Godhra : ગોધરામાં હિટ એન્ડ રન, કારની અડફેટે એક્ટિવા ચાલકનું મોત

ગોધરામાં હિટ એન્ડ રન ઘટના બની હતી. ભુરાવાવ ઓવરબ્રિજ પર કાર ચાલકે મોપેડને અડફેટે લીધુ હતું. જેમાં મોપેડ પર સવાર ત્રણ પૈકી 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ ઘટનામાં અન્ય 2 ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થયો હતો. જોકે આસપાસના લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા સમગ્ર મામલે શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :- Vadodara : વડોદરામાં વધુ એક નબીરાએ સર્જાયો અકસ્માત, બાઈકચાલકને લીધો અડફેટે

આવી જ ઘટનાં નડિયાદમાં આવે વિકેવી રોડ પર આ ઘટના સર્જાઇ હતી. જેમાં બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર કાર ડ્રાઇવરે ગફલતભરી રીતે હંકારતા માર્ગેથી પસાર થતા બાઇક ચાલકને ટક્કર મારી હતી. ત્યારે ગાડીએ બાઇકને ટક્કર મારતા આ ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જોકે અકસ્માત બાદ કારમાં સવાર યુવક અને યુવતી ફરાર થઇ ગયા હોવાનું લોકોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :- Botad : બોટાદમાં પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો

ઉલ્લેખનિય છે કે, વડોદરા હીટ એન્ડ રનની ઘટનામાં નશામાં ચકચૂર યુવકે એક મહિલાનો જીવ લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે હોળી-ધૂળેટીનો તહેવાર હોઈ લોકો તહેવાર મનાવવા પોતાનાં સગાસબંધીને ત્યાં જતા હોય છે. ગાંધીનગરથી એક દંપતિ તહેવાર નિમિત્તે પોતાનાં સગા સબધીને ત્યાં કાર લઈ જઈ રહ્યા હતા. તે દરમ્યાન દહેગામ પાસે આવેલ ઉમિયા મંદિર પાસે કાર અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત શિપબિલ્ડિંગ પોલિસી: ₹27,000 કરોડથી વધુનું રોકાણ અને રોજગારીની તકો (Big News)

₹27,000 કરોડથી વધુનું રોકાણ આકર્ષવાનો લક્ષ્ય: નવી મેરિટાઇમ પોલિસીથી શિપબિલ્ડિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળશે નવી ગતિ નવી મેરિટાઇમ પોલિસી હેઠળ શિપબિલ્ડિંગ, શિપ રિપેરિંગ અને મરીન મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ₹27,000 કરોડથી…

બાલવાટિકા સર્ટિફિકેટ વગર ધોરણ-1 માં પ્રવેશ: સરકારનો મોટો નિર્ણય, RTE હેઠળ કડક કાર્યવાહી Big Decision

શાળાઓ માટે રાજ્ય સરકારની કડક સૂચના: બાલવાટિકા સર્ટિફિકેટ વગર પણ આપવો પડશે પ્રવેશ, નિયમ ભંગ કરનાર સામે RTE હેઠળ કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને સ્પષ્ટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *