અમદાવાદમાં મહિલાને થયો કડવો અનુભવ, હોટલનાં માલિકે મહિલાને વોશરૂમ ન જવા દેતા મામલો બિચક્યો

અમદાવાદમાં મહિલાને કડવો અનુભવ થયો છે. યુનિવર્સિટી વિસ્તારમાં પીરિયડ્સ દરમિયાન મહિલાને વોશરૂમ જવું હતું. પરંતુ હોટલના માલિકે તેને વોશરૂમનો ઉપયોગ કરવા દેવાનો ઇન્કાર કરી દીધો અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, આ મહિલા થોડા દિવસ પહેલા યુનિવર્સિટી પાસેથી પસાર થતી હતી

મહિલા પીરિયડ્સમાં હોવાથી વોશરૂમ જવું હતું. હોટેલ લુત્ફ નજીક હોવાથી મહિલા ત્યાં પહોંચી. પરંતુ મહિલાને હોટેલ માલિકે તેના વોશરૂમનો ઉપયોગ કરવા માટે ના પાડી દીધી. મહિલાને કડવો અનુભવ થયો હતો. હોટલ માલિકે ના પાડી અને અંતે મહિલાએ તેની સાથે બનેલી ઘટના અંગે પોલીસમાં અરજી કરી હતી.

તો બીજી તરફ હોટેલ માલિક હરપ્રભ સીંગે જણાવ્યું હતું કે, મહિલાને વોશરૂમ ઉપયોગ કરવાનની મનાઈ નથી કરવામાં આવી. મહિલાએ દિવસે એક યુવક સાથે આવી હતી. મહિલા અને યુવકે પરવાનગી વગર પાછળથી અંદર પ્રવેશ કર્યો માટે તેમને રોક્યા હતા. મહિલાને સ્ટાફ વોશરૂમ ઉપયોગ માટે કહ્યું હતું અને તેની સાથેનો યુવક વોશરૂમ જોવા પણ ગયો હતો પરંતુ તેમને ગંદુ લાગતા તેઓ ચાલ્યા ગયા હતા.

Related Posts

અમદાવાદમાં હુક્કાબાર સામે પોલીસની મોટી કાર્યવાહી: સંચાલક સહિત અનેકની અટકાયત

અમદાવાદ શહેરમાં ગેરકાયદે હુક્કાબાર સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાબરમતી પોલીસે એસ.પી. રિંગ રોડ પર આવેલા એક કેફેમાં દરોડો પાડી ગેરકાયદે રીતે ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો છે. કેફેની…

ભારે વરસાદ અને આકાશી વીજળીથી કેવી રીતે બચશો?, નિષ્ણાતોની મહત્વપૂર્ણ સલાહ

ગુજરાતમાં ચોમાસું જોર પકડી રહ્યું છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ આકાશી વીજળીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં જાનમાલનું નુકસાન ટાળવા માટે સાવચેતી રાખવી અત્યંત જરૂરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *