Ahmedabad : અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો, યુવાનની કરાઈ ઘાતકી હત્યા

અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાની ઘટના બની સામે આવી છે. ઈસનપુર વિસ્તારમાં એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ગળા ઉપર છરીના ઘા મારીને યુવકની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. મળતી માહિતી મુજબ, મૃતક અજીજ ખાન પઠાણ નરોડાના દિલીપની ચાલીમાં પરિવાર સાથે રહેતો હતો. મૃતકના પત્ની અને ત્રણ બાળકો છે. જેમાં મૃતક અને પત્ની વચ્ચે વિવાદના કારણે છૂટાછેડા થઈ ગયા હતા.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં રિક્ષાચાલકો આંદોલનનાં માર્ગે, રિક્ષા પર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યો

જેથી તેની પત્ની બાળકોને લઈને વટવા ખાતે રહેવા માટે જતી રહી હતી. પરતું થોડા સમય પછી બંને ફરી એક બીજા સાથે વાત કરવાની શરૂ કરી હતી. અને સાથે રહેવાનું નક્કી કર્યું હતું. રમજાન માસમાં તેમણે ફરીથી નિકાહ કરવાનું પણ નક્કી કર્યું હતું. મૃતક અજીજ અવાર નવાર પત્ની અને બાળકોને મળવા માટે વટવા ખાતે જતો હતો. મૃતક અજીજ રવિવારે સવારના સમયે પત્ની અને બાળકોને મળવા માટે ઘરથી નીકળ્યો હતો. રમજાનના તહેવારના કારણે તે બાળકોને પૈસા અને કપડાં અપવવા માટે ગયો હતો.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત, પોલીસ બેડામાં શોકનો માહોલ

રાત્રિ દરમિયાન મૃતક પાછો નરોડા માટે પરત ફરી રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ કેડીલા બ્રિજ પાસે 34 વર્ષીય યુવાની તીક્ષણ હથિયાર વડે ઘા મારી હત્યા કરી નીપજાવી હતી. ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેડિલા બ્રિજ પાસે આ ઘટના બની હતી. જેમાં અજાણ્યા શખ્સોએ યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *