મંત્રીમંડળનું થશે વિસ્તરણ !કોની સુધરશે દિવાળી ? | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

ગુજરાતના રાજકારણમાં કોઇ મોટાં ઓપરેશનની સંભાવના દિલ્હીમાં યોજાયેલી એક બેઠક પછી તેજ બની છે. સોમવારે અચાનક જ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર દિલ્હી પહોંચ્યા હતા અને અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના પૂર્વ પ્રમુખ સી. આર પાટીલ વચ્ચે છ કલાકથી વધુ સમય માટે બેઠક ચાલી હતી. રાત્રે 11 વાગ્યા બાદ પણ આ બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વધુ વેગ મળ્યો છે અને આ બેઠક બાદ એવી શક્યતા વ્યક્ત કરાઇ રહી છે કે, હવે સરકારમાં ખૂબ મોટા બદલાવો આવી શકે તેમ છે.

વર્તમાન મંત્રીમંડળમાં કયા ચહેરા રહેશે અને કયા કપાશે તેને લઇને હવે તર્ક કરવા કે ક્યાસ કાઢવા મુશ્કેલ બન્યા છે, કારણ કે આ બેઠક બાદ ન ધારેલા પરિવર્તનની સંભાવનાઓ પણ દેખાઇ રહી છે.દિલ્હીમાં યોજાયેલી બેઠક ઔપચારિક ન હતી તે બાબતનો અંદાજ તેનાથી લાગે કે વડાપ્રધાન કે મુખ્યમંત્રીએ આ બેઠકને લઇને કોઇ પણ તસવીર સોશિયલ મીડિયા પર મૂકી ન હતી. આ ઉપરાંત આ બેઠકમાં સી. આર. પાટીલને ખાસ હાજર રખાયા હોવાથી આ બેઠકમાં થયેલી ચર્ચા ગંભીર પ્રકારની હોવાનું પણ સ્ષષ્ટ રીતે જણાઇ આવે છે. અલબત્ત ગુજરાતમાં ભાજપના કોઇપણ નેતાને આ બેઠકમાં થયેલી ચર્ચા અંગે કોઇ માહિતી ન હોવાથી તેઓ પણ આપસમાં મોડી રાત સુધી દિલ્હીથી કોઇ સમાચાર આવ્યા કે કેમ તેને લઇને આપસમાં ચર્ચા કરતા રહ્યા.

સચિવાલયમાં મુખ્યમંત્રી કાર્યાલયથી માંડીને અન્ય વિભાગોમાં પણ ચહલપહલ અસામાન્ય પ્રકારની હતી. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ દિવસભર બેઠકોમાં વ્યસ્ત રહ્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પાછલાં ત્રણ મહિનામાં વડાપ્રધાન સાથેની આ ત્રીજી મુલાકાત છે, દર મુલાકાત બાદ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ થાય છે, પરંતુ તે પછી કોઇ ઘટનાક્રમ સામે આવ્યો નથી

રાજકીય તજજ્ઞો માને છે કે વિસ્તરણમાં ઘણી સાફસૂફી કરી દેવાશે. મુખ્યમંત્રી અને રાજ્યકક્ષાના ગૃહમંત્રી તથા રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી, આરોગ્યમંત્રી સિવાયના મોટા ભાગના મંત્રીઓને પડતા મુકાશે. તેમની જગ્યાએ જે નવા ચહેરાઓને લેવાશે એમાં સૌરાષ્ટ્રને વધુ તક મળશે

Related Posts

શાપર ગામમાં માનવ સેવા માટે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ: ગ્રામજનોને મળશે ૨૪ કલાક ઝડપી આરોગ્ય સેવા

શાપર: માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા રાજકોટના શાપર ગામમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સુવિધાનો ઉમેરો થયો છે. ગ્રામજનોને આકસ્મિક સમયે ત્વરિત સારવાર મળી રહે તે હેતુથી…

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…