Rajkot : રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટમાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત થયું છે. અજાણ્યો કાર ચાલક બુલેટ ચાલકને ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો :- Surat : 30 માર્ચથી સુરતથી ગોવા ઉડાન ભરશે ફ્લાઇટ, એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા શરુ કરાયું બુકિંગ

મળતી માહિતી મુજબ, હિટ એન્ડ રનમાં મૃત્યું પામનાર યુવકના 8 દિવસ અગાઉ લગ્ન થયા હતા. અને આ ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઢેબર રોડ પર ફુલ સ્પીડમાં આવતો કાર ચાલક યુવકને અડફેટે લેતા તેને સારવાર હેઠળ ખસેડયો હતો. તો સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતુ.

આ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. યુવકના મૃતદેહનું પીએમ થશે અને ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.સિધ્ધરાજસિંહ જાડેજા નામના યુવકનું મોત થયું છે. તો પોલીસે હજી સુધી આરોપીની ધરપકડ કરી નથી. જયાં અકસ્માત થયો હતો તે જગ્યાના સીસીટીવી તપાસ માટે લીધા છે.

આ પણ વાંચો :- Gandhinagar : ગાંધીનગરમાં મંદિરો તોડી પડવા નોટિસ આપતા વિરોધનો વંટોળ, હિંદુ સંગઠનોની આંદોલનની ચિમકી ઉચ્ચારી

હવે નવા નિયમ મુજબ, રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ બની ‘દેવદૂત’ : રિક્ષામાં જ કરાવી સફળ ડિલિવરી….

B india અમદાવાદ : અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં આવેલા રણાસણ બ્રિજ ટોલ પ્લાઝા પાસે 108 ઇમરજન્સી સેવાની ટીમે સમયસૂચકતા, તબીબી કુશળતા અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અત્યંત કટોકટીભરી સ્થિતિમાં પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવાનો સમય ન હોવાથી 108ની EMTએ રિક્ષામાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત શિશુ બંનેનો જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ખાસ એટલા માટે પણ ભાવુક બની હતી કે પ્રસુતાએ અગાઉની બે પ્રસુતિમાં પોતાના બંને બાળકો ગુમાવ્યા હતા. ત્રીજી વખત ગર્ભાવસ્થામાં ફરી એકવાર મુશ્કેલી ઊભી થતાં પરિવાર માટે સ્થિતિ ચિંતાજનક બની હતી. જોકે, યોગ્ય સમયે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તાત્કાલિક સારવાર શરૂ કરતાં અંતે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વહેલી સવારે મળ્યો કટોકટીનો કોલ મળતી માહિતી મુજબ વહેલી…

જાખોત્રા–ચારણકા રોડ પર Forest કટીંગના આક્ષેપો: વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો…

B india પાટણ : સાંતલપુર તાલુકાના જાખોત્રાથી ચારણકા તરફ જતા માર્ગ પર ગરનાળાના બાંધકામને લઈને જંગલ વિસ્તારમાં વનસ્પતિ કાપવાના આક્ષેપો સામે આવ્યા છે. ધોકાવાડા જંગલ વિસ્તારમાં રોડકામના નામે બાવળ સહિતની વનસ્પતિ દૂર કરવામાં આવી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. સાથે જ છેલ્લા કેટલાક સમયથી Forest વિસ્તારમાં બાંધકામ સામગ્રીના ઢગલા અને કામદારોના ઝૂંપડાં હોવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા વન વિભાગની કામગીરી, મંજૂરી પ્રક્રિયા અને સ્થળ તપાસ અંગે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. જાખોત્રા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આવેલું ગામ છે. હાલ સામે આવેલા આક્ષેપોમાં મુખ્ય મુદ્દો એ છે કે રોડ પર ચાલી રહેલા ગરનાળાના કામ માટે જંગલ વિસ્તારમાં કેટલી હદે વનસ્પતિ દૂર કરવામાં આવી અને તે માટે સંબંધિત સત્તાધિકારીઓ પાસેથી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *