Gandhinagar: રાજ્યના TRB જવાનો માટે દૈનિક વેતનમાં 50%નો મોટો વધારો

રાજ્યના ટ્રાફિક વ્યવસ્થાપનના હિરાઓ ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી માંગણીઓને ધ્યાનમાં લઈને હવે TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

વેતન વધારો: રૂ. 150 વધુ
રાજ્ય સરકારના આ નિર્ણય મુજબ, અગાઉ TRB જવાનોને દૈનિક રૂ. 300 મળતું હતું, હવે તેમાં રૂ. 150નો વધારો કરવામાં આવ્યો છે. હવેથી TRB જવાનોને દરરોજ રૂ. 450 ચૂકવવામાં આવશે. આ નિર્ણય તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યો છે, જેને કારણે જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

10,000થી વધુ પરિવારોને લાભ
આ વધારો રાજ્યના અંદાજે 10,000 TRB જવાનો અને તેમના પરિવારો માટે આર્થિક સહારો બનશે. મોંઘવારીના સમયમાં વેતન વધારાનો આ નિર્ણય જવાનોના જીવનધોરણ સુધારવા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે તે TRB જવાનોની પરિશ્રમને માન્યતા આપવા માટે આગળ પણ પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પોતાના જ ઝેરી ખેલનો શિકાર બન્યો માસ્ટરમાઇન્ડ! Bhavnagar નકલી દારૂ કાંડ પાછળનું ભયાનક રહસ્ય!

B india ભાવનગર : Bhavnagar જિલ્લામાં નકલી દારૂના સેવનથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક અને સમગ્ર ઘટનાને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. ઘટનામાં દારૂ તૈયાર કરવાની કથિત ફોર્મ્યુલા આપનાર તરીકે ચર્ચામાં આવેલા એક ‘ડૉક્ટર’નું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એક શિક્ષકનું ઘરે લોહીની ઊલટી થયા બાદ મોત થતાં સમગ્ર ઘટનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. આ ઘટનાને પગલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. નકલી દારૂ ક્યાંથી આવ્યો, તેને કોણે તૈયાર કર્યો અને તેનું વિતરણ કયા વિસ્તારોમાં થયું હતું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. -> નકલી દારૂથી 9 લોકોનાં મોત:- Bhavnagarમાં બનેલી…

CM ભૂપેન્દ્ર પટેલની અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી…

અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી: CM ભૂપેન્દ્ર પટેલની અમેરિકી યાત્રાનો મહત્વપૂર્ણ તબક્કો   ગુજરાતના CM  ભૂપેન્દ્રભાઈ પટેલના અમેરિકા પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન ડીસીથી ન્યૂયોર્ક સુધીની ટ્રેન મુસાફરીનો એક મહત્વપૂર્ણ તબક્કો સામે આવ્યો છે. અમેરિકાના વિવિધ શહેરોમાં ગુજરાત માટે રોકાણ, ટેક્નોલોજી, ઉદ્યોગ અને વૈશ્વિક સહયોગની તકો અંગે બેઠકો કર્યા બાદ ડેલિગેશન હવે ન્યૂયોર્ક તરફ આગળ વધ્યું છે.CM ના અમેરિકા પ્રવાસ દરમિયાન ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે વધુ આકર્ષક ડેસ્ટિનેશન બનાવવા તેમજ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે નવી ભાગીદારી વિકસાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રવાસમાં સાન ફ્રાન્સિસ્કો અને વોશિંગ્ટન ડીસી બાદ ન્યૂયોર્કની મુલાકાત પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. –> વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેન સફર : વોશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક અમેરિકાના મહત્વપૂર્ણ શહેરો છે. બંને શહેરો વચ્ચે…