ગેરરીતિ બદલ રાજકોટની શાંતિ હોસ્પિટલને PMJAYમાંથી કરાઈ સસ્પેન્ડ, 23.15 લાખનો ફટકાર્યો દંડ

ગુજરાતમાં દિવસેને દિવસે હોસ્પિટલોની બેદરકારી સામે આવી રહી છે. ત્યારે રાજ્યની પીએમજય યોજનામાંથી વધુ એક હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં આ હોસ્પિટલને લાખો રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ તાજેતરમાં રાજકોટની શાંતિ હોસ્પિટલ સામે ગેરરીતિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં PMJAYમાંથી હોસ્પિટલને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી. આ ઘટનામાં શાંતિ હોસ્પિટલને 23.15 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તપાસ દરમિયાન હોમ પોર્ટલ ઉપર રજીસ્ટર્ડ થયેલા ડૉક્ટર ગેરહાજર હતા.

6 મહિના માટે સસ્પેન્ડ :- હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં ગોટાળા નિકળ્યા હતા. ત્યારે હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે PMJAYમાંથી 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત સર્જરી કરતા ડોક્ટરનું નામ પોર્ટલમાંથી દૂર કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા PMJAY હેઠળ સારવારમાં મુશ્કેલી માટે નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દર્દીઓ સારવારમાં મુશ્કેલી જણાય તો વિગતો નંબર પર મોકલી શકે તેના માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેની જાણકારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વીટ કરી આપી હતી. જેમાં મુશ્કેલી અંગે લેખિતમાં 9227723005 પર વ્હોટ્સએપ નંબર પર સંપર્ક કરી જણાવી શકાશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *