પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં

પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ગોધરા-દાહોદ હાઈવે પર પરવડી પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા આ ઘટના બની હતી. તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વની વાત છે કે,બસે ડમ્પરને પાછળથી ટક્કર મારતા અકસ્માત થયો હતો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડયા છે. પાંચથી વધારે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તો હાલ તમામ મુસાફરો સારવાર હેઠળ છે. પોલીસે તમામના નિવેદનો લીધા છે અને ડ્રાઈવરની પણ પૂછપરછ પણ કરી છે.

આ પણ વાંચો :- અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ

-> સુરતથી ફતેપુરા જતી હતી બસ :- સૂત્રો તરફથી વાત માનીએતો ડ્રાઈવરને ઝોકું આવી જતા આ ઘટના બની હતી. બસ સુરતથી ફતેપુરા તરફ જઈ રહી હતી અને બસ મુસાફરોથી ભરેલી હતી. બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. અને પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કામગીરી પણ શરૂ કરી છે. જે મુસાફરોની તબિયત સારી છે તે લોકોને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. તો અન્ય વધુ ગંભીર મુસાફરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Follow us On Social Media

🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *