ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે Prince Rahim આગા ખાન Vની મુલાકાત, સસ્ટેનેબલ વિકાસ માટે સહયોગની નવી તકો પર ચર્ચા
Prince Rahim ગાંધીનગર: આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક (AKDN)ના ચેરમેન અને શિયા ઇસ્માઈલી મુસ્લિમોના 50મા વંશપરંપરાગત ઇમામ Prince Rahim આગા ખાન Vએ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુજરાત સરકાર અને આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક વચ્ચે સસ્ટેનેબલ, સમાવેશી અને માનવકેન્દ્રી વિકાસ માટે સહયોગની નવી સંભાવનાઓ અંગે ફળદાયી ચર્ચા થઈ હતી.
મુલાકાતમાં ખાસ કરીને જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ, સોલાર એનર્જી, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ અને સહકારી ક્ષેત્ર જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષે ગ્રાસરૂટ લેવલ સુધી વિકાસલક્ષી પહેલો પહોંચાડવા માટે પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવાની દિશામાં સકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ Prince Rahim આગા ખાન Vનું કર્યું સ્વાગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં Prince Rahimઆગા ખાન Vનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, AKDNની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, એન્ટરપ્રાઇઝ પ્રમોશન તથા વંચિત અને સંવેદનશીલ સમુદાયોના સશક્તિકરણ અંગેની પ્રાથમિકતાઓ ગુજરાતની વિકાસ ફિલોસોફી સાથે સુસંગત છે.
આ મુલાકાત દરમિયાન રાજ્યના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને પહેલોની માહિતી પણ મુખ્યમંત્રીએ આપી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના જીવનધોરણમાં સુધારો થાય અને સ્થાનિક સ્તરે રોજગાર તથા આર્થિક તકો ઊભી થાય તે માટે સરકારના પ્રયાસો અંગે ચર્ચા થઈ હતી.
જળ સંરક્ષણ પર વિશેષ ચર્ચા
ગુજરાતના સસ્ટેનેબલ વિકાસમાં જળ સંરક્ષણને મહત્વપૂર્ણ પરિમાણ ગણાવતા મુખ્યમંત્રીએ રાજ્યમાં હાથ ધરાયેલા વિવિધ પ્રયાસોની માહિતી આપી હતી. તેમાં વોટર કન્ઝર્વેશન, રેઇનવોટર હાર્વેસ્ટિંગ, ગ્રાઉન્ડવોટર રિચાર્જ અને જળાશયોના પુનઃસજીવન જેવા કામોનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જળ સંરક્ષણ માત્ર સરકારી કાર્યક્રમ પૂરતું સીમિત ન રહેતા તેને જનઆંદોલનનું સ્વરૂપ મળ્યું છે. પાણીના સ્ત્રોતોના સંરક્ષણ અને ભૂગર્ભજળના રિચાર્જ માટે વિવિધ સ્તરે કરવામાં આવતા પ્રયાસો અંગે પણ ચર્ચા થઈ હતી.Prince Rahim આગા ખાન Vએ પણ જળ સંરક્ષણ અને પર્યાવરણ સાથે જોડાયેલા ક્ષેત્રોમાં રાજ્ય સરકાર સાથે સહયોગની તત્પરતા દર્શાવી હતી. ભવિષ્યમાં ગ્રાસરૂટ લેવલે આવી પહેલોને વધુ મજબૂત કરવાની સંભાવનાઓ અંગે બંને પક્ષે સકારાત્મક ચર્ચા કરી હતી.

Prince Rahim: મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીમાં ગુજરાતની પહેલ
મુલાકાત દરમિયાન મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતી અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ ગુજરાતમાં મિલેટ્સના ઉત્પાદન, પ્રોસેસિંગ અને વેલ્યુ એડિશન માટે હાથ ધરાયેલી વિવિધ પહેલોની માહિતી આપી હતી.
રાજ્ય સરકારે મિલેટ્સનો વાવેતર વિસ્તાર વધારવા, તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે જાગૃતિ ફેલાવવા અને ખેડૂતોને મિલેટ્સના પ્રોસેસિંગ માટે પ્રોત્સાહિત કરવા ‘મિલેટ ડેવલપમેન્ટ સ્કીમ’ અમલમાં મૂકી છે. આ ક્ષેત્રમાં ખેડૂતોની આવક વધારવા અને મિલેટ આધારિત મૂલ્યવર્ધિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટેની શક્યતાઓ અંગે પણ ચર્ચા થઈ હતી.Prince Rahim આગા ખાન Vએ પ્રાકૃતિક ખેતી અને મિલેટ અન્નના ક્ષેત્રમાં પણ સહયોગની તૈયારી દર્શાવી હતી.
Prince Rahim: સોલાર એનર્જી ક્ષેત્રે સહયોગની શક્યતા
ગુજરાતની સોલાર એનર્જી ક્ષેત્રની પ્રગતિ અંગે પણ મુખ્યમંત્રીએ માહિતી આપી હતી. રાજ્યની સોલાર ઇન્સ્ટોલ્ડ કેપેસિટી 34,880 મેગાવોટ સુધી પહોંચી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત ‘પી.એમ. સૂર્ય ઘરઃ મુફ્ત બીજલી યોજના’ હેઠળ રાજ્યમાં 10 લાખ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 8.39 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી હોવાનું પણ જણાવાયું હતું.સોલાર એનર્જી અને સોલાર પંપના ક્ષેત્રમાં પણ આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્ક સાથે સહયોગની વિવિધ સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાતના સહકારી મોડલની પણ ચર્ચા
મુલાકાત દરમિયાન ગુજરાતના સહકારી ક્ષેત્રના સફળ મોડલ અંગે પણ ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ‘સહકાર સે સમૃદ્ધિ’ના મંત્ર સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ગુજરાતમાં 87 હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત હોવાનું જણાવાયું હતું. પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ એટલે કે PACSના માધ્યમથી સહકારી વ્યવસ્થાને ગ્રામ્ય સ્તરના માઇક્રો લેવલ સુધી પહોંચાડવામાં આવી રહી છે.ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા અને PACSને ગામડાઓમાં વિવિધ સેવાઓ પૂરી પાડતી ‘નાની કોર્પોરેટ કંપની’ તરીકે વિકસાવવાના રાજ્યના અભિગમ અંગે પણ ચર્ચા થઈ હતી.
મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતા પર ભાર
ગુજરાતમાં મહિલા સશક્તિકરણ અને ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રે ચાલી રહેલી પહેલો પણ મુલાકાતનો મહત્વપૂર્ણ ભાગ રહી હતી. મહિલા સ્વાવલંબન ઇકોસિસ્ટમ હેઠળ મહિલાઓને અવેરનેસ અને એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
આ પ્રકારની તાલીમના માધ્યમથી મહિલાઓને માઇક્રો-એન્ટરપ્રાઇઝ શરૂ કરી આર્થિક રીતે સ્વાવલંબી બનવામાં મદદ મળી રહી છે. આ ક્ષેત્રમાં પણ AKDN સાથે સહયોગની શક્યતાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગ્રાસરૂટ લેવલે સહયોગ વધુ મજબૂત કરવાની તૈયારી
મુલાકાતના અંતે Prince Rahimઆગા ખાન Vએ ગુજરાત સરકાર સાથે ગ્રાસરૂટ લેવલે સહયોગ વધુ સંગીન બનાવવાની તત્પરતા દર્શાવી હતી. બંને પક્ષે પોતાની પરસ્પર પૂરક ક્ષમતાઓના આધારે વિકાસલક્ષી સહયોગને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો હતો.ખાસ કરીને સસ્ટેનેબલ, ઇન્ક્લુઝિવ અને પીપલ-સેન્ટ્રિક ડેવલપમેન્ટ માટે સાથે મળીને કામ કરવાની દિશામાં સકારાત્મક અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ મુલાકાત માત્ર સૌજન્ય મુલાકાત પૂરતી ન રહેતા ગુજરાતના વિકાસ મોડલ અને AKDNની વૈશ્વિક વિકાસલક્ષી પહેલો વચ્ચે ભવિષ્યમાં વધુ સહયોગ માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની શકે છે. જળ સંરક્ષણથી લઈને મહિલા સશક્તિકરણ, મિલેટ્સ, સોલાર એનર્જી અને ગ્રામ્ય વિકાસ સુધીના ક્ષેત્રોમાં સંયુક્ત પ્રયાસો દ્વારા સમાજના વિવિધ વર્ગો સુધી વિકાસના લાભો પહોંચાડવાની નવી તકો ઊભી થઈ શકે છેઆ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્મા અને મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





