મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં કલેકટર કોન્ફરન્સ સંપન્ન, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરોને લોકોની રજૂઆતો સાંભળી તેના ઝડપી, પ્રામાણિક નિવારણ માટે જિલ્લા સ્તરે વધુ સુદ્રઢ વ્યવસ્થા વિકસાવવાની તાકીદ કરી છે.આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, જિલ્લામાં રજૂઆતો માટે આવનારી વ્યક્તિની મુશ્કેલી સમજીને તેને સહાયરૂપ થવાની સંવેદનાથી જ લોકોનો ભરોસો-વિશ્વાસ સંપાદિત થઈ શકશે. તેમણે જિલ્લા કક્ષાએ નિવારણ થઈ શકે તેવા પ્રશ્નો માટે લોકોને સરકાર સુધી કે વિભાગો સુધી આવવું ના પડે અને સ્થાનિક સ્તરે જ તેનું નિવારણ ઝડપી, પારદર્શી અને અસરકારક રીતે આવે તે માટે કલેકટરોને ખાસ તાકીદ કરી હતી. ગાંધીનગરમાં યોજાયેલી કલેકટર કોન્ફરન્સના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરોને ફિલ્ડ વિઝીટને અગ્રતા આપીને સરકારી યોજનાઓના અસરકારક અમલનું મોનીટરીંગ કરવા સૂચનો કર્યા હતા. તેમણે ઓનેસ્ટી, ઇન્ટીગ્રિટી, કોમ્પીટન્સ અને ઇફેક્ટિવનેસના મુખ્ય…

CM ભૂપેન્દ્ર પટેલે ‘ગાંધીનગર પતંગ મહોત્સવ – 2026’નો કરાવ્યો પ્રારંભ, વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત

ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયન ના આનંદ માં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણ ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પણ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને. વિદેશી નાગરિકો પણ રહ્યા ઉપસ્થિત મુખ્યમંત્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-2026ની ઉજવણી કરાવી હતી.…

Gandhinagar: રાજ્યના TRB જવાનો માટે દૈનિક વેતનમાં 50%નો મોટો વધારો

રાજ્યના ટ્રાફિક વ્યવસ્થાપનના હિરાઓ ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી માંગણીઓને ધ્યાનમાં લઈને હવે TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વેતન વધારો: રૂ. 150 વધુ રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ, અગાઉ TRB જવાનોને દૈનિક રૂ. 300 મળતું હતું, હવે તેમાં રૂ. 150નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી TRB જવાનોને દરરોજ રૂ. 450 ચૂકવવામાં આવશે. આ નિર્ણય તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે, જેને કારણે જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 10,000થી વધુ પરિવારોને લાભ આ વધારો રાજ્યના અંદાજે 10,000 TRB જવાનો અને તેમના પરિવારો માટે આર્થિક સહારો બનશે. મોંઘવારીના સમયમાં વેતન વધારાનો આ નિર્ણય જવાનોના જીવનધોરણ સુધારવા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકારે જણાવ્યું…

PM મોદીએ ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. PM મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે. આ સાથે હવે મેટ્રો સેવા સીધી ગાંધીનગરના હૃદય સમાન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી શરૂ થઈ ગઈ છે. 5.36 કિમીનો નવો મેટ્રો રૂટ આ નવો મેટ્રો રૂટ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી કુલ 5.36 કિમી લાંબો છે. આ રૂટ શરૂ થતા ગાંધીનગરના મહત્વના વિસ્તારો હવે મેટ્રો અને રેલવે નેટવર્ક સાથે સીધા જોડાઈ ગયા છે. નવા રૂટમાં આવતાં મેટ્રો સ્ટેશનોમાં સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે. ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે મુસાફરો મેટ્રો દ્વારા સીધા ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે.…

Gandhinagar : મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને યોજાઈ રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિની પ્રથમ બેઠક ; જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-2027”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ મયાત્રા દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વસ્તી ગણતરી-2027ની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના, વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા તથા હાથ ધરવામાં આવેલા પ્રી-ટેસ્ટના તારણો અને ગણતરીદારો માટેની તાલીમની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કરી પૂર્વતૈયારીઓની સરાહના આ ઉપરાંત બેઠકમાં વસ્તી ગણતરી-2027 માટેના અધિકારીઓ અને જરૂરી માનવબળની નિમણૂક…

ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક બાળક બોરવેલમાં પડ્યું, ફાયર ટીમે સફળ રેસ્ક્યૂ કર્યું

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક આજે એક બાળક બોરવેલ જેવા ખાડામાં પડી જતા હલચલ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી, જેના પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરવેલ ટાઈપના ખાડામાં બાળક અચાનક ખાબકી ગયું હતું. ફાયર ટીમે ઝડપથી રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી અને બાળકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ બની ચૂકી છે આવી દુર્ઘટના ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે. આશરે છ મહિના અગાઉ સેક્ટર-1ના ચ-0 વિસ્તારમાં નવા બગીચાના કામ દરમિયાન ખાડામાં પડી જતાં એક…

ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં વધારો, 1 બાળકનું શંકાસ્પદ મોત

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં શહેરમાં ટાઈફોઈડના કુલ 152 કેસ નોંધાયા છે, જ્યારે એક બાળકનું શંકાસ્પદ મોત થયાની ચર્ચાએ રાજકીય અને વહીવટી સ્તરે ગરમાવો સર્જ્યો છે. કોંગ્રેસ દ્વારા ટાઈફોઈડના કારણે બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મીતી પરીખે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે બાળકનું મોત ટાઈફોઈડથી થયું નથી. આ મુદ્દે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. જો કાર્યવાહી ન થાય તો ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. પાણીના સેમ્પલમાં કોઈ વાંધાજનક તત્વ નથી: કમિશનર કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપતા મનપા કમિશનર જે.એન. વાઘેલાએ જણાવ્યું હતું કે ટાઈફોઈડથી કોઈ મૃત્યુ થયું નથી.…

ગાંધીનગરમાં ટાઈફોઈડના 113 કેસ, આરોગ્ય વિભાગ સક્રિય

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના 113 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમામાંથી 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ અને 29 અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા 20,800 થી વધુ ઘરોમાં તપાસ ચાલુ છે. ટાઈફોઈડનાં કેશો વધતા પગલાં: શહેરના સેક્ટર 24, 26 અને 28માં 67 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થયું. મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યું છે. પાણીના ક્લોરીનેશન અને પાણી પાઈપલાઇનની લીકેજ દૂર કરવા માટે તપાસ ચાલુ છે. મુખ્‍યમંત્રીની સમીક્ષા: પ્રદૂષિત પાણી અને ખોરાકના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રોગચાળાને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવા…

Gandhinagar : ઉવારસદ ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી, ગ્રાહકો આપવામાં આવી આ માહિતી

24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉપલક્ષી આજે ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક કાંતિ ફાઉન્ડેશન અને સરપંચ શ્રી ઉવારસદ ગ્રામ પંચાયત તથા તમામ સભ્યશ્રીઓ તલાટી શ્રી અને ગ્રામજનો મળી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવેલ છે પ્રોગ્રામમાં સંસ્થાના બેનર પ્લે કાર્ડ સાથે તથા પત્રિકા વિતરણ કરી ગ્રામજનોને ગ્રાહકના અધિકારો બાબતે વિવિધ જાણકારી ફરિયાદના નિરાકરણ માટે કયા સંપર્ક કરવાનું રહે છે તે બાબતે વિગતવાર જાણકારી, જરૂરી હેલ્પલાઇન નંબર ,કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર બાબતે જાણકારી આપવામાં આવેલ છે. જિલ્લા મિશન રાજ્ય કમિશન તથા નેશનલ કમિશનના ગ્રાહકોને સ્પર્શતા વિવિધ ચુકાદાઓની ગ્રાહકો સમજી શકે તેવી ભાષામાં સમજણ પૂરી પાડી ગ્રાહકોને જરૂરી પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે અને તે પોતે જાગૃત થઈ છેતરતા બચે…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, GIFT સિટીમાં દારૂના નિયમો વધુ હળવા

ગુજરાતના વૈશ્વિક આર્થિક હબ સમાન GIFT સિટીને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સ્પર્ધાત્મક અને આકર્ષક બનાવવા માટે રાજ્ય સરકારે દારૂબંધીના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત આપી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન મુજબ હવે ગિફ્ટ સિટીની મુલાકાત લેતા પ્રવાસીઓ અને બહારના નાગરિકોને દારૂ પીવા માટે પરમિટ લેવાની ફરજ રહેશે નહીં. આ નિર્ણય ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રોકાણકારો, વિદેશી મહેમાનો અને કોર્પોરેટ સેક્ટરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. નવા નિયમોની મુખ્ય બાબતો સરકારના જાહેરનામા અનુસાર, ગિફ્ટ સિટીમાં ‘વાઇન એન્ડ ડાઈન’ સુવિધાને વધુ સરળ બનાવવામાં આવી છે. ગુજરાત બહારથી આવતા પ્રવાસીઓ તેમજ વિદેશી નાગરિકોને હવે દારૂ સેવન માટે અલગ પરમિટ લેવાની જરૂર રહેશે નહીં. તેઓ માત્ર પોતાનું માન્ય ઓળખપત્ર બતાવીને ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ, રેસ્ટોરન્ટ અથવા ક્લબમાં દારૂ…