હવે મંત્રીઓને આ બે દિવસ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા અપાઈ સૂચના, જાણો વિગત

આ સંદર્ભે મંત્રી એ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે આવતા નાગરિકોની રજૂઆતોને સાંભળે અને નિવારણ માટેની યોગ્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપી હતી.

પ્રભારી મંત્રીઓને આપી આ સૂચના
આ ઉપરાંત મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને જે જિલ્લાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે, તે જિલ્લાની મુલાકાત લઈને જિલ્લાના વહીવટી તંત્ર સાથે બેઠકો યોજવા તથા જિલ્લામાં ચાલતા મહત્વપૂર્ણ ફ્લેગશીપ પ્રોજેક્ટની સમીક્ષા કરવા અને તેની પ્રગતિ માટે જરૂરી ફોલોઅપ લેવા માટે પણ દિશાનિર્દેશ આપ્યા છે.

વધુમાં, બધા જ પ્રભારી મંત્રી ઓ તેમના જિલ્લાઓમાં રોડની સ્થિતિની સમીક્ષા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તા. 30 નવેમ્બર સુધીમાં પૂરી કરે અને મુખ્યમંત્રી ને સ્થળ-સ્થિતિનો અહેવાલ સત્વરે આપવા માટે પણ મુખ્યમંત્રી એ સૂચના આપી હતી. રોડની ગુણવત્તામાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે સુનિશ્ચિત કરવા તથા તેના પર જરૂરી સુપરવિઝન રખાવી તથા ક્યાંય પણ હલ્કી ગુણવત્તા જણાયતો સંબંધિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા પણ તેમણે આદેશ આપ્યા છે, તેમ પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીએ માતાઓ અને બાળકોના આરોગ્ય સંભાળ સહિતના આરોગ્યલક્ષી કાર્યક્રમોમાં બાળમૃત્યુ દર અને માતા મૃત્યુદરના ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે સુસંગત રહી શકાય તે માટે વધુ સક્રિયતા સાથે કામ કરવા પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

 

 

Related Posts

Dasha Maa Vrat Rituals & Puja Vidhi ગુજરાત 2026 : આ વર્ષે વ્રત કઈ તિથિથી શરૂ કરવું? Ultimate Devotion

ગુજરાતમાં શ્રાવણ મહિનો ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં ભગવાન શિવની આરાધના સાથે અનેક દેવી-દેવતાઓના વ્રત અને તહેવારો પણ ઉજવવામાં આવે છે. ગુજરાતમાં ખાસ કરીને મહિલાઓમાં દશામાના વ્રતનું વિશેષ મહત્વ જોવા મળે છે. દશામાના વ્રત દરમિયાન ભક્તો શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક દશામાની પૂજા કરે છે અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સંકટોમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરે છે. દશામાનું વ્રત ગુજરાતના અનેક પરિવારોમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ઘણા ઘરોમાં દશામાની સ્થાપના કરવામાં આવે છે અને વ્રત દરમિયાન દરરોજ નિયમિત પૂજા, આરતી અને પ્રસાદ કરવામાં આવે છે. વ્રત પૂર્ણ થયા બાદ દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ ભક્તિમય બની જાય છે. દશામાનું વ્રત ક્યારે શરૂ થાય…

IND vs SL: વરસાદે બગાડી ભારતની તૈયારી! ગિલની ફિટનેસ પર મોટું અપડેટ 2026 Critical Test,

IND vs SL XI: વરસાદે બગાડી ભારતની તૈયારી, શુભમન ગિલની ફિટનેસ પર મોટું અપડેટ ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ તૈયારી સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓને વરસાદના કારણે ઝટકો લાગ્યો છે. ભારત અને શ્રીલંકા XI વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચમાં હવામાનના કારણે રમત પર અસર પડી છે. આ મેચ ભારતીય ખેલાડીઓ માટે શ્રીલંકાની પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની મહત્વપૂર્ણ તક હતી, પરંતુ વરસાદે ટીમની તૈયારીઓમાં વિઘ્ન ઊભું કર્યું છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સૌથી વધુ ચર્ચા ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલની ફિટનેસને લઈને થઈ રહી છે. રિપોર્ટ્સ અનુસાર ગિલને વોર્મ-અપ મેચમાં બેટિંગ કરાવવામાં ઉતાવળ કરવામાં આવી રહી નથી. ટીમ મેનેજમેન્ટ ગિલને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી, કારણ કે આગામી ટેસ્ટ સિરીઝમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભમન…