રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મોટો નિર્ણય, જાણો ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ક્યારે શરૂ થશે ટેકાના ભાવે ખરીદી

રાજ્ય સરકારે રાજયના ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2025-26 માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. 2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2389 પ્રતિ ક્વિ.,મકાઈ રૂ. 2400 પ્રતિ ક્વિ., બાજરી રૂ.2775 પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. 3699 પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ.3749 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ.300 નું બોનસ પણ આપવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે આવતીકાલ તા. 1 થી 31 ઓકટોબર 2025 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ નોંધણી કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી તા. 1 નવેમ્બર 2025 થી તા.30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7, 12, 8-અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓએ ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂત મિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખેડૂતોએ ખાસ કાળજી લેવાની રહેશે. દસ્તાવેજ/ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહિ.

જાણો હેલ્પલાઈન નંબર 

નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Aaj Nu Rashifal 17 September 2026 : આજનો દિવસ તમારા માટે કેવો રહેશે? ૧૨ રાશિઓનું સંપૂર્ણ રાશિફળ.. Emotional Resilience & Clarity..

આજનું Rashifal — 17 સપ્ટેમ્બર 2026 Rashifal મેષથી મીન સુધી જાણો આજનો દિવસ, નોકરી-ધંધો, પૈસા, પ્રેમ, પરિવાર, શુભ રંગ અને શુભ અંક ♈ મેષ રાશિ Rashifal આજે કામકાજમાં વ્યસ્તતા રહેશે. અટકેલા કામને ફરી ગતિ મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. વેપારીઓએ આજે ઉતાવળમાં મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. પૈસાની બાબતમાં ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે.💼 કરિયર: જવાબદારી વધશે.💰 નાણાં: ખર્ચનું આયોજન કરો.❤️ પ્રેમ: ગેરસમજ વાતચીતથી દૂર થશે.🎨 શુભ રંગ: લાલ🔢 શુભ અંક: 9 ♉ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે દિવસ આર્થિક રીતે મહત્વનો બની શકે છે. જૂના કામમાંથી લાભ મળવાની શક્યતા છે. ઓફિસમાં તમારી મહેનતની નોંધ લેવાઈ શકે છે. વેપારમાં નવા સંપર્કો ફાયદાકારક બની…

Aaj Nu Rashifal 10 September 2026: Balanced Perspective 12 રાશિઓનું સંપૂર્ણ રાશિફળ Auspicious Timing

આજનું Rashifal — 10 સપ્ટેમ્બર 2026, ગુરુવાર Rashifal જ્યોતિષીય માન્યતાઓ મુજબ 10 સપ્ટેમ્બરનો દિવસ કેટલીક રાશિઓ માટે કારકિર્દી, આર્થિક લાભ અને સંબંધોની દૃષ્ટિએ અનુકૂળ રહી શકે છે. ચંદ્રની સ્થિતિ સાથે બુધ, શુક્ર અને ગુરુનો પ્રભાવ પણ મહત્વનો માનવામાં આવે છે. ♈ મેષ કારકિર્દી: Rashifal કામકાજમાં સફળતા અને નવી જવાબદારી મળી શકે.ધન: આર્થિક સ્થિતિ સુધરવાની શક્યતા.પ્રેમ: પરિવાર અને જીવનસાથી સાથે સારો સમય પસાર થશે.સલાહ: ઉતાવળમાં નિર્ણય ન લો. ♉ વૃષભ કારકિર્દી: કામમાં સહકર્મીઓનો સહયોગ મળશે.ધન: ઘર-પરિવાર સંબંધિત ખર્ચ થઈ શકે છે, બજેટ જાળવો.પ્રેમ: સંબંધોમાં વિશ્વાસ વધશે.સલાહ: ઘરેલું બાબતોમાં અતિશય કડક વલણ ટાળો. ♊ મિથુન કારકિર્દી: Rashifal તમારી વાતચીતની કુશળતા તમને ફાયદો કરાવશે.ધન: આવકના નવા રસ્તા અંગે વિચાર કરી શકો છો.પ્રેમ: વાતચીતથી ગેરસમજ દૂર થશે.સલાહ: બોલતી વખતે શબ્દોની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *