“હવે પાકિસ્તાનની ચિઠ્ઠી કાઢશે બાબા બાગેશ્વર!”, ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશની લાગણી ફાટી નીકળી છે. આ હુમલામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનું જીવન ગુમાવ્યું છે. રાષ્ટ્રીય સુરક્ષા, આતંકવાદ, અને સરકારના પ્રત્યાઘાત મુદ્દે ચર્ચાઓ વચ્ચે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. સેનાને “દિવ્ય શક્તિઓ”થી મદદ કરવાનું સંકેત સોશિયલ મીડિયામાં હાલ ધીન્દ્રેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કહે છે કે “હવે માત્ર સૈન્ય શક્તિથી નહીં, પણ બાલાજીની દિવ્ય શક્તિથી પણ દેશની રક્ષા થવી જોઈએ.” તેમણે એવો દાવો કર્યો છે કે તેઓ સેનાને ગુપ્ત જાણકારી પ્રદાન કરી શકે છે, જે દેવશક્તિના આધારે તેમને મળતી હોય છે. શાસ્ત્રીનો વીડિયો: “સેનાને સાથે આપીશું સહયોગ” વીડિયો પ્રમાણે, શાસ્ત્રી કહે છે કે તેઓ ભણેલા નથી…







