્ય પર ચર્ચા કરી હતી. પ્રિયંકા ગાંધી અને પીકે વચ્ચેની મુલાકાતને સૌજન્ય મુલાકાત ગણાવીને બંને પક્ષોએ રાજકીય અટકળોને શાંત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, આ મુલાકાત રાજકીય રીતે રસપ્રદ છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રશાંત કિશોર અને કોંગ્રેસ વચ્ચેના સંબંધોમાં ખટાશ રહી છે. પ્રશાંત કિશોરે જેડી(યુ)માંથી હાંકી…

સંસદની સ્થાયી સમિતિના કાર્યકાળ મામલે મોદી સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, થરૂરને થશે મોટો ફાયદો

સંસદીય સ્થાયી સમિતિઓનો કાર્યકાળ એક વર્ષથી વધારીને બે વર્ષ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ સમિતિઓને વધુ સાતત્ય અને બિલો, અહેવાલો અને નીતિગત બાબતોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની તક પૂરી પાડવાનો છે. વર્તમાન સમિતિઓનો કાર્યકાળ 26 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થઈ ગયો હતો. કોંગ્રેસના સાંસદ શશિ થરૂર હાલમાં વિદેશ બાબતોની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે. જો સ્થાયી સમિતિઓનો કાર્યકાળ બે વર્ષનો કરવામાં આવે તો તેઓ પક્ષ સાથે મતભેદો હોવા છતાં વધુ બે વર્ષ માટે અધ્યક્ષ તરીકે રહી શકે છે. સંસદીય સ્થાયી સમિતિઓ સંસદની કાયમી સંસ્થાઓ છે, જેમાં લોકસભા અને રાજ્યસભા બંનેના સભ્યોનો સમાવેશ થાય છે. આ સમિતિઓ બિલોની તપાસ કરે છે, સરકારી નીતિઓની સમીક્ષા કરે છે અને બજેટ ફાળવણી કરે છે. તેઓ મંત્રાલયોને પણ…