આવતી કાલે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, જાણો સંભવિત મંત્રીઓનું લિસ્ટ

છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સવારે 11.30 કલાકે મહાત્મા મંદિર ખાતે પદમાનિત મંત્રીઓની શપથ વિધિ યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને શપથ લેવડાવશે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાયું છે. આ સાથે જ નવા મંત્રીઓના નામને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. આ સાથે જ અનેક વર્તમાન મંત્રીઓના પત્તા કપાઇ શકે છે આ સાથે જ અમુક રાજ્યકક્ષાના મંત્રીઓનું પ્રમોશન પણ થશે એવી ચર્ચાઓ ચાલી રહી છે.

મંત્રીઓને ગાંધીનગર ન છોડવા સૂચના !
આજે રેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 9 કલાકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળશે. આ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આચાર્યદેવવ્રતને નવા મંત્રીઓના નામ સોંપશે. આ સાથે જ જેમને રાજીનામાં આપવાના છે તેનું લિસ્ટ પણ સોંપશે એવી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ બિહાર ચૂંટણી પ્રચારમાં ગયેલા નેતાઓ પણ હાલ ગુજરાત પરત ફરશે. અમિત ઠાકર, દિનેશ કુશવાહા, અમૂલ ભટ્ટ પરત આવશે. પ્રવિણ માળી સહિતના ધારાસભ્યો પણ પરત આવશે. મંત્રીઓને બે દિવસ ગાંધીનગર ન છોડવા સૂચના આપવામાં આવી હોવાની વિગતો પણ મળી રહી છે.

આ નેતાઓને લાગી શકે છે લોટરી
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં અમિત ઠાકર, જયેશ રાદડિયા, જિતુ વાઘાણી, મહેશ કસવાલા, રિવાબા જાડેજા, કેયુર રોકડિયા અથવા બાલુ શુકલા, જયરામ ગામીત અને અલ્પેશ ઠાકોરને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. બીજી તરફ ઉદય કાનગડ, સી. જે. ચાવડા અને અર્જુન મોઢવાડીયાને પણ સ્થાન મળી શકે છે. આ સાથે જ રાઘવજી પટેલ, કુબેર ડીંડોર, ભાનુબેન બાબરીયા, જગદીશ પંચાલ, પરસોતમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિને પડતાં મુકાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ સમગ્ર ચર્ચાઓ તર્ક આધારિત ચર્ચાઓ છે. ફાઇનલ નામ જાહેર થયા બાદ જ ખબર પડી શકે છે.

વર્તમાન મંત્રીમંડળ

કેબિનેટ મંત્રી 
-ભૂપેન્દ્ર પટેલ- મુખ્યમંત્રી
-કનુભાઈ દેસાઇ
-ઋષિકેશ પટેલ
-રાઘવજી પટેલ
-બળવંતસિંહ રાજપૂત
-કુંવરજી બાવળિયા
-મુળુભાઈ બેરા
-કુબેર ડીંડોર
-ભાનુબેન બાબરિયા

રાજ્યકક્ષા મંત્રી
-હર્ષ સંઘવી
-જગદીશ વિશ્વકર્મા
-પરષોત્તમ સોલંકી
-બચુભાઈ ખાબડ
-મુકેશ પટેલ
-પ્રફુલ પાનશેરીયા
-ભીખુસિંહ પરમાર
-કુંવરજી હળપતિ

મુખ્ય દંડક –
-બાળકૃષ્ણ શુક્લ

નાયબ મુખ્ય દંડક
-વિજય પટેલ
-કૌશિક વેકરીયા
-જગદીશ મકવાણા
-રમણ સોલંકી

વિધાનસભા અધ્યક્ષ-
-શંકર ચૌધરી
ઉપાધ્યયક્ષ
– જેઠાભાઇ ભરવાડ

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…