હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે 15 મહિના સુધી યુદ્ધ ચાલ્યું, પરંતુ હવે એક પછી એક રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે યુદ્ધ વિરામ કરારના ભાગ રૂપે, હમાસે શનિવારે લગભગ 200 પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી.AFPના અહેવાલ મુજબ, ચાર સૈનિકો (કરિના એરિવ, ડેનિએલા ગિલ્બોઆ, નામા લેવી અને લીરી અલ્બાગ) ને ગાઝામાં રેડ ક્રોસને સોંપવામાં આવ્યા છે. -> તેલ અવીવમાં ખુશીની લહેર :- મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચાર મહિલાઓની મુક્તિ પહેલાં, હમાસના બંદૂકધારીઓ અને લોકોનુ મોટુ ટોળુ ગાઝા શહેરના પેલેસ્ટાઇન સ્ક્વેર પર એકઠું થયુ હતું. મહિલાઓને પેલેસ્ટાઇનના વાહનમાંથી બહાર કાઢીને સ્ટેજ પર લાવવામાં આવી હતી. તેમણે સ્મિત કર્યું અને ભીડ તરફ હાથ લહેરાવ્યો. પછી તેઓ રેડ ક્રોસના વાહનોમાં સવાર થયા. ગાઝામાં ચાર બંધકોને રેડ ક્રોસને…

પેલેસ્ટાઇને બંધકોની યાદી હજુ સોંપી ન હોવાથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ વિલંબમાં પડ્યો

લોકો લાંબા સમયથી ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ તે રવિવારે મોકૂફ રાખવામાં આવ્યું હતું જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે પેલેસ્ટિનિયન જૂથ દ્વારા બંધકોની યાદી જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધ વિરામ અમલી બનશે નહીં. .હમાસે યુદ્ધવિરામની શરતો પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરતા કહ્યું હતું કે “પ્રથમ જૂથમાં જાહેર કરવામાં આવનારા લોકોના નામ આપવામાં વિલંબ ટેકનિકલ કારણોસર છે.” જો કે, હમાસે કહ્યું છે કે તે બંધકોની યાદી કોઈપણ સમયે ઈઝરાયેલને સોંપી શકે છે. -> યુદ્ધવિરામના થોડા સમય પહેલા નેતન્યાહુના કાર્યાલય તરફથી નિવેદન જારી કરવામાં આવ્યું હતું :- નેતન્યાહુના કાર્યાલયે યુદ્ધવિરામ શરૂ થવાના એક કલાક કરતાં ઓછા સમય પહેલાં એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે તેમણે “આઇડીએફ (સેના)ને…

ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધના સમાધાનમાં જાણો કોનો હાથ

આજનો દિવસ આખી દુનિયા માટે સારા સમાચાર લઈને આવ્યો છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ યુદ્ધનો અંત આવ્યો છે. ૧૫ મહિનાથી ચાલી રહેલા નરસંહારને કારણે ગાઝાની ભૂમિ લોહીથી લાલ થઈ ગઈ છે, પરંતુ હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. આ વાતની પુષ્ટિ તે વ્યક્તિએ પોતે કરી છે જેના કારણે આ યુદ્ધવિરામ કરાર સફળ થયો છે.ઉલ્લેખનીય છે કે આ ભયંકર યુદ્ધને રોકવામાં આ વ્યક્તિની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ રહી છે, જેમણે બંને લડતા દેશોને તેમની ધરતી પર સાથે બેસીને વાત કરવા મજબૂર કર્યા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પણ તેમનો વિરોધ કરી શક્યા નહીં અને હમાસે પણ તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચાલો તમને જણાવીએ કે 15 મહિનાથી ચાલી રહેલા ભીષણ…

ઇઝરાયેલની ચિંતા વધારતા સમાચાર, હમાસે નવા લડવૈયાઓની કરી ભરતી

ઓક્ટોબર 2023 થી ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આમાં પેલેસ્ટિનિયન જૂથ હમાસને તાજેતરના સમયમાં ઘણું નુકસાન થયું છે. તાજેતરના મહિનાઓમાં તેના મોટા ભાગના ટોચના નેતાઓ અને કમાન્ડર માર્યા ગયા છે. આવી સ્થિતિમાં, કેટલાક નિષ્ણાતોએ હાલમાં જ હમાસના વિનાશનો દાવો શરૂ કર્યો હતો, પરંતુ આ જૂથે ફરી એકવાર જોરદાર વાપસી કરી છે. ઈઝરાયેલની વેબસાઈટ જેરુસલેમ પોસ્ટ અને ચેનલ 12એ પોતાના અહેવાલોમાં જણાવ્યું છે કે હમાસ નવા લડવૈયાઓની ભરતી કરીને ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલી આર્મી (આઈડીએફ) સામે જોરદાર વાપસી કરી રહ્યું છે. આ અહેવાલ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂની ચિંતા વધારી શકે છે.ચેનલ 12એ બુધવારે રાત્રે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે હમાસ પાસે હજુ પણ 20,000 થી 23,000 લડવૈયા છે. આઈડીએફનો દાવો છે કે…