મહાકુંભમાં નાસભાગની દુર્ઘટનાનું પુનરાવર્તન ટાળવા 5 મોટા ફેરફાર
પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા સ્નાન પહેલા સંગમ કિનારે થયેલી ભાગદોડ અને દુ:ખદ મૃત્યુ બાદ, વહીવટીતંત્રે કડક પગલાં લીધાં છે. જે અંતર્ગત મેળા વિસ્તારમાં પાંચ મોટા ફેરફારો લાગુ કરવામાં આવ્યા છે. આ સાથે, સમગ્ર મેળા વિસ્તારને હવે નો-વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે કોઈપણ પ્રકારના વાહનને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલું જ નહીં, VVIP પાસ અને ટ્રાફિક અંગે પણ ફેરફારો કરવામાં આવ્યા છે. મહાકુંભમાં થયેલી ભાગદોડની ઘટના બાદ પોલીસ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે, સીએમ યોગીની કડક સૂચના બાદ, ભક્તોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને મેળા વિસ્તાર માટે પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેથી આવા અકસ્માતો રોકી શકાય. ભવિષ્યમાં ટાળી શકાય. હવે પોલીસ વહીવટીતંત્ર સામે વસંત પંચમી પર અમૃત સ્નાન કાર્યક્ષમ રીતે કરાવવાનો પડકાર…







