અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય ‘મંથન બેઠક’, ₹250 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીના રોજ સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની “મંથન બેઠક” યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા તેમજ સહકારી સંઘવાદને મજબૂત બનાવવાની દિશામાં આ મંથન બેઠક એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે, તેમ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. સહકાર ક્ષેત્રની મંથન બેઠક અંગે વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, આ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સમગ્ર પરિષદ દરમિયાન કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ, દેશના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ અને સચિવ કક્ષાના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સહકાર…
કેન્દ્રીય મંત્રી અમિત શાહ અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યોના સહકારી મંત્રીઓની ‘મંથન બેઠક’ યોજાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા અને સહકારી ક્ષેત્રને વધુ મજબૂત, પારદર્શક તથા આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને આગામી તા. 17 ફેબ્રુઆરી, 2026ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીશ્રીઓની એક ઉચ્ચ સ્તરીય ‘મંથન બેઠક’ યોજાશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથે અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અને સચિવ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલયની મુખ્ય પહેલોની વ્યાપક સમીક્ષા, અત્યાર સુધી થયેલી પ્રગતિનું મૂલ્યાંકન, સહકાર ક્ષેત્રે વિવિધ રાજ્યો દ્વારા કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો અને અનુભવોના આદાન-પ્રદાન ઉપરાંત ભવિષ્ય માટે સંકલિત રોડમેપ તૈયાર કરવા માટે આ મંથન બેઠક એક સુયોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે.…
ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે
તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને વિકાસ મુદ્દાઓ પર સંવાદ સાધ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે શહેરી વિકાસને એક તક તરીકે અપનાવી સર્વાંગી પ્રગતિના નવા આયામો સર કર્યા છે. સુવ્યવસ્થિત શહેર આયોજન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો કેન્દ્રિત શાસન ગુજરાતના વિકાસ મોડેલના મુખ્ય આધારસ્તંભો છે. મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ કેરળના લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં વિકાસકાર્યો આગળ વધારવા માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ પ્રવાસ ‘વિકસિત કેરળ’ના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કેરળના પ્રતિનિધિઓએ…
ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રાણી કલ્યાણ અંગે જાગૃતતા માટે સૂચનો અપાયા
Gujarat Animal Welfare Boardએ 03 ફેબ્રુઆરી, 2026ના પત્ર અનુસાર રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ અને કેમ્પસમાં રહેલ પ્રાણીઓની સુખાકારી અને સલામતી માટે જરૂરી પગલાં અમલમાં લાવવા સૂચના આપી છે. આ કામગીરી રાજ્યના તમામ મ.સ.ત.પ્રમ કોર્ટના આદેશ અને સંબંધી પત્રોના અમલને અનુરૂપ છે. મુખ્ય સૂચનાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને કેમ્પસ: સ્કૂલો, કોલેજો, હોસ્પિટલો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન વગેરેમાં રહેલ પ્રાણીઓ માટે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરવી. પ્રાણીઓની સુખાકારી માટે સંસ્થા દ્વારા નિયમિત દેખરેખ અને જરૂરી કામગીરી કરવી. કચેરીઓ અને સરકારી વિભાગો: પ્રાણી કલ્યાણને ધ્યાનમાં રાખીને મો.સ.પ્રીમ કોર્ટના 07/11/2025ના આદેશ અનુસાર કામગીરી કરવી. મધ્યમ અને ઉચ્ચતર શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતી ટીમો અને કર્મચારીઓ પ્રાણીઓની સલામતી અને સન્માનને ધ્યાનમાં રાખીને કામ કરશે. જવાબદારી અને અમલ: રાજ્યના તમામ શૈક્ષણિક સંસ્થાઓ,…
છારી-ઢંઢ વેટલેન્ડ ખાતે આવતું આ પ્રવાસી પક્ષી દુનિયાભરનાં પક્ષીરસિકોનું છે આકર્ષણનું કેન્દ્ર, જાણો વિગત
ગાંધીનગર, 10 ફેબ્રુઆરી: કચ્છ જિલ્લાનાં છારી-ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વને તાજેતરમાં રામસર સાઇટનો દરજ્જો મળ્યો છે. આ વેટલેન્ડની આસપાસ 283 થી વધુ પ્રજાતિનાં પક્ષીઓ નોંધાયા છે, પરંતુ અહીં જોવા મળતા કેટલાક દુર્લભ અને પ્રવાસી પક્ષીઓ દુનિયાભરનાં પ્રવાસીઓને આકર્ષે છે. આ પક્ષીઓમાં ગ્રે હાયપોકોલિયસ મુખ્ય આકર્ષનું કેન્દ્ર છે. ગુજરાતીમાં તેને ‘મશ્કતી લટોરો’ કહે છે. ગ્રે હાયપોકોલિયસ (Hypocolius ampelinus) સૌથી વિશિષ્ટ અને આકર્ષક પક્ષી છે. પાતળી કાયા ધરાવતું આ પક્ષી ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સુકા વિસ્તારોમાં પ્રજનન કરે છે અને 1990થી કચ્છનાં છારી-ઢંઢનાં જળપ્લાવિત વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ગ્રે હાયપોકોલિયસ સામાન્ય રીતે સુકા ઝાડીવાળા વિસ્તારો, રણપ્રદેશ અને નજીકના ખેતી વિસ્તારોમાં જોવા મળે છે. તે મોટાભાગે નાના જૂથોમાં જોવા મળે છે અને ફળાઉ વૃક્ષો તથા ઝાડીઓનાં…
કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો, શિક્ષણ જગત શર્મસાર | B india
કિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ બની વિકૃતોનો અડ્ડો શિક્ષણ જગત શર્મસાર, વિદ્યાધામમાં વિકૃતી અમુક વિકૃતોનાં કારણે વિદ્યાધામ લજાય છે ગાંધીનગરની સ્કૂલનાં સંચાલકોએ હદ વટાવી નરાધમ રાજના રાજપાઠથી અનેકનું શોષણ રાજની સાથે સાથે મિત્રોને પણ વિકૃત મિજબાની શોષિતનાં મિત્રનો વિડીઓ આવ્યો સામ છોકરાએ આપી વિડીઓમાં સંપૂર્ણ વિગતો રાજની સાથે સાથે કોણ કોણ મિત્રો કરે છે શોષણ કોણ કોણ વિકૃત – નરાધમો છે આ કૃત્યમાં સામેલ કચ્છનાં કોણ મિત્રો વિદ્યાર્થીઓનું કરે છે શોષણ તપાસ કરાશે તે સામે આવશે નરાધમોનાં ચહેરા શિક્ષણનાં મંદિરમાં શેતાનનું સામ્રાજ્ય થશે ઉજાગર વિકૃત નરાધમોને નથી શરમ નથી કાયદાનો ડર (અહેવાલ – હરીશ મેઘવંશી) Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ગુજરાત રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત
ગુજરાત અત્યારે ભારતના ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ’ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ, લાંબો દરિયાકિનારો અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક હબ બની ગયું છે.જેમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલો હાઇબ્રિડ પાર્ક પ્રોજેક્ટ છે. અહીં સોલર પેનલ્સ અને વિન્ડ ટર્બાઇન બંનેનો ઉપયોગ કરીને વીજળી પેદા કરવામાં આવશે.તથા ગુજરાત સોલર પાવરના ઉત્પાદનમાં અને તેના ઉપયોગમાં દેશમાં અગ્રેસર છે. ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે, જે પવન ઊર્જા માટે આશીર્વાદ સમાન છે.ઉપરાંત ગ્રીન હાઇડ્રોજન મિશન ભવિષ્યના બળતણ તરીકે ઓળખાતા ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ગુજરાતે મજબૂત પાયો નાખ્યો છે. 28 જાન્યુઆરી, 2026 ના રોજ ગાંધીનગર, ધ લીલા ખાતે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને The Secretariatના સંયુક્ત ઉપક્રમે…
અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી રવિએ કરી મોટી જાહેરાત, ગાંધીનગરમાં બનાવાશે આંતરરાષ્ટ્રીય મેડિસિટી
ગુજરાતમાં હેલ્થકેર ક્ષેત્રે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે માર્ગદર્શિકા તૈયાર થઈ રહી છે. અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી કે ગાંધીનગરમાં દુબઈ હેલ્થકેર સિટીની જેમ આંતરરાષ્ટ્રીય મેડિસિટી બનાવાશે. આ પ્રોજેક્ટ માટે કલોલ પાસે 13,000 કરોડના રોકાણનું આયોજન છે. મેડિસિટીમાં ઉપલબ્ધ સુવિધાઓ આ આંતરરાષ્ટ્રીય હેલ્થકેર સિટી હાઇ-ટેક હોસ્પિટલ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, મેડિકલ કોલેજ, વેલનેસ સેન્ટર અને આરોગ્ય સાથે સંકળાયેલી અન્ય સેવાઓ સાથે સુસજ્જ રહેશે. – જોઈન્ટ કમિશન ઈન્ટરનેશનલ (JCI) દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો – મેડિકલ અને નર્સિંગ કોલેજો – રિસર્ચ સેન્ટરો અને મેડિકલ ડિવાઈસ પાર્ક – તબીબી સારવાર, રીહેબિલિટેશન, કેર ઇકોનોમી અને ફાર્મા-બાયોટેક હબ – સરકાર આ પ્રોજેક્ટને 2028 સુધીમાં પ્રાથમિકતા આપીને પૂર્ણ કરવાનો લક્ષ્ય ધરાવે છે. દુબઈ હેલ્થકેર સિટી પર…
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26 મી બેઠક થઇ સંપન્ન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની 26મી બેઠકમાં જાણકારી આપવામાં આવી હતી કે, બનાસકાંઠાના જેસોર રીંછ અભયારણ્યનો રીંછ સંવર્ધનના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા સમાવેશ કરવામાં આવ્યો છે. વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરવામાં આવેલી વિગતોમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી જોવા મળી છે અને ત્યાં તે સ્થાયી થવાની પૂરી સંભાવનાઓ છે. આ સંદર્ભમાં NTCAની સહભાગીતાથી આ વિસ્તારમાં વાઘ સંરક્ષણ-જતન માટેની કોમ્યુનિટી પાર્ટીશિપેશન તાલીમ સ્થાનિક લોકોને આપવાનું આયોજન કરવાની પણ આ બેઠકમાં ફળદાયી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં પ્રવાસીઓ-વિઝીટર્સની વધતી જતી સંખ્યાને…
ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીનની CM ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલિમ્પિક ગેમ્સ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસો અને અન્ય સ્પોર્ટ્સ ફેસિલિટીઝનો લાંબા ગાળા માટે સસ્ટેનેબલ ઉપયોગ કરવાના ઓસ્ટ્રેલિયાના અનુભવ જ્ઞાનનો લાભ લેવા ગુજરાતની તત્પરતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી સાથે ભારત ખાતેના ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર શ્રીયુત ફિલીપ ગ્રીન OAMએ ગાંધીનગરમાં કરેલી સૌજન્ય મુલાકાત બેઠકની ચર્ચા દરમિયાન તેમણે આ તત્પરતા દર્શાવી હતી. આગામી 2032માં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં જે ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થવાનું છે તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ અને અન્ય સુવિધા તૈયાર કરવાની પોતાની જે કવાયત હાથ ધરી છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત વિચાર-વિમર્શ થયા હતા. તેમણે આવા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો રમતો પૂર્ણ થયા પછી સામાન્ય લોકોના આવાસ, સ્ટુડન્ટ્સ હોસ્ટેલ અને મેદાનોનો અન્ય ઇવેન્ટ માટે ઉપયોગ કરવાના આયોજનની વિગતો આપી હતી. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનરએ બ્રિસ્બેનમાં થઈ રહેલી આ તૈયારીઓના…
















