લેબનોનમાં ઇઝરાયલના ભીષણ હવાઈ હુમલા : હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર સહિત 12ના મોત

લેબનોનના પૂર્વી અને દક્ષિણ વિસ્તારોમાં રવિવારે ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ કમાન્ડર સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત નીપજ્યા હોવાનું અહેવાલો જણાવે છે. હુમલાઓને કારણે પ્રદેશમાં ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે દાવો કર્યો છે કે બેકા ખીણના બાલબેક વિસ્તારમાં સ્થિત હિઝબુલ્લાહના ત્રણ મહત્વપૂર્ણ કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. સૈન્યના જણાવ્યા મુજબ, આ સેન્ટરોનો ઉપયોગ ઇઝરાયેલ વિરુદ્ધ રોકેટ હુમલા અને અન્ય સશસ્ત્ર ગતિવિધિઓના આયોજન માટે થતો હતો. નવેમ્બર 2024ના યુદ્ધવિરામ બાદ આ સૌથી ઘાતક હુમલો ગણાઈ રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતકોમાં હિઝબુલ્લાહના વરિષ્ઠ કમાન્ડર હુસૈન મોહમ્મદ યાઘીનો સમાવેશ થાય છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે હુમલામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં…

ઇઝરાયલી દળોએ લીધો આતંકવાદી હુમલાનો બદલો, ગાઝામાં મચાવી તબાહી

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધવિરામ વચ્ચે, ઇઝરાયલી સેનાએ ભારે ગોળીબાર કર્યો છે. બુધવાર બપોર સુધી ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. દરમિયાન, ઇઝરાયલે કહ્યું છે કે હુમલા ચાલુ રહેશે. સેનાએ કહ્યું કે આ ઇઝરાયલી સૈનિકો પર આતંકવાદી હુમલાનો જવાબ છે. આતંકવાદી હુમલામાં એક ઇઝરાયલી સૈનિક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ગાઝાની એક હોસ્પિટલે જણાવ્યું હતું કે માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોમાં પાંચ બાળકોનો સમાવેશ થાય છે, જેમાં 5 મહિનાનું બાળક અને 10 દિવસનું બાળકનો સમાવેશ થાય છે. મૃતકોમાં સાત મહિલાઓ અને એક પેરામેડિક પણ સામેલ છે. 10 ઓક્ટોબર, 2025 ના રોજ હમાસ સાથે યુદ્ધવિરામ થયા પછી ઇઝરાયલી સૈન્યએ અસંખ્ય હુમલાઓ કર્યા છે. ગાઝા આરોગ્ય મંત્રાલયના જણાવ્યા…

ગાઝા બાદ હવે સીરિયા પર ઇઝરાયલનો મોટો હુમલો: દક્ષિણ સીરિયામાં 13ના મોત, ‘આતંકવાદીઓ’ પકડ્યાનો IDFનો દાવો

મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે. ગાઝા પટ્ટીમાં ઇઝરાઈલની કાર્યવાહી વચ્ચે હવે સીરિયાના દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયલે મોટો ઓપરેશન ચલાવ્યું છે. સીરિયન સમાચાર એજન્સી SANA અનુસાર, દક્ષિણ સીરિયાના એક ગામમાં થયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. સીરિયા: “આ યુદ્ધ અપરાધ” સીરિયન વિદેશ મંત્રાલયે ઇઝરાયલની આ કાર્યવાહીকে ‘યુદ્ધ અપરાધ’ ગણાવી છે. મંત્રાલયે આક્ષેપ કર્યો છે કે ઇઝરાયલ ફરી એકવાર સ્થિતિ અસ્થિર કરવા અને વિસ્તારમા હિંસા ભડકાવવાની કોશિશ કરી રહ્યું છે. IDFનો દાવો: “હમાસ–હુથીઓ સાથે જોડાયેલા આતંકવાદીઓ પકડ્યા” ઇઝરાયલી સેના IDFએ તેમના ઓપરેશનને ન્યાયસંગત ગણાવતા જણાવ્યું છે કે ગામમાં ‘જમાહ ઇસ્લામિયા’ નામના સંગઠનના ખતરનાક આતંકવાદીઓ છુપાયેલા હતા. IDFના જણાવ્યા મુજબ: – આ જૂથ હમાસ અને યેમનના હુથીઓ સાથે મિલીભૂત થઈ ઇઝરાયલ વિરુદ્ધ કાવતરું ઘડી…

ઇઝરાયલ–ગાઝા સંઘર્ષ : યુદ્ધવિરામ છતાં ઇઝરાયલના નવા હવાઈ હુમલા, 24ના મોત

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા તણાવ દરમ્યાન યુદ્ધવિરામ લાગુ હોવા છતાં ગાઝામાં સ્થિતિ ફરી તંગ બની છે. શનિવારે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ (IDF) એ ગાઝાના અનેક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા હોવાનું ગાઝાના આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ હુમલામાં 24 લોકોના મોત થયા છે અને 54 ઘાયલ થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. ઇઝરાયલનું કહેવું : હમાસે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું ઇઝરાયલી સૈન્યનું કહેવું છે કે હમાસના લડવૈયાઓએ યુદ્ધવિરામ દરમિયાન ઇઝરાયલી નિયંત્રિત વિસ્તારમાં ઘુસી આવીને સૈનિકો પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનાને યુદ્ધવિરામનું ગંભીર ઉલ્લંઘન ગણાવી ઇઝરાયલે હવાઈ હુમલા કર્યા હોવાનું જણાવ્યું હતું. નેતન્યાહૂના કાર્યાલય અનુસાર, આ ઓપરેશનમાં હમાસના 5 વરિષ્ઠ સભ્યો મારવામાં આવ્યા છે. હમાસે ઇઝરાયલ પર યુદ્ધ ફરી શરૂ કરવાનો બહાનો શોધવાનો આરોપ…

લેબનોનમાં શરણાર્થી શિબિરમાં ઇઝરાયલનો ઘાતક હવાઈ હુમલો, 11નાં મોત

દક્ષિણ લેબનોનના આઈન અલ-હિલવેહ શરણાર્થી શિબિર પર મંગળવારે ઇઝરાયલી હવાઈ હુમલામાં 11 લોકોના મોત નિપજ્યા અને અનેક લોકો ઘાયલ થયા. ગયા વર્ષે ઇઝરાયલ-હિઝબુલ્લાહ યુદ્ધમાં થયેલા યુદ્ધવિરામ પછી લેબનોનમાં આ સૌથી ઘાતક હુમલો ગણવામાં આવી રહ્યો છે. રાજ્ય મીડિયા અનુસાર, એક ડ્રોન સિડોનની બહાર આવેલી મસ્જિદના પાર્કિંગમાં ઊભેલી કારને નિશાન બનાવી ટક્કર માર્યો હતો. લેબનોનના આરોગ્ય મંત્રાલયે 11 મોતની પુષ્ટિ કરી છે, પરંતુ ઘટનાસ્થળે હાજર હમાસના લડવૈયાઓએ પત્રકારોને અંદર જવા દીધા નહોતા. ઇઝરાયલનો દાવો vs હમાસનો વિરોધ ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે હુમલો હમાસના “તાલીમ સંકુલ” પર કરવામાં આવ્યો હતો, જ્યાંથી ઇઝરાયલ પર હુમલાની તૈયારી ચાલી રહી હતી. હમાસે આ દાવાને નકારી કાઢતા કહ્યું કે હુમલો એક રમતગમતના મેદાનમાં થયો હતો અને તેને “જઘન્ય ગુનો” ગણાવ્યો. છેલ્લા…

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ, અને યુદ્ધ પછીના શાસન માળખા પર ચર્ચા થઈ. ગાઝામાં સતત હુમલાઓ પર ચિંતા:- બેઠકમાં તુર્કી, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, પાકિસ્તાનઅને ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાનો હાજર રહ્યા. યુદ્ધવિરામ છતાં ગાઝામાં ચાલુ હુમલાઓ અને માનવીય પરિસ્થિતિના સુધારામાં વિલંબ અંગે બધા દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી.તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાનેજણાવ્યું કે, “અમે ગાઝામાં યુદ્ધ પછી એવું માળખું જોઈશું જેમાં પેલેસ્ટિનિયનો પોતાનું શાસન ચલાવી શકે અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકે.” તુર્કી તરફથી હમાસના સત્તા છોડવાની સંમતિ:- તુર્કીએ જાહેરાત કરી કે હમાસે સત્તા છોડવા માટે સંમતિ આપી છે. આ પગલાને મુસ્લિમ…

ટ્રમ્પની કડક ચેતવણી: હમાસ સત્તા છોડવા ઈનકાર કર્યો તો તબાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ગાઝામાં સત્તા છોડવાની અને તેમના 20-મુદ્દાની શાંતિ યોજનાને સ્વીકારવાની કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હમાસ આ યોજના સ્વીકારવા ઇનકાર કરે, તો તેમને અજ્ઞાત ‘નર્ક’ જેવી તબાહીનો સામનો કરવો પડશે. ટ્રમ્પે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં આ યોજના પર હમાસની જવાબદારી માંગતા જણાવ્યું હતું. શાંતિ યોજનાના મુખ્ય મુદ્દાઓ: – બંદીઓની મુક્તિ: હમાસે 48 બંદીઓને મુક્ત કરવાની સંમતિ આપી છે, જેમાંથી 20 જીવિત માનવામાં આવે છે. વિનિમયમાં ઈઝરાયલ 1,170 ફિલિસ્તીની બંદીઓને મુક્ત કરશે. – અસ્થાયી વહીવટી માળખું: ટ્રમ્પે ગાઝામાં શાંતિ બોર્ડની રચના કરવાની યોજના રજૂ કરી છે, જેનું અધ્યક્ષપદ તેઓ પોતે સંભાળશે. આ બોર્ડમાં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર જેવા આંતરરાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ થશે. – હથિયારોનું વિસર્જન: હમાસના સભ્યોને…

UNમાં નેતન્યાહૂનો વિવાદિત પ્રવેશ, 100થી વધુ દેશોએ બોલતાં પહેલા જ કર્યું વોકઆઉટ

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ વખતે એક વિલક્ષણ દૃશ્ય જોવા મળ્યું. તેઓ સ્ટેજ પર આવ્યા તે પહેલાજ 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ સદનમાંથી વોકઆઉટ કરી લીધો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી અસહમતિને દર્શાવતા આ દ્રશ્યે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ભાષણની શરૂઆત પહેલાં જ બહિષ્કાર નેતન્યાહૂનું ભાષણ શરૂ થવાનાં થોડા સમય પહેલાં જ, અમેરિકા સહિત અનેક યુરોપીય અને એશિયન દેશોના પ્રતિનિધિઓએ શાંતિપૂર્વક યુએન જનરલ એસેમ્બલી હોલ છોડ્યો. જ્યારે નેતન્યાહૂ બોલી રહ્યા હતા, ત્યારે મોટાભાગની બેઠકો ખાલી હતી. આ વોકઆઉટનો સીધો સંદર્ભ ગાઝા અને લેબનન પર ઇઝરાયલ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના હવાઈ હુમલાઓ અને તેના માનવિક અસર સાથે જોડાય છે. ઇઝરાયલના હુમલાઓ અને ટોળાએ તાળીઓ વગાડી ભાષણ દરમિયાન, નેતન્યાહૂએ કહ્યું “ઇઝરાયલે હિઝબુલ્લાહના સેંકડો પોઝિશન્સ લેબનનમાં…

ઇઝરાયલે ગાઝામાં ઉગ્ર કાર્યવાહી કરી, ‘મોરાગ કોરિડોર’ દ્વારા નવી લશ્કરી વ્યૂહરચના કરી જાહેર

ગાઝામાં ઇઝરાયલની લશ્કરી કાર્યવાહી સતત તીવ્ર બની રહી છે. ઇઝરાયલી સૈન્યએ હવે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ‘મોરાગ કોરિડોર’ નામની નવી વિભાજન રેખા બનાવવાનો દાવો કર્યો છે. સેનાના જણાવ્યા અનુસાર, ગાઝાનો લગભગ એક તૃતીયાંશ ભાગ હવે ઇઝરાયલી લશ્કરી નિયંત્રણ હેઠળ છે. ગાઝાના મુખ્ય વિસ્તારો પર ઇઝરાયલી કબજો:- ઇઝરાયલી સેનાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે તેણે ગાઝાના ઘણા મહત્વપૂર્ણ વિસ્તારો અને માર્ગો પર સંપૂર્ણપણે નિયંત્રણ મેળવી લીધું છે. ‘મોરાગ કોરિડોર’ રફાહ અને ખાન યુનિસ વચ્ચે બનાવવામાં આવ્યો છે, જે આ વિસ્તારોને મધ્ય ગાઝાથી અલગ કરે છે. આ ઉપરાંત, ‘નેત્ઝારિમ કોરિડોર’ નામનો બીજો લશ્કરી બફર ઝોન પણ બનાવવામાં આવ્યો છે, જે ગાઝા શહેરને ઉત્તરીય ભાગથી કાપી નાખે છે.   ગાઝામાં ભારે વિનાશ, ખાન યુનિસ તબાહ:- સિન્હુઆ ન્યૂઝ એજન્સી દ્વારા…

જાણો કોણ છે એ યુવતી જેના કારણે ઇઝરાયેલ-હમાસ વચ્ચેની યુદ્ધ વિરામ સંધિ મુકાઇ છે જોખમમમાં

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો શનિવાર (25 જાન્યુઆરી) સુધી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યો હતો, પરંતુ હાલમાં તેમાં અવરોધ ઉભો થયો છે. એક છોકરીને કારણે પરિસ્થિતિ થોડી બદલાઈ. આ છોકરીનું નામ અરબેલ યેહુદ છે. અરબેલ યેહુદ એક ઇઝરાયેલી નાગરિક છે, જે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલમાં પ્રવેશ્યા પછી હમાસ દ્વારા અપહરણ કરાયેલા બંધકોમાંથી એક છે. ગાઝામાં યુદ્ધવિરામ કરાર હેઠળ, હમાસ આ બંધકોને અલગ બેચમાં મુક્ત કરી રહ્યું છે, તેના બદલામાં ઇઝરાયેલ પણ કેદીઓને મુક્ત કરી રહ્યું છે. આ ક્રમમાં, શનિવારે, હમાસે બીજા બેચમાં ચાર મહિલા બંધકોને મુક્ત કર્યા. ઈઝરાયલે તેના બદલામાં 200 કેદીઓને પણ મુક્ત કર્યા હતા, પરંતુ થોડા સમય બાદ ઈઝરાયેલે હમાસ પર યુદ્ધવિરામ કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.ઈઝરાયેલે કહ્યું કે શનિવારે…