અનંત પટેલ કોંગ્રેસ છોડી AAP માં જોડાશે? જાણો કોણે કર્યો દાવો
ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેવા સંકેત સામે આવ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને લઈ મોટો દાવો કર્યો છે. ધવલ પટેલે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે, અનંત પટેલ કોંગ્રેસનો સાથ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાશે. ધવલ પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એક તરફ વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે અને એ કહે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપમાંથી સભ્યો તોડશે. અને એક બાજુ ચૈતર વસાવા કોંગ્રેસના 200 જેટલા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડે છે અને બીજી બાજુ બીજા જ…
જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ
એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાંથી અનેક અટકળો તેજ થઈ છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું છે. આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામાંનું કારણ પણ સામે આવ્યું છે. અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ છે. રાજીનામાં મામલે જેઠા ભરવાડે કહ્યું કે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્યને તક મળે એટલે આ નિર્ણય લીધો છે. હવે…
એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત
નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ…
ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો મહત્વનો નિર્ણય, વિધાનસભાના સચિવને લખેલ આ પત્ર જાણો કેમ ચર્ચામાં
ગુજરાત વિધાનસભાના સિદ્ધપુર બેઠકના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતનો એક પત્ર હાલ ચર્ચામાં છે. આ પત્ર સકારાત્મક રીતે ચર્ચામાં આવ્યો છે. બલવંતસિંહ રાજપૂતે વિધાનસભાના સચિવને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, હું અગાઉ ધારાસભ્ય કે કેબિનેટ મંત્રી હતો ત્યારે પણ સરકારમાંથી કોઈ જ પગાર-ભથ્થા લેતો નહોતો. આજેપણ મને મળવાપાત્ર કોઈ જ પગાર-ભથ્થા હું સ્વીકારતો નથી. ગુજરાતમાં બહુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં થયેલા ફેરફાર બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને એક પત્ર લખવામાં આવ્યો હતો અને પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માંગવામાં આવી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે પત્ર લખી અને પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે. મહત્વની વાત એ છે કે, બળવંતસિંહ રાજપૂત જ્યારે ગુજરાત સરકારમાં ધારાસભ્ય કે મંત્રી પદ પર ન હતા અને…
હવે મંત્રીઓને આ બે દિવસ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા અપાઈ સૂચના, જાણો વિગત
આ સંદર્ભે મંત્રી એ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી. પ્રભારી મંત્રીઓને આપી આ સૂચના આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે. વધુમાં, બધા જ પ્રભારી મંત્રી ઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રી ને સ્થળ-સ્થિતિનો…
2027 પહેલા દાદાનું જમ્બો મંત્રીમંડળ, આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં
વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીની યાદી જાહેર થઈ ચૂકી છે. ભૂપેન્દ્ર પટેલ સરકારનું 2.0 મંત્રીમંડળમાં 26 નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ કુલ 10 પૂર્વ મંત્રીઓને પડતાં મૂકવામાં આવ્યા છે. આ પૂર્વ મંત્રીઓને મુકાયા પડતાં બળવંતસિંહ રાજપૂત રાઘવજી પટેલ ભાનુબેન બાબરિયા મૂળુ બેરા કુબેર ડિંડોર જગદીશ વિશ્વકર્મા મુકેશ પટેલ ભીખુસિંહ પરમાર બચુ ખાબડ કુંવરજી હળપતિ જોકે મંત્રી મંડળમાં જયેશ રાદડિયા, અમિત ઠાકર, ઉદય કાનગડ, મહેશ કસવાળા, હાર્દિક પટેલ, સી. જે. ચાવડા અને અલ્પેશ ઠાકોરના નામ પણ ચાલી રહ્યા હતા. પરંતુ આ કોઈ પણ નેતાઓ ને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:…
આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો સંભવિત મંત્રીઓનું લિસ્ટ
છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ખાતે પદમાનિત મંત્રીઓની શપથ વિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. આ સાથે જ નવા મંત્રીઓના નામને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ અનેક વર્તમાન મંત્રીઓના પત્તા કપાઇ શકે છે આ સાથે જ અમુક રાજ્યકક્ષાના મંત્રીઓનું પ્રમોશન પણ થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. મંત્રીઓને ગાંધીનગર ન છોડવા સૂચના ! આજે રેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 9 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે. આ સાથે…
મંત્રીમંડળનું થશે વિસ્તરણ !કોની સુધરશે દિવાળી ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
ગુજરાતના રાજકારણમાં કોઇ મોટાં ઓપરેશનની સંભાવના દિલ્હીમાં યોજાયેલી એક બેઠક પછી તેજ બની છે. સોમવારે અચાનક જ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ સી. આર પાટીલ વચ્ચે છ કલાકથી વધુ સમય માટે બેઠક ચાલી હતી. રાત્રે 11 વાગ્યા બાદ પણ આ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વધુ વેગ મળ્યો છે અને આ બેઠક બાદ એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે, હવે સરકારમાં ખૂબ મોટા બદલાવો આવી શકે તેમ છે. વર્તમાન મંત્રીમંડળમાં કયા ચહેરા રહેશે અને કયા કપાશે તેને લઇને હવે તર્ક કરવા કે…
ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર
જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક પડકારો સામે આવે તેવી શક્યતાઓ છે. જેમાં સૌથી મોટો પડકાર વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણી હશે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટિલની રણનીતિ ગુજરાત ભાજપ માટે ખૂબ અલગ રહી છે. વર્ષ 2022ની વિધનસભાની ચૂંટણીમાં 156 બેઠકો પર જીત મેળવી અને રેકોર્ડ સર્જ્યો હતો. જે કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ ધવસ્ત કર્યો હતો. હવે જગદીશ વિશ્વકર્મા માટે આ રેકોર્ડ જ મોટો પડકાર છે. કારણકે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકોથી વધુ બેઠકો મેળવી એ જ પહેલી ચેલેન્જ રહેશે. બીજી તરફ આમ આદમી પાર્ટીનું સૌરાષ્ટ્રમાં વધતું જતું પ્રભુત્વએ સ્થાનિક સ્વરાજની…
















