ગાંધીનગરમાં ટાઈફોઈડના 113 કેસ, આરોગ્ય વિભાગ સક્રિય

ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના 113 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમામાંથી 19 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ દર્દીઓની સારવાર સિવિલ હોસ્પિટલ અને 29 અર્બન હેલ્થ સેન્ટરમાં ચાલી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓપીડી શરૂ કરવામાં આવી છે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સર્વેક્ષણ ટીમો દ્વારા 20,800 થી વધુ ઘરોમાં તપાસ ચાલુ છે.

ટાઈફોઈડનાં કેશો વધતા પગલાં:
શહેરના સેક્ટર 24, 26 અને 28માં 67 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સક્રિય થયું. મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યું છે. પાણીના ક્લોરીનેશન અને પાણી પાઈપલાઇનની લીકેજ દૂર કરવા માટે તપાસ ચાલુ છે.

મુખ્‍યમંત્રીની સમીક્ષા:
પ્રદૂષિત પાણી અને ખોરાકના જોખમને ધ્યાનમાં રાખીને મુખ્‍યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ તેમના નિવાસસ્થાને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી. અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી રોગચાળાને નિયંત્રિત કરવા તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું.

લોકોને માર્ગદર્શન:
આરોગ્ય વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે ઉકાળેલું પાણી પીવું અને બહારનો ખુલ્લો ખોરાક ટાળવો. તાવ, માથાનો કે પેટનો દુઃખાવો જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Sabarmatiમાં ઉધારમાં પડીકી આપવાની બાબતે આધેડની હત્યા… Tragedy 2026

Sabarmatiમાં ઉધારમાં પડીકી આપવાની બાબતે આધેડની હત્યા: ધર્મનગર સ્ટેશન બહાર પાનના ગલ્લાવાળા પર છરીથી હુમલો, અનિલ ઠાકોર ઝડપાયો અમદાવાદના Sabarmati વિસ્તારમાં ઉધારમાં પડીકી આપવાના મુદ્દે થયેલા વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ધર્મનગર રેલવે સ્ટેશનની બહાર પાનનો ગલ્લો ચલાવતા આધેડ પર એક યુવકે છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને તપાસ હાથ ધરી આરોપી અનિલ ઠાકોરને ઝડપી પાડ્યો હોવાની માહિતી છે. નાની રકમના વ્યવહારને લઈને શરૂ થયેલો વિવાદ હત્યા સુધી પહોંચતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. -> Sabarmati : ધર્મનગર રેલવે સ્ટેશન બહાર બની ઘટના : મળતી માહિતી મુજબ, અમદાવાદના Sabarmatiવિસ્તારમાં આવેલા ધર્મનગર રેલવે…

Mahuvaમાં ગાંધી જયંતિએ કોંગ્રેસની ભવ્ય ઉજવણી… PRIDE 2026

Mahuvaમાં ગાંધી જયંતિએ કોંગ્રેસની ભવ્ય ઉજવણી: ગાંધીજીના પૂતળાને સૂતરની આંટી પહેરાવી, નગરપાલિકાની કામગીરી સામે રેલી ભાવનગર જિલ્લાના Mahuvaમાં 2 ઓક્ટોબર, ગાંધી જયંતિના અવસરે મહુવા શહેર કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીના પૂતળા પાસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકત્ર થયા હતા અને સૂતરની આંટી પહેરાવીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શહેરના રાજમાર્ગો પર વિશાળ રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મહાત્મા ગાંધીના વિચારોને યાદ કર્યા હતા અને શહેરની વિવિધ સ્થાનિક સમસ્યાઓને લઈને પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. -> ગાંધી જયંતિએ બાપુને શ્રદ્ધાંજલિ : 2 ઓક્ટોબર એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ. દેશભરમાં ગાંધી જયંતિની વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે Mahuva શહેરમાં પણ કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે…