પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાને ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ ! જાણો કોણે છે અવિવા બેગ

રાષ્ટ્રીય રાજકારણમાં એક શક્તિશાળી ગણાતા ગાંધી પરિવારમાં લગ્નની શરણાઈ વાગવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ અને કેરળના વાયનાડના સંસદ સભ્ય પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાના પુત્ર રેહાન લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રેહાને તેની ગર્લફ્રેન્ડ અવિવા બેગ સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, રેહાન વાડ્રા અને અવિવા છેલ્લા સાત વર્ષથી રિલેશનશિપમાં છે. રેહાને તાજેતરમાં જ અવિવાને પ્રપોઝ કર્યું હતું. બંને પરિવારોએ તેમના લગ્ન માટે સંમતિ આપી દીધી છે. તેમની સંમતિ પછી બાદ બન્નેની સગાઈ કરવામાં આવશે.

લગ્નની તારીખ હજુ નક્કી નથી થઈ
રેહાન અને અવિવા બેગ જાન્યુઆરી 2026 ની શરૂઆતમાં રાજસ્થાનમાં એક ખાનગી સમારોહમાં સગાઈ કરશે તેવું કહેવાય છે. જોકે બંને પરિવારો દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, તૈયારીઓ પહેલાથી જ શરૂ થઈ ગઈ છે. અવિવા બેગ દિલ્હીના એક ઉચ્ચ કક્ષાના પરિવારમાંથી આવે છે જે વાડ્રા પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે.  લગ્નની તારીખ હજુ નક્કી થઈ નથી, રાજસ્થાનમાં યોજાનાર આ 2-3 દિવસીય સગાઈ સમારોહ આ નવા અધ્યાયની શરૂઆત કરશે.

રેહાન રાજકારણથી રહે છે દૂર
24 વર્ષીય રેહાન વાડ્રા એક ઇન્સ્ટોલેશન અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે. “ડાર્ક પર્સેપ્શન” નામનું સોલો એક્ઝિબિશન બાદ , રેહાનને નેચર ફોટોગ્રાફી અને ટ્રાવેલિંગમાં રસ છે. કલા અને ફોટોગ્રાફીના ઉત્સાહી, રેહાન રાજકારણ અને લાઈમલાઈટથી દૂર રહે છે. દિલ્હીમાં પોતાનું પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, વિઝ્યુઅલ આર્ટિસ્ટ રેહાન વાડ્રાએ દેહરાદૂન અને લંડનમાં વધુ અભ્યાસ કર્યો.

જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળતો રેહાન રાજકારણમાં પ્રવેશ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. નોંધનીય છે કે અવિવા બેગનો પરિવાર વાડ્રા પરિવારની નજીક માનવામાં આવે છે. દિલ્હીમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, અવિવાએ મીડિયા કોમ્યુનિકેશન્સ અને જર્નાલિઝમમાં ડિગ્રી પણ મેળવી. રેહાનની જેમ, અવિવા બેગને પણ ફોટોગ્રાફીમાં રસ છે અને તે ફોટોગ્રાફર છે.

અવિવા બેગ કોણ છે?
ભૂતપૂર્વ રાષ્ટ્રીય સ્તરના ફૂટબોલર અવિવા બેગ એક વ્યાવસાયિક ફોટોગ્રાફર અને નિર્માતા પણ છે. “યુ કાન્ટ મિસ ધીસ” અને “ધ ઇલ્યુસરી વર્લ્ડ” જેવા પ્રદર્શનો દ્વારા ખ્યાતિ મેળવનાર અવિવા અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પોર્ટલ પર દર્શાવવામાં આવી છે. રેહાનની જેમ, અવિવા બેગને પણ પ્રકૃતિ ફોટોગ્રાફીમાં રસ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ujjainમાં શાહી મસ્જિદ વિવાદમાં ફરી પથ્થરમારો… Unrest 2026

Ujjainમાં શાહી મસ્જિદ વિવાદમાં ફરી પથ્થરમારો, લાઠીચાર્જ: મહિલા પોલીસ અધિકારી ઘાયલ, પોલીસનો કડક બંદોબસ્ત મધ્યપ્રદેશના Ujjain માં શાહી મસ્જિદને લઈને ચાલી રહેલો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. સિંહસ્થ-2028ની તૈયારીઓ અંતર્ગત રસ્તો પહોળો કરવાની કામગીરી માટે શાહી મસ્જિદના એક ભાગને હટાવવાની કાર્યવાહી વચ્ચે સોમવારે વિસ્તારમાં તણાવ સર્જાયો હતો. મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા અને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ હતી. આ દરમિયાન પથ્થરમારો થતાં પોલીસે ભીડને નિયંત્રિત કરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. -> Ujjain રસ્તો પહોળો કરવાની કામગીરી વચ્ચે વિવાદ : Ujjainના અબ્દાલપુરા વિસ્તારમાં આવેલી શાહી મસ્જિદનો કેટલોક ભાગ રસ્તા પહોળો કરવાની યોજનાના દાયરામાં આવી રહ્યો છે. કંઠાલ ચોકથી ગોપાલ મંદિર સુધીનો માર્ગ આશરે 900…

Surat : કેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે Suratના 11 યાત્રીઓ ફસાયા… Urgent

કેદારનાથમાં ભારે વરસાદ વચ્ચે Suratના યાત્રીઓ ફસાયા: અલથાણના રંજનબેને રડતાં-રડતાં ગુજરાત સરકાર પાસે મદદ માંગી, 14માંથી ત્રણનું હેલિકોપ્ટરમાં રેસ્ક્યૂ; 11 મુશ્કેલીમાં Surat ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે કેદારનાથ ધામની યાત્રા ફરી એક વખત મુશ્કેલીમાં મુકાઈ છે. કેદારનાથ તરફ જતા માર્ગો પર વરસાદ, ભૂસ્ખલન અને કાટમાળ પડવાની ઘટનાઓને કારણે યાત્રીઓની અવરજવર પર અસર પડી રહી છે. આવી સ્થિતિ વચ્ચે Surat ના 14 જેટલા યાત્રીઓ કેદારનાથ વિસ્તારમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે.| પરિવારજનોના જણાવ્યા મુજબ, આ યાત્રીઓમાં Suratના અલથાણ વિસ્તારના લોકોનો પણ સમાવેશ થાય છે. પરિસ્થિતિ ગંભીર બનતા અલથાણના રંજનબેને રડતાં-રડતાં ગુજરાત સરકાર અને તંત્ર પાસે મદદની અપીલ કરી હોવાની માહિતી છે.મળતી માહિતી પ્રમાણે, ફસાયેલા 14 યાત્રીઓમાંથી ત્રણ યાત્રીઓને હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા…