Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ
Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો ભાગ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો.
-> ક્લાઇમેટ એક્શનને જીવનશૈલી બનાવવાની જરૂર : ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી ક્લાઇમેટ ચેન્જ અંગેના પ્રયાસો આપણી ‘જીવનશૈલી’ અથવા Way of Life નહીં બને ત્યાં સુધી આ કામગીરી માત્ર સરકારી ફાઇલો અને કાગળો સુધી સીમિત રહી શકે છે. તેમણે ક્લાઇમેટ એક્શનને સાથે મળીને જનઆંદોલન બનાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.તેમણે જણાવ્યું કે Gujarat વર્ષો પહેલાં ક્લાઇમેટ ચેન્જના ક્ષેત્રમાં સંસ્થાકીય સ્તરે પહેલ કરી હતી. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ દરમિયાન ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની શરૂઆત કરવામાં આવી હતી અને આ દિશામાં નક્કર કામગીરી હાથ ધરવામાં આવી હતી.મંત્રીના જણાવ્યા પ્રમાણે પર્યાવરણનું સંતુલન જાળવવા માટે ગ્રીન કવર વધારવું ખૂબ જરૂરી છે. કાર્બન ફૂટપ્રિન્ટમાં વધારો થઈ રહ્યો છે ત્યારે વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના પ્રયાસોને વધુ વ્યાપક બનાવવા જરૂરી છે.
-> Gujarat : ‘એક પેડ મા કે નામ’ જેવા અભિયાનનો ઉલ્લેખ : અર્જુન મોઢવાડિયાએ ગ્રીન કવર વધારવા માટે ચાલી રહેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે આવા પ્રયાસોને જનભાગીદારી સાથે આગળ વધારવાની જરૂર છે.તેમણે કહ્યું કે માનવીની અનેક પ્રવૃત્તિઓ પર્યાવરણ પર અસર કરે છે. જો આ પ્રવૃત્તિઓ અને કુદરતી સંસાધનો વચ્ચે સંતુલન ન જાળવવામાં આવે તો પર્યાવરણ માટે પડકારો વધી શકે છે.તેમણે પ્રકૃતિ પ્રત્યે ભારતીય સમાજની પરંપરાગત લાગણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે આદિવાસી સમાજ સહિત અનેક સમુદાયો વર્ષોથી ડુંગર, નદી, વૃક્ષો અને પ્રાણીઓ સાથે જોડાયેલી પરંપરાઓનું પાલન કરતા આવ્યા છે. જોકે, આજના સમયમાં જરૂરિયાત અને વધતી લાલચ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત છે.
મંત્રી મોઢવાડિયાએ નવી પેઢીને ક્લાઇમેટ ચેન્જ અંગે શિક્ષિત કરવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે બાળકોને સામાન્ય વિષયો સાથે પર્યાવરણ અને આબોહવા પરિવર્તન અંગેનું શિક્ષણ પણ આપવું જરૂરી છે.તેમના મતે શાળાઓ અને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં ક્લાઇમેટ ચેન્જ સંબંધિત એક-બે પ્રકરણોનો સમાવેશ કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં નાની ઉંમરથી જ પર્યાવરણ અંગે જાગૃતિ વિકસાવી શકાય.તેમણે કહ્યું કે ભવિષ્યની પેઢી માટે સારું વાતાવરણ અને જીવવા યોગ્ય પૃથ્વી છોડીને જવું સમાજની જવાબદારી છે.
->Gujarat : 20 જિલ્લાઓ માટે ક્લાઇમેટ એક્શન પ્લાન : કાર્યક્રમ દરમિયાન રાજ્યના આશરે 20 જિલ્લાઓ માટે ડિસ્ટ્રિક્ટ લેવલ ક્લાઇમેટ સ્માર્ટ એક્શન પ્લાન વિથ ડીકાર્બનાઇઝેશન પાથવે અંગે માહિતી આપવામાં આવી હતી.આ એક્શન પ્લાનમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટેના ઉપાયો સમજાવવામાં આવ્યા છે. તેમાં ઘરમાં LPGના વિકલ્પ તરીકે PNGનો ઉપયોગ, ડીઝલ જનરેટરના બદલે ઇલેક્ટ્રિક વિકલ્પો અને EVનો સ્વીકાર, તેમજ ખેતી, પશુપાલન અને મત્સ્યઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં ક્લાઇમેટ સ્માર્ટ કામગીરી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.મંત્રી મોઢવાડિયાએ આ માહિતી સરળ ભાષામાં લોકો સુધી પહોંચાડવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે શાળા-કોલેજના શિક્ષકો, સરકારી વિભાગો અને સામાન્ય નાગરિકો માટે Gujaratમાં નાની બુકલેટ ઉપલબ્ધ કરાવવાનો સૂચન પણ કર્યો હતો.
મંત્રીના જણાવ્યા પ્રમાણે ક્લાઇમેટ એક્શન પ્લાન માત્ર પુસ્તકોમાં કે દસ્તાવેજોમાં સીમિત ન રહે, Gujarat પરંતુ વહીવટી સુધારાના ભાગરૂપે સરકારી પ્રક્રિયાઓમાં તેનો સમાવેશ થવો જોઈએ.તેમણે નીતિઓ અને સરકારી ઠરાવોના માધ્યમથી તાલુકા અને જિલ્લા કક્ષા સુધી તેનો અમલ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત દર્શાવી હતી. ક્લાઇમેટ ચેન્જ સંબંધિત કામગીરીનો લાભ જમીની સ્તરે લોકો સુધી પહોંચે તે માટે સરકારી તંત્ર, નિષ્ણાતો અને જનભાગીદારી વચ્ચે સંકલન જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
-> રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જનભાગીદારી પર ભાર મૂક્યો : રાજ્ય મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જના પડકારોનો સામનો કરવા સરકાર અને નિષ્ણાતોના પ્રયાસો સાથે સમાજના દરેક વર્ગની ભાગીદારી જરૂરી છે.તેમણે ક્લાઇમેટ એક્શનને માસ મૂવમેન્ટ એટલે કે જનઆંદોલનનું સ્વરૂપ આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી.તેમના જણાવ્યા પ્રમાણે ક્લાઇમેટ ચેન્જનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે અને હાલમાં આ ક્ષેત્રમાં કાર્યરત લોકોની સંખ્યા મર્યાદિત છે. IIT, IIM, વિદ્યાપીઠ સહિતની વિવિધ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ ક્લાઇમેટ ક્ષેત્રે કામગીરી કરી રહી છે.
પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે Carbon Footprint, Net Zero અને Carbon Neutral જેવા શબ્દો સામાન્ય લોકો માટે મુશ્કેલ હોઈ શકે છે. તેથી ક્લાઇમેટ ચેન્જ અંગેનો સંદેશ સામાન્ય નાગરિકો અને બાળકો સુધી પહોંચાડવા સરળ ભાષા, માઇક્રો મોડલ અને પ્રાયોગિક પ્રદર્શનનો ઉપયોગ કરવો જોઈએ.તેમણે સરકારી ઇમારતોને સોલરથી સજ્જ કરવાના નિર્ણયને મહત્વપૂર્ણ ગણાવ્યો હતો અને સોલર રૂફટોપ ક્ષેત્રે નાગરિકો તથા ઉદ્યોગોની ભાગીદારી વધારવા અપીલ કરી હતી.
-> જિલ્લા સ્તરે કાર્બન ઉત્સર્જનનું મેપિંગ : ક્લાઇમેટ એક્શન ટ્રેકર દ્વારા જિલ્લા કક્ષાએ કાર્બન ઉત્સર્જનનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રવીણ માળીએ આ કામગીરીને મહત્વપૂર્ણ ગણાવી હતી.તેમણે બનાસકાંઠાના ખેતી ક્ષેત્રનું ઉદાહરણ આપીને ભૂગર્ભજળ અને વીજળીના વપરાશ સાથે જોડાયેલા ઉત્સર્જનને ઘટાડવા માટે નવી ટેકનોલોજી અને ઈનોવેશનને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત દર્શાવી હતી.
