ગુજરાત AI યુગનું પ્રાઈમ મૂવર બનવાની દિશામાં, 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતાનો લક્ષ્યાંક Exponential Growth

ગુજરાત AI યુગનું પ્રાઈમ મૂવર બનવાની દિશામાં, 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતાનો લક્ષ્યાંક

ગુજરાત હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AIના નવા યુગમાં દેશનું નેતૃત્વ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ડેટા સેન્ટર ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરવામાં આવેલી ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029’ને લઈને વિધાનસભા ગૃહમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાત AI યુગનું દેશનું ‘પ્રાઈમ મૂવર’ બનવા સાથે વિશ્વમાં પણ AI માટેનું મહત્વપૂર્ણ સેન્ટર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કમ્પ્યુટર અને IT ક્રાંતિના સમયમાં ભારત પાસે વૈશ્વિક નેતૃત્વ કરવાની તક હતી, પરંતુ તે સમયે જરૂરી સ્તરે પહેલ થઈ શકી નહોતી. હવે AIના યુગમાં ભારતને આ તક ગુમાવવી ન પડે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં AI સંબંધિત ઈકોસિસ્ટમ વિકસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગુજરાતે પણ આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં લીધાં છે.
Gujarat targets 7.5 GW under new AI data centre policy

-> ડેટા સેન્ટર બનશે AIની કરોડરજ્જુ : AI ટેકનોલોજીના વિકાસ માટે મોટા પ્રમાણમાં ડેટા અને તેને સ્ટોર કરવા માટે આધુનિક ડેટા સેન્ટરોની જરૂરિયાત રહે છે. મંત્રીશ્રીએ ડેટા સેન્ટરોને આજના યુગના ‘Oil Wells’ એટલે કે તેલના કૂવા સમાન ગણાવ્યા હતા. તેમના જણાવ્યા મુજબ વિશ્વભરમાં હાલમાં અંદાજે 122 ગીગાવોટ ક્ષમતાના ડેટા સેન્ટરો કાર્યરત છે.

અમેરિકા પાસે આશરે 4,745 ડેટા સેન્ટરો અને 53 ગીગાવોટ ક્ષમતા છે. ચીન પાસે 369 ડેટા સેન્ટરો સાથે 31 ગીગાવોટ ક્ષમતા છે. અમેરિકા અને ચીન મળીને વિશ્વની ડેટા સેન્ટર ક્ષમતામાં મોટો હિસ્સો ધરાવે છે. બીજી તરફ ભારત પાસે હાલમાં આશરે 1.5 ગીગાવોટ ડેટા સેન્ટર ક્ષમતા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.ભારત વિશ્વમાં સર્જાતા કુલ ડેટામાં આશરે 20 ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ તેની સામે માત્ર 2થી 2.5 ટકા જેટલો ડેટા જ ભારતમાં સ્ટોર થાય છે. આ સ્થિતિને બદલવા માટે મોટા પાયે ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની જરૂરિયાત છે.

-> ગુજરાતનો 7.5 GWનો મહત્ત્વાકાંક્ષી ટાર્ગેટ : ગુજરાત સરકારે ડેટા સેન્ટર ક્ષેત્રમાં 7.5 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે ભારતની હાલની કુલ ક્ષમતા આશરે 1.5 ગીગાવોટ છે, જ્યારે ગુજરાતે એકલા 7.5 ગીગાવોટનો ટાર્ગેટ રાખ્યો છે.આ પોલિસી હેઠળ રોકાણકારોને વિવિધ પ્રોત્સાહનો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મંત્રીશ્રીના જણાવ્યા મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં આશરે 17 ગીગાવોટ ક્ષમતા માટે 19 પક્ષો તરફથી EOI એટલે કે Expression of Interest મળી ચૂકી છે. સરકારના જણાવ્યા મુજબ આ રોકાણકારો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ સાથે જોડાયેલા છે.સરકારના આ આયોજનથી આગામી સમયમાં ડેટા સેન્ટર ક્ષેત્રમાં મોટા પાયે મૂડીરોકાણ થવાની શક્યતા છે. સાથે જ હજારો યુવાનો માટે સીધી અને આડકતરી રીતે હાઈ-ટેક રોજગારીની તકો ઊભી થઈ શકે છે.

મંત્રી શ્રી મોઢવાડિયાએ ધોલેરાના વિકાસને પણ AI અને ડેટા સેન્ટર ઈકોસિસ્ટમ સાથે જોડીને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. તેમના જણાવ્યા મુજબ અંદાજે 900 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિકસિત થઈ રહેલું ધોલેરા ભવિષ્યમાં ગુજરાત જ નહીં પરંતુ દેશના મોટા સ્માર્ટ સિટી અને હાઈટેક ઈન્ડસ્ટ્રી હબ તરીકે ઉભરી શકે છે.ધોલેરામાં હાઈટેક ઉદ્યોગો સાથે ડેટા સેન્ટર સહિતની નવી ટેકનોલોજી આધારિત ઈકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં કામગીરી થઈ રહી છે. ધોલેરામાં ડેટા સેન્ટર સ્થાપનાર રોકાણકારોને અન્ય લાભો ઉપરાંત વધારાની 2.5 ટકા કેપિટલ સબસિડી મળવાની જોગવાઈ અંગે પણ મંત્રીશ્રીએ માહિતી આપી હતી.

-> ગ્રીન એનર્જી પર ભાર : ડેટા સેન્ટરોમાં વીજળીનો વપરાશ મોટા પ્રમાણમાં થાય છે. તેથી સરકારની નવી પોલિસીમાં પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મંત્રીશ્રીના જણાવ્યા મુજબ ગુજરાતની ડેટા સેન્ટર પોલિસી હેઠળ 51 ટકા વીજળી ગ્રીન એનર્જીમાંથી મેળવવાની વ્યવસ્થા રાખવામાં આવી છે.ગુજરાતમાં સૂર્ય અને પવન આધારિત ઊર્જાની મોટી સંભાવના હોવાથી ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં રાજ્ય આગળ વધી રહ્યું છે. ડેટા સેન્ટરો માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ડિસેલિનેશન પ્લાન્ટનો ઉપયોગ કરવાની દિશામાં પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ નવી ટેકનોલોજી દ્વારા પાણીનું રિસાયકલિંગ કરીને પાણીનો બગાડ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે.આ રીતે સરકારનો દાવો છે કે નવી ડેટા સેન્ટર પોલિસી રોકાણકારો, ટેકનોલોજી કંપનીઓ અને પર્યાવરણ—ત્રણેય માટે અનુકૂળ બનાવવામાં આવી છે.

ડેટા સેન્ટર ઈકોસિસ્ટમ માટે માત્ર વીજળી અને જમીન પૂરતી નથી. ઝડપી અને વિશ્વસનીય ડિજિટલ કનેક્ટિવિટી પણ જરૂરી છે. વિશ્વનું મોટાભાગનું આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેટ કમ્યુનિકેશન સમુદ્રમાંથી પસાર થતી સબમરીન કેબલ દ્વારા થાય છે.આથી ગુજરાતમાં જ્યાં સબમરીન કેબલ આવશે ત્યાં કેબલ લેન્ડિંગ સ્ટેશન ઊભાં કરવાની દિશામાં પણ આયોજન કરવામાં આવ્યું છે. દીવ, ચોરવાડ, પોરબંદર, સુરત અને ધોલેરા જેવા વિસ્તારોને આ ઈકોસિસ્ટમ સાથે જોડવાની સંભાવના અંગે મંત્રીશ્રીએ માહિતી આપી હતી. આ માળખું GIFT City સહિતના વિસ્તારોમાં ડેટા સેન્ટર વિકાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે.
Gujarat's first AI data center to be built in GIFT City

-> યુવાનો માટે નવી રોજગારી અને રિવર્સ માઈગ્રેશનની શક્યતા : AI, ડેટા સેન્ટર અને સેમિકન્ડક્ટર ક્ષેત્રના વિકાસથી ગુજરાતના શિક્ષિત અને ટેકનિકલ યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થવાની અપેક્ષા છે. મંત્રીશ્રીએ ‘રિવર્સ માઈગ્રેશન’ની પણ વાત કરી હતી. તેમના જણાવ્યા મુજબ વિદેશમાં કામ કરતા ભારતીય ટેકનિકલ નિષ્ણાતો અને ઉચ્ચ કક્ષાના પ્રોફેશનલ્સ ભવિષ્યમાં દેશમાં પરત આવી શકે છે.ગુજરાતમાં AI, ડેટા સેન્ટર અને હાઈટેક ઉદ્યોગોની ઈકોસિસ્ટમ મજબૂત બનશે તો યુવાનોને ઉચ્ચ કૌશલ્ય આધારિત નોકરીઓ માટે વિદેશ જવાની જરૂરિયાત ઘટી શકે છે અને ગુજરાત પોતે ટેકનોલોજી આધારિત રોજગારીનું કેન્દ્ર બની શકે છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારને આશરે 17 ગીગાવોટ ક્ષમતા માટે EOI મળી ચૂકી છે. આ તમામ પ્રસ્તાવોમાંથી તબક્કાવાર રીતે આશરે 7.5 ગીગાવોટ ક્ષમતાને પ્રાથમિકતા આપવાનો સરકારનો અભિગમ છે. આ રોકાણો સાકાર થાય તો રાજ્યમાં મોટા પાયે મૂડીરોકાણ સાથે નવી ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીનું સર્જન થઈ શકે છે.આ સમગ્ર આયોજનથી ગુજરાતને AI અને ડેટા ઈકોનોમીના ક્ષેત્રમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવવાનો સરકારનો પ્રયાસ સ્પષ્ટ થાય છે. ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી, સબમરીન કેબલ, સ્માર્ટ સિટી અને હાઈટેક ઉદ્યોગોની સાથે મળીને વિકસતી ઈકોસિસ્ટમ આગામી વર્ષોમાં ગુજરાતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી શકે છે.

Related Posts

છોટા ઉદેપુરમાં રુંજિયા રીપેન્સની નવી વરાયટીની શોધ,Gujaratની જૈવ-વિવિધતામાં થયો મહત્વપૂર્ણ ઉમેરો Scientific Breakthrough 2026

છોટા ઉદેપુરમાં રુંજિયા રીપેન્સની નવી વરાયટીની શોધ,Gujaratની જૈવ-વિવિધતામાં થયો મહત્વપૂર્ણ ઉમેરો ગાંધીનગર: Gujaratની સમૃદ્ધ જૈવ-વિવિધતામાં વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો થયો છે. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (ગીર ફાઉન્ડેશન)ના સંશોધકોએ છોટા ઉદેપુર જિલ્લામાંથી ‘રુંજિયા રીપેન્સ’ છોડની સફેદ ફૂલોવાળી નવી વરાયટીની ઓળખ કરી છે. આ નવી વરાયટીનું નામ ‘રુંજિયા રીપેન્સ વરાયટી આલ્બા’ (Rungia repens var. alba) રાખવામાં આવ્યું છે. આ નવી વનસ્પતિની ઓળખ છોટા ઉદેપુર જિલ્લામાં નર્મદા કેનાલ કમાન્ડ એરિયામાં જૈવ-વિવિધતાના અભ્યાસ દરમિયાન થઈ હતી. ખાસ કરીને સફેદ રંગના ફૂલો અને છોડની કેટલીક વિશિષ્ટ આકારશાસ્ત્રીય લાક્ષણિકતાઓને કારણે આ છોડ સામાન્ય રીતે જોવા મળતા રુંજિયા રીપેન્સથી અલગ હોવાનું સંશોધકોના વિગતવાર અભ્યાસમાં સામે આવ્યું છે. -> વન અને પર્યાવરણ મંત્રીએ સંશોધકોને અભિનંદન પાઠવ્યા : વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન…

દેશમાં ઈ-કેવાયસી માટે My Ration એપ્લિકેશનનો ગુજરાતમાં 97 ટકા ઉપયોગ: સાબરકાંઠામાં 2.20 લાખ રેશનકાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ Remarkable Achievement

દેશમાં ઈ-કેવાયસી માટે My Ration એપ્લિકેશનનો ગુજરાતમાં 97 ટકા ઉપયોગ: સાબરકાંઠામાં 2.20 લાખ રેશનકાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ My Ration ગુજરાતમાં જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ટેક્નોલોજી આધારિત બનાવવા માટે ઈ-કેવાયસીની કામગીરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં રેશનકાર્ડ ધરાવતા પાત્ર લાભાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કામગીરીમાં My Ration મોબાઇલ એપ્લિકેશનનો ગુજરાતમાં 97 ટકા જેટલો નોંધપાત્ર ઉપયોગ થયો હોવાનું અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું. મંત્રીશ્રીએ સાબરકાંઠા જિલ્લામાં ઈ-કેવાયસીની કામગીરી અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 9,70,735 વ્યક્તિઓના 2,20,161 રેશનકાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરી દ્વારા એન.એફ.એસ.એ. હેઠળના પાત્ર લાભાર્થીઓની ઓળખને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કરવામાં…

One thought on “ગુજરાત AI યુગનું પ્રાઈમ મૂવર બનવાની દિશામાં, 7.5 GW ડેટા સેન્ટર ક્ષમતાનો લક્ષ્યાંક Exponential Growth

Comments are closed.