દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગૂમ, પોલીસ થઇ દોડતી

દેવભૂમિ દ્વારકામાં ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગૂમ થઈ છે. શિવ મંદિરમાંથી શિવલિંગ ગૂમ થતાં લોકોની લાગણી દુભાઈ છે. શિવલિંગને મંદિરમાંથી કાઢીને દરિયા સુધી લઈ જવાયું છે. જ્યાં દરિયા કિનારેથી શિવલિંગનો અડધો ભાગ મળી આવ્યો છે. દરિયાકિનારે શિવલિંગ વગરનો ભાગ પડ્યો હતો.

જો કે, પોલીસનો કાફલો અને સાગર રક્ષક દળના જવાનોએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મંદિરમાંથી શિવલિંગ ગૂમ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે, અત્યાર સુધી આ મામલે કંઈ વિસ્તૃત વિગતો સામે આવી નથી કે, આવું કૃત્યુ કોણે કર્યું છે. જો કે, લોકોની ધાર્મિક લાગણી દુભાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, દોઢ વર્ષ પૂર્વે દરિયા કિનારાના ગેર કાયદેસર દબાણો દૂર કરાયા હતા. મંદિરમાંથી શિવલિંગ કાઢી જતા સ્થાનિકો સ્થળ પર પહોચ્યા હતા. આ કૃત્યુ કોઈ વિધર્મીઓ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. આ મંદિર સાથે લોકોની અનેક આસ્થાઓ જોડાયેલી છે.

Related Posts

સૂર્યદેવને જળ કેમ ચઢાવવામાં આવે છે? જાણો તેની પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક રહસ્ય!

ભારતીય સંસ્કૃતિમાં સૂર્યદેવને પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે. દરરોજ સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરવાની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. ઘણા લોકો સૂર્યોદય સમયે તાંબાના લોટામાં પાણી ભરીને સૂર્યદેવને…

“બ્રેકિંગ: ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદનું રેડ એલર્ટ!”

ગુજરાતમાં વરસાદનું ‘રેડ એલર્ટ’: આગામી 48 કલાકમાં મેઘરાજા મન મૂકીને વરસશે! ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થયું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 48 કલાક માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *