Gandhinagar : ઉવારસદ ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી, ગ્રાહકો આપવામાં આવી આ માહિતી

24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉપલક્ષી આજે ગાંધીનગર જિલ્લાના ઉવારસદ ગામમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રાહક સુરક્ષા ગ્રાહક સત્યાગ્રહ ગ્રાહક કાંતિ ફાઉન્ડેશન અને સરપંચ શ્રી ઉવારસદ ગ્રામ પંચાયત તથા તમામ સભ્યશ્રીઓ તલાટી શ્રી અને ગ્રામજનો મળી રાષ્ટ્રીય ગ્રાહક દિવસની ઉજવણી કરવામાં આવેલ છે

પ્રોગ્રામમાં સંસ્થાના બેનર પ્લે કાર્ડ સાથે તથા પત્રિકા વિતરણ કરી ગ્રામજનોને ગ્રાહકના અધિકારો બાબતે વિવિધ જાણકારી ફરિયાદના નિરાકરણ માટે કયા સંપર્ક કરવાનું રહે છે તે બાબતે વિગતવાર જાણકારી, જરૂરી હેલ્પલાઇન નંબર ,કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર બાબતે જાણકારી આપવામાં આવેલ છે. જિલ્લા મિશન રાજ્ય કમિશન તથા નેશનલ કમિશનના ગ્રાહકોને સ્પર્શતા વિવિધ ચુકાદાઓની ગ્રાહકો સમજી શકે તેવી ભાષામાં સમજણ પૂરી પાડી ગ્રાહકોને જરૂરી પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે અને તે પોતે જાગૃત થઈ છેતરતા બચે અને અન્ય ગ્રાહકોને પણ મદદરૂપ બની શકે તે માટે માર્ગદર્શન કરવામાં આવ્યું.

ગ્રામ્ય મહિલાઓ તથા ગ્રામ્ય કક્ષાએ કામ કરતા અન્ય સંસ્થાના પ્રતિનિધિ કાર્યકરો પણ આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં હાજર રહેલ ગ્રાહકોના અધિકાર બાબતે તથા ભેળસેળ કાળા બજારી સામે કેવી રીતે લડત આપવાની અને કઈ ઓથોરિટી પાસે જઈ ફરિયાદ કરવાની તે બાબતે જાણકારી આપી. કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા જાણકારીના હેતુથી ઉભા કરી પૂછવામાં આવેલા પ્રશ્નના સંસ્થાના કાર્યકરો દ્વારા વિવિધ જાણકારી સાથે સંતોષ પરત જવાબ આપવામાં આવેલ અને ગ્રામ્ય મહિલાઓ આગળ ક્યારેય છેત્રાશે નહીં તેવા વચન વાયદા સાથે કાર્યક્રમનું સમાપન કરેલ.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

Ambani Ganesh Chaturthi 2026: અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બોલિવૂડનો મહાજમાવડો.. Divine & Glamorous Convergence..

Ambani પરિવારની ગણેશ ચતુર્થીમાં બોલિવૂડનો જમાવડો, સ્ટાર્સની હાજરીએ ખેંચ્યું સૌનું ધ્યાન Salman Khanથી લઈને Ranbir-Alia અને Kareena-Saif સુધી અનેક સેલેબ્સ પહોંચ્યા, ગણપતિ બાપ્પાના દર્શન સાથે ભક્તિ અને ગ્લેમરનો સંગમ જોવા મળ્યો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર દર વર્ષે ભક્તિ સાથે સાથે સેલિબ્રિટી ગ્લેમર માટે પણ ચર્ચામાં રહે છે. ખાસ કરીને Ambani પરિવાર દ્વારા આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં બોલિવૂડના અનેક મોટા સ્ટાર્સની હાજરી જોવા મળતી હોય છે. આ વખતે પણ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ એકસાથે જોવા મળતાં સમગ્ર કાર્યક્રમ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. Salman Khan, Ranbir Kapoor, Alia Bhatt, Kareena Kapoor, Saif Ali Khan, Katrina Kaif અને Vicky Kaushal સહિત અનેક સ્ટાર્સે હાજરી આપી હતી. Ambani પરિવારની ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત રહેતી…