અમરેલીમાં તુવેરની ખરીદીનો ટેકાના ભાવે શુભારંભ | #bindia
અમરેલીમાં તુવેરની ખરીદીનો ટેકાના ભાવે શુભારંભ 1600ના ભાવથી ખરીદી શરૂ કરાઈ ખેડૂતો તુવેર લઈને યાર્ડના સેન્ટરો પર પહોંચ્યા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
ખેડૂતોને ટ્રેક્ટર માટે સહાય આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર, જાણો છેલ્લા 5 વર્ષમાં કેટલી સહાય ચૂકવાઈ
વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા રાજ્યમાં ટ્રેક્ટર સહાય યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતના કૃષિ યાંત્રીકીકરણના વધતા વ્યાપ અને સરકારની ખેડૂતલક્ષી નીતિઓની વિગતો રજૂ કરી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, ખેતીમાં શ્રમ ઘટાડવા અને ઉત્પાદકતા વધારવા માટે ટ્રેક્ટર એક અનિવાર્ય સાધન છે અને ગુજરાત સરકાર ખેડૂતોને આ દિશામાં મહત્તમ સહાય કરી રહી છે. કૃષિ મંત્રીએ ગૃહમાં ગૌરવપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં કૃષિ યાંત્રીકીકરણને વેગ આપવા માટે એજીઆર-50 (ટ્રેક્ટર સહાય યોજના)ની શરૂઆત વર્ષ 2011-12માં રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર રૂ. 55 કરોડની જોગવાઈથી શરૂ થઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વાવેતર અને ઉત્પાદનમાં વધારો કરી ખેતીને આધુનિક બનાવવાનો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં…
ટેકાના ભાવે તુવેરની ખરીદી મામલે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત
વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1600 પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33…
રાજ્ય સરકારે અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે કરી ખરીદી, જાણો વિગત
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. 12 હજાર કરોડ કરતા વધુના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકો માટે ટેકાના ભાવે ખરીદી યોજના હેઠળ તા. 20 જાન્યુઆરી, 2026 સુધીમાં કુલ 10.11 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જણસી ખરીદીના આંકડા વિશે પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે ખરીદી માટે SMS થયેલા ખેડૂતોની સંખ્યા 10,01,724 છે, જ્યારે જણસી ખરીદ કરેલા કુલ 8,23,743 લાભાર્થીઓ છે. વધુમાં, ખરીદ કરવામાં આવેલ 18,05,612.16 મેટ્રિક ટન જણસીનું મૂલ્ય રૂ. 12, 965.37 કરોડ…
હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને લઈ કૃષિ વિભાગે પાક રક્ષણ માટે જાહેર કરી માર્ગદર્શિકા, જાણો વિગત
ભારતીય હવામાન વિભાગ દ્વારા આવતીકાલ તા. 01 જાન્યુઆરી-2026 સુધીમાં રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને કૃષિ વિભાગે ખેડૂતોના પાકને નુકશાનથી બચાવવાના કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓ સૂચવતી માર્ગદર્શિકા જાહેર કરી છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા અગમચેતીના પગલાઓ અનુસરવા રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે. માર્ગદર્શિકામાં સૂચવવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાં: કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવા આ સિવાય પાકને પ્લાસ્ટિક અથવા તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું રોકવું જેથી પાક નુકશાનીથી બચી શકાય. -ખાતર…
કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…
ખેડૂતો મામલે રાજ્ય સરકારે આજની કેબિનેટ બેઠક લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમથી જાહેર કરેલા અગાઉ રૂ. 947 કરોડ અને તાજેતરમાં રૂ. 10,000 કરોડના એમ બે ઉદારતમ કૃષિ રાહત પેકેજ બદલ રાજ્ય મંત્રી મંડળે તેમને ગુજરાતના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મુખ્યમંત્રી એ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના રૂ. 947 કરોડના પેકેજમાં પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતાં વધુ રૂ. 190 કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ હવે રૂ. 1137 કરોડ થઈ છે. આમ,…
રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ સરકારે જાહેર કર્યા ટેકાના ભાવ, જાણો વિગત
ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026-27 માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 4 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. 600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 160 પ્રતિ ક્વિ., ચણામાં રૂ. 225 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. 250 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે. રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા…
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ક્યારે શરૂ થશે ટેકાના ભાવે ખરીદી
રાજ્ય સરકારે રાજયના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે. લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. 2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2389 પ્રતિ ક્વિ.,મકાઈ રૂ. 2400 પ્રતિ ક્વિ., બાજરી રૂ.2775 પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. 3699 પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ.3749 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ…
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી થશે ટેકાના ભાવે તુવેરની ખરીદી
ખેડૂતોને લઈ રાજ્ય સરકારે ફરી એક વાર મહત્વનો નિર્ણય લીધો છે. આ દરમિયાન રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી. અત્યાર સુધીમાં સરકારે 841 કરોડની ખરીદી તુવેર:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…
