તેમણે ક્લાઇમેટ એક્શનને શિક્ષણ સાથે જોડીને નવી પેઢીને જાગૃત કરવા અને ભારતના 2070ના નેટ-ઝીરો લક્ષ્યાંક તરફ સહિયારા પ્રયાસો સાથે આગળ વધવા અપીલ કરી હતી.કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ ક્ષેત્રે સહકાર વધારવા માટે જેડા અને IIM અમદાવાદ વચ્ચે એમઓયૂ પણ કરવામાં આવ્યા હતા. આ સહકારથી ક્લાઇમેટ ચેન્જ સંબંધિત સંશોધન, જ્ઞાન અને કામગીરીને વધુ વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.આ ઉપરાંત મંત્રીશ્રીઓના હસ્તે Gujaratક્લાઇમેટ એક્શન ટ્રેકર, ક્લાઇમેટ ચેન્જ મોડ્યુલ અને 20 જિલ્લાઓ માટે ડિસ્ટ્રિક્ટ લેવલ ક્લાઇમેટ સ્માર્ટ એક્શન પ્લાન વિથ ડીકાર્બનાઇઝેશન પાથવેનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

-> પાંચ કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન : શૈક્ષણિક સંસ્થા કેટેગરીમાં પ્રથમ ક્રમે અજોલની કન્યા વિનય ટેમ્પલ સંસ્કાર તીર્થને ‘Green Technology and Sustainable Energy’ ક્ષેત્રે કામગીરી બદલ સન્માનિત કરવામાં આવી હતી. દ્વિતીય ક્રમે સુરતના જોથણ, ઓલપાડની શ્રીમતી કે. વી. માંગુકિયા વિદ્યાલયને ‘Green School’ કામગીરી માટે પસંદ કરવામાં આવી હતી. Gujarat વિદ્યાપીઠ અને મહેસાણાની લાલજીભાઈ ચતુરભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીને પણ ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.વ્યક્તિગત કેટેગરીમાં પ્રથમ ક્રમે અમદાવાદના ધ્રુમિન નરોત્તમભાઈ ડાભીને ગ્રામ્ય ઘન કચરા વ્યવસ્થાપન ક્ષેત્રે કામગીરી બદલ પુરસ્કાર મળ્યો હતો. હિંમતનગરના અશોકભાઈ અમીચંદભાઈ પટેલને ગ્રીન ટેક્નોલોજી અને ઊર્જા કાર્યક્ષમતા માટે દ્વિતીય ક્રમ અને વડોદરાના અંશ નયન શાહને ‘Adopt the Plant, Adopt the Future’ કામગીરી માટે તૃતીય ક્રમ મળ્યો હતો.
રિસર્ચ પ્રોજેક્ટ કેટેગરીમાં ડૉ. રોનક આર. ગઢવીને આબોહવા પરિવર્તન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે સંશોધન અને કામગીરી બદલ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા હતા.જન જાગૃતિ કેટેગરીમાં સવરાજ સૌરાષ્ટ્ર વોલન્ટરી એક્શન, રાજકોટ; પર્યાવરણ મિત્ર, અમદાવાદ; Farmbridge Social Support Foundation, ભરૂચ અને શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, અમરેલીને તેમની વિવિધ કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.મહિલા સાહસિક કેટેગરીમાં દાહોદની ઉષાબેન એમ. ડામોરને ‘ઉષા વન’ પર્યાવરણીય પહેલ માટે પ્રથમ ક્રમ મળ્યો હતો, જ્યારે સુરતની યાશિકા વાય. રોટલીવાલાને ‘Home Biogas – Green Energy and Organic Fertilizer from Wet Waste’ કામગીરી બદલ દ્વિતીય ક્રમ મળ્યો હતો.
-> ક્લાઇમેટ એક્શનને જનભાગીદારી સાથે આગળ વધારવાનો સંદેશ : ગાંધીનગર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધકો, સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગત સ્તરે પર્યાવરણ માટે કામ કરતા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય સંદેશ એ રહ્યો કે ક્લાઇમેટ ચેન્જ સામેની કામગીરી માત્ર સરકારી વિભાગોની જવાબદારી ન રહે, પરંતુ નાગરિકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, ઉદ્યોગો અને વિવિધ સામાજિક સંસ્થાઓની ભાગીદારી સાથે તેને વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ આપવામાં આવે.
Gujarat ભવિષ્યમાં ગ્રીન કવર વધારવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા, નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધારવા અને નવી પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવા માટે રાજ્યમાં વિવિધ પહેલોને વધુ વ્યાપક બનાવવાનો સંદેશ કાર્યક્રમમાંથી આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે Gujarat વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ. હર્ષદ પટેલ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ આર. આર. ડામોર, વસુધા ફાઉન્ડેશનના સીઈઓ શ્રીનિવાસ કૃષ્ણાસ્વામી સહિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, પર્યાવરણવિદો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





