હોળી-ધૂળેટી તહેવારો નિમિત્તે 1300 વધારાની બસો દોડાવશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ
હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વિશેષ આયોજન જાહેર કર્યું છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત મુસાફરી મળી રહે તે માટે નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7500 જેટલી વધારાની ટ્રિપો ચલાવવામાં આવશે આ વધારાની બસો દ્વારા અંદાજે 7500 જેટલી ટ્રિપો સંચાલિત કરવામાં આવશે. શહેરોમાં રોજગારી માટે રહેતા લોકો પોતાના ગામડે જઈ પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે આ સુવિધા ખાસ ઉપયોગી સાબિત થશે. કયા રૂટ પર રહેશે ખાસ વ્યવસ્થા? હોળી-ધૂળેટીના દિવસોમાં ખાસ કરીને નીચેના શહેરોમાંથી વધારાની બસોની વ્યવસ્થા રહેશે: – અમદાવાદ – રાજકોટ – અમરેલી –…
દિલ્હી બ્લાસ્ટ પગલે સમગ્રમાં ગુજરાત હાઇ એલર્ટ : અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિત અનેક સ્થળો પર સઘન સુરક્ષા
દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટનાને પગલે ગુજરાત પોલીસે રાજ્યભરમાં હાઇ એલર્ટ જાહેર કરીને સુરક્ષા વ્યવસ્થાને કડક બનાવી દીધી છે. ખાસ કરીને રાજ્યના મહત્વપૂર્ણ ધાર્મિક અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ કરી રહી છે. ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થાનો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેમાં અંબાજી, સોમનાથ અને દ્વારકા મુખ્ય છે. અંબાજી, સોમનાથ મંદિરે સુરક્ષા વધારી: શક્તિપીઠ અંબાજી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોવાથી સુરક્ષા બંદોબસ્ત સઘન રીતે વધારવામાં આવ્યો છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ કરતા શ્રદ્ધાળુઓ અને તેમના સામાનની ચેકિંગ તદ્દન સખત છે. દ્વારકાધીશ મંદિર અને આસપાસના વિસ્તારોમાં પણ પોલીસના ચેકિંગ પોઈન્ટ્સ ગોઠવવામાં આવ્યા છે. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર પાસે સઘન ચેકિંગ: રાજ્યમાં કોઈપણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય…
વરસાદનું જોર ઘટ્યું છતાં અરબી સમુદ્રની સિસ્ટમ હજુ સક્રિય, આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં મૂશળધાર માવઠાનો અંદાજ
ગુજરાતમાં ચોમાસા બાદ પણ મેઘરાજાની કૃપા યથાવત છે. છેલ્લા ચારેક દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે, છતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે અરબી સમુદ્રની સિસ્ટમ હજી સક્રિય છે અને ફરીથી વરસાદી માહોલ સર્જી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, “હાલમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાઈ ગયું છે. તેના કારણે આગામી બે દિવસ 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, જામનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.” ‘મોન્થા’ વાવાઝોડાનો પ્રભાવ આંધ્ર પ્રદેશના કાકીનાડા અને મછલીપટ્ટનમ વચ્ચે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું ‘મોન્થા’ હવે કમજોંર બન્યું છે, પરંતુ તેની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચી રહી છે. આ વિસ્તારોમાં પણ…
Dwarka : દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળશે દાદાનું બુલડોઝર, તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને પાઠવી નોટિસ
દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી દાદાનું બુલડોઝર ચાલશે. તંત્રએ વધુ 69 ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવી છે. બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક ગેર કાયદેસર ધાર્મિક, રહેઠાણ અને ધંધાકીય બાંધકામો દૂર કરી લાખો ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ પણ વાંચો :- દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર મળતી માહિતી મુજબ, દ્વારકાના ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળો પર નોટિસ આપવામાં આવી છે. વધુ 69 ધાર્મિક સ્થળો પર તંત્રએ નોટિસ પાઠવી હતી. જેમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 15 દિવસની મુદત આપવામાં આવી છે. આ ઉપરાંત મુદ્ત પુર્ણ થાય અને દબાણો દૂર કરવામાં નહીં આવે તો તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ…
દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ દ્વારકાનાં પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસે સ્કુબા ડાઇવિંગ ટીમ સાથે મળીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ પણ વાંચો :- Mahashivaratri 2025: મહાશિવરાત્રી મેળાનો 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આણંદ માણ્યો પોલીસે ટેકનિકલ અને સૂત્રોની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા. જેમાં મહેન્દ્ર, વનરાજ, મનોજ અને જગતની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં પરિવારની ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. દ્વારકાના એસપી નીતિશ પાંડેએ જણાવ્યું હતું કે, બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘરમાંથી ચોરાયેલું શિવલિંગ પણ કબજે…
દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગૂમ, પોલીસ થઇ દોડતી
દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગૂમ થઈ છે. શિવ મંદિરમાંથી શિવલિંગ ગૂમ થતાં લોકોની લાગણી દુભાઈ છે. શિવલિંગને મંદિરમાંથી કાઢીને દરિયા સુધી લઈ જવાયું છે. જ્યાં દરિયા કિનારેથી શિવલિંગનો અડધો ભાગ મળી આવ્યો છે. દરિયાકિનારે શિવલિંગ વગરનો ભાગ પડ્યો હતો. જો કે, પોલીસનો કાફલો અને સાગર રક્ષક દળના જવાનોએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મંદિરમાંથી શિવલિંગ ગૂમ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે, અત્યાર સુધી આ મામલે કંઈ વિસ્તૃત વિગતો સામે આવી નથી કે, આવું કૃત્યુ કોણે કર્યું છે. જો કે, લોકોની ધાર્મિક લાગણી દુભાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, દોઢ વર્ષ પૂર્વે દરિયા કિનારાના ગેર કાયદેસર દબાણો દૂર કરાયા હતા. મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ…













