Jamnagar : જામનગરમાં ખૂની ખેલ ખેલાયો, બે સગા ભાઈ પર હુમલાની ઘટનામાં એક ભાઈનું મોત

જામનગરના મોરકંડાના ધારમાં ખુની ખેલ ખેલાયો છે જેમાં પાડોશી દ્વારા બે ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે તો અન્ય ભાઈને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથધરી છે.સામાન્ય બોલાચાલીમાં પાડોશીએ હુમલો કર્યો હતો. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે મળતી માહિતી મુજબ, જીવલેણ હુમલામાં મુન્ના રબારી નામના યુવકનું મોત થયું છે તો મુકેશ રબાણી ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયો છે.પોલીસે સમગ્ર મામલે 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની વાત પણ સામે આવી છે.…

Rajkot : રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. અજાણ્યો કાર ચાલક બુલેટ ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે. આ પણ વાંચો :- Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ મળતી માહિતી મુજબ, હિટ એન્ડ રનમાં મૃત્યું પામનાર યુવકના 8 દિવસ અગાઉ લગ્ન થયા હતા. અને આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઢેબર રોડ પર ફુલ સ્પીડમાં આવતો કાર ચાલક યુવકને અડફેટે લેતા તેને સારવાર હેઠળ ખસેડયો હતો. તો સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતુ. આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. યુવકના મૃતદેહનું પીએમ થશે અને ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.સિધ્ધરાજસિંહ જાડેજા નામના યુવકનું…

Surat : રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, સુરતમાં એક વ્યક્તિ કંટાળી ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું

રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સુરતમાં વધુ એક ઘટના સામે આવી છે. સુરતના અમરોલીમાં વ્યાજખોરોનાં ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. દીકરાએ ધંધામાં દેવું કર્યું હતું અને દેવું કરીને ભાગી ગયો હતો. દીકરાએ કરેલા દેણાની વ્યાજખોરો પિતા પાસે ઉધરાણી કરતા હતા. ત્યારે વ્યાજખોરોના ત્રાસના કારણે 57 વર્ષીય પ્રાગજી વસોયાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું હતુ. તેમનો નાનો દીકરો રવિ હોટ ફિક્સ મશીનનો ધંધો કરતો હતો. આ પણ વાંચો :- Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું મળતી માહિતી મુજબ, ધંધામાં દેવું કરીને ભાગી જતા ભાગીદારો પિતાને ધમકાવતા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી આધેડે આપઘાત કર્યો હતો. જેમાં આપઘાત કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટમાં પૈસા ન હોવાનું કહ્યું હતું. આ પણ વાંચો…

Surat : સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત્, યુવાને કંટાળીને ઝેર ગટગટાવ્યું

સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. સુરતના વેડ રોડ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈઓ વ્યાજખોરોના ત્રાસને કારણે આર્થિક સંકટમાં ફસાઈ ગયા હતાં. 9 લાખ સામે 25 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો તેમની પર દબાણ બનાવતા એક ભાઈએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ અને એક વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ચાર આરોપીઓ હજુ ફરાર છે. આ પણ વાંચો :- SURAT : આવતીકાલે વડાપ્રધાન મોદી ફરી ગુજરાતનાં પ્રવાસે, નીલગીરી ગ્રાઉન્ડમાં જાહેરસભા સંબોધશે મળતી માહિતી મુજબ, યુવકે 7%ના વ્યાજ દરે 10 લાખ લીધા હતા. સમય જતાં તેઓ વ્યાજ ભરવામાં અસમર્થ બનતા બીજા ચાર વ્યાજખોરો પાસેથી વધુ નાણાં લેવા મજબૂર થયા અને કુલ 5 વ્યાજખોરો પાસેથી 54 લાખ ઉધાર લીધા.…

Ahmedabad : અમદાવાદમાં રીલ્સની ઘેલછામાં મોત, રીલ બનાવતી વખતે 3 સગીર કેનાલમાં ડૂબ્યા

અમદાવાદના ફતેહવાડી કેનાલમાં રીલ્સના ચક્કરમાં 3 યુવકો કેનાલમાં ડૂબ્યા હતા. 4 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા આવ્યા હતા. ત્યારે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરતા શોધખોળ હાથ ધરી હતી. જેમાંથી ફતેહવાડીમાં મેટ્રો યાર્ડ પાસે કેનાલમાંથી યક્ષ પંખોડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે પાસેના વિસ્તારમાંથી યશ નામના કિશોરનો મૃતદેહ મળી આવ્યો છે. આ પણ વાંચો :- SURAT : વડાપ્રધાન મોદી ફરીથી આવશે ગુજરાત, સુરત અને નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં આપશે હાજરી સ્કોર્પિયો નહેરમાં પડતાની સાથે જ ત્યાં હાજર અન્ય મિત્રોએ દોરડું ફેંકીને ત્રણેય યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. જે બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. સ્કોર્પિયો કાર નહેરમાં પડી જવા અને ત્રણ…

Ahmedabad : અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, યુવાનની કરાઈ ઘાતકી હત્યા

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની સામે આવી છે. ઈસનપુર વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ગળા ઉપર છરીના ઘા મારીને યુવકની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, મૃતક અજીજ ખાન પઠાણ નરોડાના દિલીપની ચાલીમાં પરિવાર સાથે રહેતો હતો. મૃતકના પત્ની અને ત્રણ બાળકો છે. જેમાં મૃતક અને પત્ની વચ્ચે વિવાદના કારણે છૂટાછેડા થઈ ગયા હતા. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો જેથી તેની પત્ની બાળકોને લઈને વટવા ખાતે રહેવા માટે જતી રહી હતી. પરતું થોડા સમય પછી બંને ફરી એક બીજા સાથે વાત કરવાની શરૂ કરી હતી. અને સાથે રહેવાનું નક્કી…

ગેરરીતિ બદલ રાજકોટની શાંતિ હોસ્પિટલને PMJAYમાંથી કરાઈ સસ્પેન્ડ, 23.15 લાખનો ફટકાર્યો દંડ

ગુજરાતમાં દિવસેને દિવસે હોસ્પિટલોની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે રાજ્યની પીએમજય યોજનામાંથી વધુ એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં આ હોસ્પિટલને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં PMJAYમાંથી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ ઘટનામાં શાંતિ હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન હોમ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ થયેલા ડૉક્ટર ગેરહાજર હતા. 6 મહિના માટે સસ્પેન્ડ :- હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં ગોટાળા નિકળ્યા હતા. ત્યારે હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે PMJAYમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્જરી કરતા ડોક્ટરનું નામ પોર્ટલમાંથી દૂર…

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા આ ઘટના બની હતી. તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વની વાત છે કે,બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે. પાંચથી વધારે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તો હાલ તમામ મુસાફરો સારવાર હેઠળ છે. પોલીસે તમામના નિવેદનો લીધા છે અને ડ્રાઈવરની પણ પૂછપરછ પણ કરી છે. આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે…

ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં, ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવા ભક્તોમાં રોષ

ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી શકશે નહી. આજથી તમામ આરતી માટે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ઉભા રહી શકાશે નહી અને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે. આ પણ વાંચો :- દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે 22/11/24 ના રોજ આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જેમાં તે સમયે વારાદારી નીચે…

અમદાવાદમાં મહિલાને થયો કડવો અનુભવ, હોટલનાં માલિકે મહિલાને વોશરૂમ ન જવા દેતા મામલો બિચક્યો

અમદાવાદમાં મહિલાને કડવો અનુભવ થયો છે. યુનિવર્સિટી વિસ્તારમાં પીરિયડ્સ દરમિયાન મહિલાને વોશરૂમ જવું હતું. પરંતુ હોટલના માલિકે તેને વોશરૂમનો ઉપયોગ કરવા દેવાનો ઇન્કાર કરી દીધો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, આ મહિલા થોડા દિવસ પહેલા યુનિવર્સિટી પાસેથી પસાર થતી હતી મહિલા પીરિયડ્સમાં હોવાથી વોશરૂમ જવું હતું. હોટેલ લુત્ફ નજીક હોવાથી મહિલા ત્યાં પહોંચી. પરંતુ મહિલાને હોટેલ માલિકે તેના વોશરૂમનો ઉપયોગ કરવા માટે ના પાડી દીધી. મહિલાને કડવો અનુભવ થયો હતો. હોટલ માલિકે ના પાડી અને અંતે મહિલાએ તેની સાથે બનેલી ઘટના અંગે પોલીસમાં અરજી કરી હતી. તો બીજી તરફ હોટેલ માલિક હરપ્રભ સીંગે જણાવ્યું હતું કે, મહિલાને વોશરૂમ ઉપયોગ કરવાનની મનાઈ નથી કરવામાં આવી. મહિલાએ દિવસે એક યુવક સાથે આવી હતી.…