Gandhinagar : મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને યોજાઈ રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિની પ્રથમ બેઠક ; જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-2027”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ મયાત્રા દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વસ્તી ગણતરી-2027ની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના, વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા તથા હાથ ધરવામાં આવેલા પ્રી-ટેસ્ટના તારણો અને ગણતરીદારો માટેની તાલીમની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

કરી પૂર્વતૈયારીઓની સરાહના
આ ઉપરાંત બેઠકમાં વસ્તી ગણતરી-2027 માટેના અધિકારીઓ અને જરૂરી માનવબળની નિમણૂક પ્રક્રિયા, હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સના સમયગાળા અને વિવિધ સરકારી વિભાગો સાથેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ બાદ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ગુજરાતમાં થયેલી વસ્તી ગણતરી-2027 ની પૂર્વતૈયારીઓની સરાહના કરી હતી અને વસ્તી ગણતરીની કામગીરી સચોટ અને પારદર્શી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ambajiની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ… Pride 2026

Ambajiની ચણિયાચોળીની દેશ-વિદેશમાં ધૂમ, રાજસ્થાની કારીગરોની કળા બની આકર્ષણનું કેન્દ્ર Ambaji: ગુજરાતની ઓળખ અને સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો એટલે ગરબા. નવરાત્રિ દરમિયાન ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓ ગરબાના રંગે રંગાઈ જાય છે. ગરબા અને નવરાત્રિની વાત આવે ત્યારે રંગબેરંગી ચણિયાચોળી અને ઘાઘરા વિના ઉત્સવની કલ્પના અધૂરી લાગે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ Ambajiમાં રાજસ્થાની કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતી ચણિયાચોળીની માંગ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો અને વિદેશમાં પણ જોવા મળી રહી છે. વર્ષ 2026માં નવી-નવી ડિઝાઇન અને મલ્ટી કલરની ચણિયાચોળી ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. -> Ambajiમાં તૈયાર થાય છે રંગબેરંગી ચણિયાચોળી : Ambaji માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર જ નહીં, પરંતુ પરંપરાગત વસ્ત્રોના વ્યવસાય સાથે પણ જોડાયેલું છે. અહીં વર્ષોથી રાજસ્થાનના કારીગરો અલગ-અલગ પ્રકારનાં કાપડમાંથી…

Suratગરબા આયોજન માટે ₹100 કરોડનો વીમો? 6 આયોજકોના ₹250 કરોડના કવચની ચર્ચા… Protection

Surat ગરબા આયોજનનો સૌથી મોટો ₹100 કરોડનો વીમો: 6 આયોજકોએ ₹250 કરોડથી વધુનું ઇન્સ્યોરન્સ લીધું, જાણો કયા જોખમો આવરી લેવાય છે Surat: ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર નજીક આવતાં જ ગરબા મહોત્સવની તૈયારીઓ તેજ બની છે. Suratમાં મોટા પાયે યોજાતા ગરબા કાર્યક્રમોમાં હજારો ખેલૈયાઓ અને દર્શકો ભાગ લેતા હોય છે. આવા મોટા આયોજનમાં લોકોની સુરક્ષા અને સંભવિત આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને વીમા કવચનું મહત્ત્વ વધી રહ્યું છે. આપેલા અહેવાલ મુજબ,Suratના છ ગરબા આયોજકોએ મળીને ₹250 કરોડથી વધુનું ઇન્સ્યોરન્સ લીધું છે, જ્યારે એક આયોજન માટે ₹100 કરોડના વીમા કવચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ ચોક્કસ આંકડાઓની સ્વતંત્ર સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. -> મોટા ગરબા આયોજન માટે વીમો કેમ જરૂરી? : નવરાત્રિ દરમિયાન Suratના વિવિધ વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લા…