અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 20 જેટલા મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી

GUJARAT ACCIDENT NEWS B INDIA : અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી એક ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ હતી, એમાં સવાર આશરે 20 મુસાફરને નાની-મોટી ઇજાઓ થઇ હતી. જ્યારે 4થી 5 લોકોને ગંભીર ઇજા થતાં જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા.

 

  • અમદાવાદથી દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસને અકસ્માત નડ્યો
  • દ્વારકા પ્રવાસે જતી ખાનગી બસ દ્વારકા નજીક પલટી ગઇ
  • સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી
  • આશરે 20 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ
  • 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડાયા

 

એ દરમિયાન દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા. ત્યારે દ્વારકાથી અંદાજે 15થી 30 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક આવેલા ઓવરબ્રીજની બાજુમાં આવેલી ગોલાઇ પાસે અકસ્માતની ઘટના બની હતી. કુરંગા ચોકડીના ભયજનક વળાંકમાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ખાનગી લકઝરી બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી.ળતી માહિતી અનુસાર અમદાવાદના રખિયાલના 56 જેટલા રહેવાસીઓ બસમાં સવાર હતા. ડ્રાઈવરે અચાનક કાબૂ ગુમાવતા બસે પલટી હતી. જો કે સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.

 

bus accident

 

–> તો બીજી બાજુ સુરતથી ઉદયપુર જતી બસમાં અચાનક આગ લાગી:- 

  • સાબરકાંઠાના પ્રાંતિજ કતપુર ટોલટેક્ષ પાસેની ઘટના
  • વહેલી સવારે ખાનગી બસમાં આગ લાગી
  • ટ્રાફિક પોલીસ દ્રારા બસમાં બેઠેલા 40 મુસાફરોનો બચાવ

 

Luxury bus going from Surat to Udaipur catches fire after tyre burst |  સુરતથી ઉદેપુર જતી લકઝરી બસમાં ટાયર ફાટ્યા બાદ આગ લાગી: લગ્નપ્રસંગમાં જતા 40  મુસાફરનો બચાવ, દોઢ ...

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર ટોલનાકા પાસે આજે સવારે સુરતથી ઉદેપુર જતી લકઝરી બસમાં ટાયર ફાટ્યા બાદ આગ લાગી હતી. પ્રાંતિજ અને હિંમતનગર ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. આગ લાગતાં 40 મુસાફરનો બચાવ થયો હતો. જ્યારે સરસમાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગવાને લઈને પ્રાંતિજ અને હાઇવે ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે આવીને ટ્રાફિકનું સંચાલન કર્યું હતું.

 

Related Posts

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Emergency In Gandhinagar District 2026: કલોલ ONGC પ્લાન્ટમાં આગથી ભારે અફરાતફરી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી સાથે આસપાસનો વિસ્તાર ખાલી કરાવ્યો અને વાહનવ્યવહાર ડાયવર્ટ કર્યો. ગાંધીનગર જિલ્લાના કલોલ-માણસા હાઈવે પર આવેલા ONGC પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાં આગની ઘટના સામે આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આગ આસપાસના વિસ્તારમાં ન ફેલાય તે માટે સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. આગની તીવ્રતા જોતા ફાયર વિભાગ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો, જ્યારે કલોલ-માણસા હાઈવે પર વાહનવ્યવહારને પણ અસર થઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાહનોને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ONGC પ્લાન્ટમાં આગથી ચકચાર કલોલ-માણસા હાઈવે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *