અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી

અમેરીકાની ધરતી પર ફરી એકવાર ગુજરાતી પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. અમેરિકામા વર્જિનિયાનામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર થયાની વિગતો સામે આવી છે. જ્યાં અશ્વેત વ્યક્તિએ ગોળીબાર કરતા પિતા-દીકરીના મોત થયા છે. વર્જિનિયાનામાં મુળ ગુજરાતના મહેસાણાના કનોડા ગામનો પરિવાર હતો જે વર્ષોથી વર્જિનિયાનામાં રહેતો હતો. આ પણ વાંચો :- જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને 2 દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું છે. મૃતક પ્રદીપ રતિલાલ પટેલ અને તેમની દીકરીનું અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગની ઘટનામાં મોત થયું છે, હાલમાં આ સમગ્ર મામલે…

Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું

ગુજરાત સહિત દેશમાં આત્મહત્યાના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આવી જ એક ચોંકાવનારી ઘટના આણંદથી સામે આવી છે. આણંદમાં રહેતી મોડલિંગ અને ઇન્ફ્લુએન્સર તરીકે કામ કરતી રિદ્ધિ સુથારની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે. જણાવી દઈએ કે, રિદ્ધિના પતિ રૂષિન પટેલ આણંદના બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનના હોદ્દા પર કામ કરી રહ્યા છે. આ પણ વાચો :- આમિર ખાન: શું પરિવાર આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડથી ખુશ છે? જાણો અભિનેતાની બહેને ગૌરી સ્પ્રેટ વિશે શું કહ્યું આણંદના બોરીયાવી નપાના કારોબારી ચેરમેનની પત્નીએ આપઘત કરી લેતા ખળભળાટ મચ્યો છે,આણંદની લાંભવેલ પાસે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે.કારોબારી ચેરમેન રૂષિન પટેલની પત્નીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,તો પોલીસે સમગ્ર ઘટનામાં હાલ અકસ્માતે મોતનો ગુનો…

Rajkot : રાજકોટમાં ફાયર સેફ્ટીના અભાવે 74 હાઇરાઇઝ બિલ્ડીંગોને ફટકારી નોટિસ

રાજકોટમાં ધૂળેટીનાં તહેવારનાં દિવસે રેસીડેન્સીયલ બિલ્ડીંગ એટલાન્ટિસનાં છઠ્ઠા માળે અચાનક આગ લાગી હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ત્યાર બાદ રાજકોટ શહેરમાં અનેક બિલ્ડીંગોમા ફાયરનાં નિયમોનું પાલન થતું ન હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરમાં આવેલ અનેક બિલ્ડીંગોમાં ફાયરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. તેમજ કેટલીક જગ્યાએ તો ફાયરનાં સાધનો ચાલી શકે તેવી હાલતમાં પણ ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ પણ વાંચો :- Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ આગની ઘટનામાં ત્રણ લોકોનાં મોતને લઈને આવી ઘટનાઓ ફરીવાર ન બને તેને લઇ ફાયર વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટમાં ફાયર વિભાગ NOC અને ફાયર સેફ્ટીના સાધનોને લઈને હાઇરાઇઝ બિલ્ડીંગોમાં…

Aravalli : અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોનાં મોત, રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઇવે કરાવ્યો બંધ

અરવલ્લીમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લીના અણસોલ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં ટેન્કર ચાલકે બેદરકારી રીતે ટેન્કરને હાંકી હતી. જેના કારણે બાઈક પર સવાર ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે આ ઘટનાને લઇ મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો હતો. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત મળતી માહિતી મુજબ બાઇક પર સવાર લોકો આસપાસના ગામના હતા. ત્યારે વધુ સ્પીડે જતી ટેન્કરની અડફેટે આવતા ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જેના કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. ત્યારે ફરી આવી ઘટના ન સર્જાય તેને લઇ ગ્રામજનો દ્વારા નેશનલ હાઇવેને બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે કલાકો સુધી હાઈવે…

Ahmedabad : અમદાવાદમાં કેડિલા કંપનીનાં 4 કર્મચારીઓ થયાં બેભાન, 1 મહિલા કર્મચારીનું મોત

અમદાવાદના ધોળકામાં આવેલ કેડીલા કંપનીમાં એક દુર્ઘટના બની હતી. કેડીલા કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલાઓ અને એક પુરુષ કર્મચારી અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. આ ઘટનામાં એક મહિલા કર્મચારી, વર્ષા બેન રાજપૂતનું દુઃખદ મૃત્યુ થયું છે. અન્ય 3 કર્મચારીઓ, જેમની હાલત ગંભીર છે, તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યા આ તમામ કર્મચારીઓની સારવાર ચાલી રહી છે. આ પણ વાંચો :- Surat : સુરત પોલીસ એક્શન મોડમાં, ઉધનામાં ગેંગ ચલાવનાર રાહુલના મકાન પર ફર્યુ બુલડોઝર જો કે, હજુ સુધી આ કર્મચારીઓ કેમ કંપનીના વોશરૂમમાં બેભાન થઈ ગયા તે કારણ અકબંધ છે. હાલમાં મૃતક મહિલા કર્મચારીને PM રિપોર્ટ માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પેનલ ડોક્ટર દ્વારા મૃતક મહિલાનું પીએમ કરવામાં આવશે. આ સિવાય FSLની પણ…

Morbi : મોરબીમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યાનો કેસ ઉકેલ્યો, ત્રણ આરોપીઓની કરી ધરપકડ

મોરબીમાં પોલીસે હત્યા કેસનાં આરોપીઓને ઝડપી પાડ્યા છે. શનિવારે રાત્રીના સમયે ટ્રાન્સપોર્ટની ઓફીસ બહાર ગેલેરીમાં સુવાની ના પાડનાર આધેડને ત્રણ લુખ્ખા તત્વોએ આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જે બનાવમાં પોલીસે હત્યા કરનાર હાલ ત્રણેય હત્યારાઓ ઓળખ કરી લીધી હતી. અને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. અને તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. આ પણ વાંચો :- gandhinagar : આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર, ગ્રેડ પ્રે સહિતની માગ લઈને કરાયો વિરોધ મળતી માહિતી મુજબ, ગિરિરાજગીરી ઉર્ફે સંદીપગીરી જેઠીગીરી ગોસાઈ નામના ટ્રાન્સપોર્ટર યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના તેઓ ઓફિસથી જમવા ગયા હતા ત્યારે તેમના પિતા જેઠીગીરી…

Godhra : ગોધરામાં હિટ એન્ડ રન, કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત

ગોધરામાં હિટ એન્ડ રન ઘટના બની હતી. ભુરાવાવ ઓવરબ્રિજ પર કાર ચાલકે મોપેડને અડફેટે લીધુ હતું. જેમાં મોપેડ પર સવાર ત્રણ પૈકી 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનામાં અન્ય 2 ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થયો હતો. જોકે આસપાસના લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં વધુ એક નબીરાએ સર્જાયો અકસ્માત, બાઈકચાલકને લીધો અડફેટે આવી જ ઘટનાં નડિયાદમાં આવે વિકેવી રોડ પર આ ઘટના સર્જાઇ હતી. જેમાં બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કાર ડ્રાઇવરે ગફલતભરી રીતે હંકારતા માર્ગેથી પસાર થતા બાઇક ચાલકને ટક્કર મારી હતી. ત્યારે ગાડીએ બાઇકને ટક્કર મારતા આ…

Rajkot : ગોંડલમાં રાજકુમાર જાટનાં મોતનો કેસ, પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં થયો ખુલાસો

રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈ છેલ્લા ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આ સમગ્ર કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે,રાજકુમાર જાટના મોતને લઇ પોલીસનો દાવો છે કે અકસ્માતમાં તેનું મોત થયું છે એટલે કે બસની અડફેટે તેનું મોત થયું હોવાની વાત સામે આવી છે,પોલીસે ખાનગી બસને પણ ગુનામાં લીધી છે અને ડ્રાઈવર અને કલિનરની અટકાયત કરી છે. આ પણ વાંચો :- Ahmedabad : આજે ગરમીથી મળશે રાહત, પવનોની દિશા બદલતા તાપમાનમાં નોંધાયો ઘટાડો અકસ્માતમાં રાજકુમાર જાટનું થયું મોતઃ પોલીસ :- સમગ્ર ઘટનાને લઇ તેઓએ જણાવ્યું હતું કે રાજકુમારના મોત અંગે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં શરીર પર નાની મોટી 42 ઇજાના નિશાનો જોવા મળ્યા છે. આ ઇજા પ્રાથમિક દ્રષ્ટ્રીએ અકસ્માતને કારણે…

Rajkot : રાજકોટમાં ધૂળેટીના પર્વ પર જ હાઈરાઇઝ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોના મોત

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક બિલ્ડિંગમાં આગ લાગી છે. હાયરાઈઝિંગ બિલ્ડિંગમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી છે અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી કરવામાં આવી રહી છે. આગની આ ઘટનામાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદમાં હનીટ્રેપ કેસનાં આરોપીઓ સકંજામાં, વેપારીને ફસાવી એક લાખની ખંડણી અને લૂંટ ચલાવી હતી ફાયર વિભાગે બચાવ કામગીરી શરૂ કરી :- મળતી માહિતી મુજબ, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે આગ લાગી છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા બિલ્ડિંગમાં રહેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ધુમાડાને કાઢવા…

Valsad : વલસાડમાં યુવતીએ નંદીમાં ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસે તપાસ હાથ ધરી

વલસાડનાં પારડીમાં નદીમાં એક યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતી દ્વારા પુલ પર થોડો સમય ઉભા રહ્યા બાદ અચાનક જ નદીમાં છલાંગ લગાવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને થતા તેઓ તાત્કાલીક દોડી આવ્યા હતા. અને યુવતીને બચાવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. મહામહેનતે તરવૈયાઓ દ્વારા યુવતીને બહાર કાઢવામાં આવી હતી. આ પણ વાંચો :- gandhinagar : ગુજરાતી કલાકારની નારાજગીને લઈ કીર્તિદાન ગઢવીનું નિવેદન, કહ્યું- વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે ચંદ્રપુરનાં તરવૈયાઓએ સાડીની મદદથી યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવતી દ્વારા સાડીનો છેડો પકડી લીધો હતો. જે બાદ મહા મહેનતે યુવતીને નદીમાંથી બહાર કાઢી તેનાં ઘરે સલામત રીતે મોકલવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાનો કોઈએ વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ વીડિયો બે દિવસ બાદ…