ખેડૂતો મામલે રાજ્ય સરકારે આજની કેબિનેટ બેઠક લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના વરસેલા કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોને થયેલા નુકસાનમાંથી તેમને ફરી બેઠા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગમથી જાહેર કરેલા અગાઉ રૂ. 947 કરોડ અને તાજેતરમાં રૂ. 10,000 કરોડના એમ બે ઉદારતમ કૃષિ રાહત પેકેજ બદલ રાજ્ય મંત્રી મંડળે તેમને ગુજરાતના ખેડૂતો વતી અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત મુખ્યમંત્રી એ ઉદાર અભિગમ અપનાવીને અગાઉના રૂ. 947 કરોડના પેકેજમાં પિયત અને બિન પિયત માટે એક સમાન ધોરણે સહાય આપવાનો નિર્ણય કરતાં વધુ રૂ. 190 કરોડ ફાળવતા સહાય પેકેજની રકમ હવે રૂ. 1137 કરોડ થઈ છે. આમ, સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદનો માર સહન કરેલા ધરતીપુત્રોને રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. 11137 કરોડનું માતબર પેકેજ મુખ્યમંત્રી એ આપ્યું છે, તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

મંત્રી વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ના માર્ગદર્શનમાં ઐતિહાસિક સિદ્ધિઓ મેળવી છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા જાહેર કરેલા છઠ્ઠા નેશનલ વોટર એવોર્ડ્સમાં ગુજરાતે જળ સંરક્ષણ ક્ષેત્રે દ્વિતીય સ્થાન મેળવ્યું છે.

આ ઉપરાંત શ્રેષ્ઠ સિવિલ સોસાયટી શ્રેણીમાં બનાસ ડેરીને પ્રથમ સ્થાન, શ્રેષ્ઠ ઇનસાઇડ કેમ્પસ શ્રેણીમાં IIT-ગાંધીનગરને પ્રથમ સ્થાન તેમજ શ્રેષ્ઠ અર્બન લોકલ બોડી શ્રેણીમાં ભાવનગર મહાનગરપાલિકાને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ માટે પણ રાજ્ય મંત્રી મંડળની બેઠકે અભિનંદન પાઠવ્યા હતા, તેમ તેમણે ઉમેર્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Saroli : સારોલી સાલાસર માર્કેટ આગ: ૫મા માળે 4 દુકાનોમાં ભીષણ આગ, કાપડનો જથ્થો ભસ્મીભૂત થતાં ૧૫ ફાયર સ્ટેશન કાફલો ઘટનાસ્થળે Intense Smoke & Chaos

Saroliમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી: કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે સુરત શહેરમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે.Saroliવિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમા માળે આવેલી ચાર દુકાનો સુધી આગ પ્રસરી હોવાની માહિતી સામે આવી છે. માર્કેટમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લગભગ 15 ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગના કારણે…

નકલી પાસપોર્ટ કેસ: Gujarat મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હરિકેશ પટેલ ઝડપાયો, પાસપોર્ટ જમા હોવા છતાં 5 દેશ ફર્યાનો ખુલાસો… Scandalous Nexus Exposed

નકલી પાસપોર્ટ સાથે Gujarat મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો: હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફરી આવ્યો Gujaratમાં નકલી પાસપોર્ટના કેસને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ Gujarat મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેના પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ મહત્વની બાબત એ છે કે હરિકેશ પટેલનો અસલ પાસપોર્ટ વર્ષ 2023માં નોંધાયેલા મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં કોર્ટમાં જમા હોવાનું સામે આવ્યું હોવા છતાં તેણે પાંચથી વધુ દેશોની મુસાફરી કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનો દાવો છે.આ સમગ્ર મામલે હવે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા પાસપોર્ટ,…