અમેરીકાની ધરતી પર વધુ ગુજરાતીઓના મોત,મોલમાં પિતા-પુત્રીને એક શખ્સે મારી ગોળી

અમેરીકાની ધરતી પર ફરી એકવાર ગુજરાતી પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. અમેરિકામા વર્જિનિયાનામાં ગુજરાતી પરિવાર પર ગોળીબાર થયાની વિગતો સામે આવી છે. જ્યાં અશ્વેત વ્યક્તિએ ગોળીબાર કરતા પિતા-દીકરીના મોત થયા છે. વર્જિનિયાનામાં મુળ ગુજરાતના મહેસાણાના કનોડા ગામનો પરિવાર હતો જે વર્ષોથી વર્જિનિયાનામાં રહેતો હતો.

આ પણ વાંચો :- જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર, નવા જંત્રીના દર લાગુ કરવામાં થઈ શકે છે વિલંબ

આરોપીએ ગોળી મારતા મોલમાં જ પિતાનું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી પુત્રીને 2 દિવસ સુધી સારવાર માટે આઈસીયુમાં દાખલ રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદ સારવાર દરમિયાન પુત્રીનું પણ મોત થયું છે. મૃતક પ્રદીપ રતિલાલ પટેલ અને તેમની દીકરીનું અમેરિકાના વર્જિનિયામાં ફાયરિંગની ઘટનામાં મોત થયું છે, હાલમાં આ સમગ્ર મામલે વર્જિનિયા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો :- Ahmedabad : અમદાવાદનાં જુહાપુરામાં બુલડોઝર ફરી વળ્યા, ફતેવાડીમાં ગુનેગાર મુશીરની હવેલી તોડી પાડી

આ ઘટનાના પગલે અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. પાપ્ત વિગતો મુજબ હત્યા કરનાર આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન હાલમાં જેલમાં કેદ છે. જો કે, હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી.આપને જણાવીએ કે, અવાર નવાર ભારતીય સમુદાયના લોકો પર હુમલાની ઘના બનતી હોય છે. થોડા સમય અગાઉ પણ એવી જ ઘટનાઓ સામે આવી છે. ભરૂચના જંબુસરના વતની અને દક્ષિણ આફ્રિકામાં નોકરી કરતા યુવકની લૂંટના ઈરાદે હત્યા થઇ હોવાની ઘટના બની હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

સંત રામપાલના સર્મથકો દ્વારા 100થી વધુ ફોન કોલ્સ દ્વારા B INDIAને ધમકી

B INDIA 100થી વધુ ફોનકોલથી માંગ, ધાર્મિક પુસ્તક અંગેના અહેવાલ સામે સંરક્ષકોમાં રોષ B INDIA ગુરુજી ભગવાનજીના અનુયાયીઓનો દાવો—તથ્યોની ચકાસણી કર્યા વિના સમાચાર પ્રસારિત થયા; વીડિયો ડિલીટ કરી માફી માગવાની માંગ, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ધાર્મિક પુસ્તકો અને સનાતન ધર્મના પ્રચાર-પ્રસારને લઈને સોશિયલ મીડિયા તથા ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનો દાવો સામે આવ્યો છે. ગુરુજી ભગવાનજીના અનુયાયીઓ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ધાર્મિક પુસ્તકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રચાર-પ્રસાર અંગે કોઈપણ પ્રકારની પૂરતી હકીકત, આધારભૂત પુરાવા અથવા સંબંધિત પક્ષનો જવાબ મેળવ્યા વિના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ અહેવાલને લઈને અનુયાયીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનુયાયીઓ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *