અનંત પટેલ કોંગ્રેસ છોડી AAP માં જોડાશે? જાણો કોણે કર્યો દાવો

ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવે તેવા સંકેત સામે આવ્યા છે. વલસાડના સાંસદ ધવલ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને લઈ મોટો દાવો કર્યો છે. ધવલ પટેલે જાહેરમાં નિવેદન આપતા કહ્યું કે, અનંત પટેલ  કોંગ્રેસનો સાથ છોડી અને આમ આદમી પાર્ટીમાં જોડાશે.

ધવલ પટેલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર આંકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે એક તરફ વાંસદાના ધારાસભ્ય એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવાની વાત કરે છે અને એ કહે છે કે આમ આદમી પાર્ટી અને ભાજપમાંથી સભ્યો તોડશે. અને એક બાજુ ચૈતર વસાવા કોંગ્રેસના 200 જેટલા સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડે છે અને બીજી બાજુ બીજા જ દિવસે વાંસદાના ધારાસભ્ય એમની સાથે પ્રોગ્રામ કરે છે.

ચૈતર વસાવા પર કર્યા પ્રહારો
સાંસદ ધવલ પટેલે વધુમાં કહ્યું કે, ચૈતર વસાવા અને અનંત પટેલ વચ્ચે આંતરિક સાંઠગાંઠ ચાલી રહી છે. ચૈતર વસાવા સતત કોંગ્રેસના સભ્યોને પોતાની તરફ ખેંચી રહ્યા છે અને અનંત પટેલ તેમને આડકતરી રીતે સમર્થન આપી રહ્યા છે. અનંત પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. ધવલ પટેલે ચૈતર વસાવા પર પણ આંકરા પ્રહાર કરતાં તેમને ટુકડે-ટુકડે ગેંગના સભ્ય ગણાવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમદાવાદમાં ઓટોરિક્ષા ભાડામાં વધારો: મિનિમમ ભાડું ₹25, પ્રતિ કિમી ₹20; મુસાફરોમાં નારાજગી

અમદાવાદમાં વધતા CNGના ભાવ વચ્ચે ઓટોરિક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. લાંબા સમયથી ભાડામાં સુધારાની માંગ કરી રહેલા રિક્ષા ચાલકોને રાહત આપતા ટ્રાન્સપોર્ટ વિભાગે નવા ભાડા દરોને મંજૂરી આપી છે.…

યુનિસેફનું ગંભીર એલર્ટ: ઇબોલાના વધતા કેસો, 30 લાખથી વધુ બાળકો જોખમમાં

વિશ્વમાં ફરી એકવાર ઇબોલા વાયરસનો પ્રકોપ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ ઇબોલાના કુલ કેસો વધીને 1,048 થયા છે, જેમાં અત્યાર સુધી 267 લોકોના મોત નોંધાયા છે. મૃત્યુદર…