મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા અંતે ઝડપાયો, જાણો વિગત
લાંબા સમયથી પોલીસને હાથતાળી આપતો જૂનાગઢનો મોસ્ટ વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયા આખરે ઝડપાયો છે. ગુજસીટોક સહિતના અનેક ગંભીર ગુનામાં ફરાર રહેલા ધીરેન કારિયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેર શહેરમાંથી ઝડપી લીધો છે. પોલીસ સૂત્રો અનુસાર, ધીરેન કારિયા અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારામાં છુપાયો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી તેને દબોચી લીધો હતો. ધરપકડ બાદ તેને જૂનાગઢ લાવવામાં આવી રહ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવણી આરોપી ધીરેન કારિયા સામે મારામારી, આર્થિક ગુનાઓ, એટ્રોસિટી એક્ટ તેમજ ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવાના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. એપ્રિલ 2025માં જૂનાગઢ શહેરના સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધીરેન કારિયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટોળકીના સભ્યો…
રાજકોટમાં 22 PSIની કરાઈ આંતરિક બદલી, PIની બદલી માટે તૈયારી શરુ
રાજકોટ શહેરમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શહેર પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક બદલી પ્રક્રિયા હાથ ધરી છે. શહેરના વિવિધ વિભાગોમાં કાર્યક્ષમતા વધારવા માટે કુલ 22 PSIની આંતરિક બદલી કરવામાં આવી છે. આ અચાનક બદલીથી પોલીસ તંત્રમાં હલચલ મચી છે અને નવા અધિકારીઓને નવી જવાબદારીઓ સંભાળવાની તક મળી છે. આશ્ચર્યજનક પોસ્ટિંગ્સ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI એ. એસ. ગરચરને EOW (ઇકોનોમિક ઓફેન્સ વિંગ)માં બદલી કરવામાં આવી છે, જેથી આર્થિક ગુનાઓની તપાસમાં તેમનો અનુભવ ઉપયોગી બની શકે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PSI એમ. વી. જાડેજાને SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)માં ખસેડાયા છે, જે ગંભીર ગુનાઓ અને ખાસ ઓપરેશન્સમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના PSI આર. કે. ગોહિલને ક્રાઈમ બ્રાન્ચમાં બદલી આપવામાં આવી છે, કારણ કે ક્રાઈમ બ્રાન્ચમાં…
દિલ્હી હથિયાર તસ્કરી ભાંડાફોડ: લોરેન્સ-બમ્બીહા ગેંગને સપ્લાય થવાના પ્લાન નાકામ
દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રોહિણી વિસ્તારમાં જ પકડાયેલા ચાર આરોપીઓ પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવી હથિયારની ખેપ ભારતમાં લાવી લોરેન્સ બિશ્નોઈ, બમ્બીહા અને અન્ય કુખ્યાત ગેંગસ્ટરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત થયેલા હથિયારોમાં તુર્કી અને ચીનમાં બનેલા હાઈ-ટેક અને અત્યાધુનિક હથિયારો સામેલ હતા. તપાસ હેઠળના આરોપીઓ પંજાબ અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે આખા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને અન્ય સભ્યોને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી દ્વારા રાજ્યમાં ગુનાખોરી અને આંતરરાષ્ટ્રીય હથિયાર તસ્કરીના ખતરા સામે સુરક્ષા વધારવા માટે મોટું પગલું લેવામાં આવ્યું છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW…
મુંબઈ આર્મી હેડક્વાર્ટરમા ચોરી : કર્નલના કેબિનમાંથી પિસ્તોલ, રોકડ અને ચાંદી પકડાઈ
મુંબઈના આર્મી હેડક્વાર્ટરમાં કર્નલના કેબિનમાંથી એક પિસ્તોલ, નવ જીવતા કારતૂસ, 450 ગ્રામ ચાંદી અને ₹3 લાખ રોકડ ચોરી થતાં દેશની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. ચાર દિવસની તપાસ પછી, મલાડમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની સફળતા પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની વસ્તુઓ અને ઉપયોગમાં લેવાયેલા સાધનો જપ્ત કર્યા. આરોપીઓ પહેલા ગોવા ભાગી ગયા હતા અને પછી પાછા ફર્યા ત્યારે ધરપકડ કરવામાં આવ્યા. ગુનો કેવી રીતે થયો અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીઓ પાછળથી હેડક્વાર્ટરમાં પ્રવેશ્યા અને પિસ્તોલ અને રોકડ ચોરી કરી. આ ઘટના સુરક્ષિત વિસ્તારમાં બની, જે ગંભીર ચિંતાનો વિષય છે. આરોપીઓ વ્યાવસાયિક ચોર ધરપકડ કરાયેલા લોકો અગાઉ અનેક ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હતા અને લાંબા સમયથી આ ગેંગ ક્રાઇમમાં સંલગ્ન છે. આગળની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચ…
વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ઝડપાયો
વડોદરામાં રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ટ્રેનમાં ઉંઘતી મહિલાઓના સામાનની ચોરી કરનાર ચોર મુદ્દામાલ સાથે ઝડપાયો છે.આ મામલે વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મધ્યપ્રદેશથી વડોદરા ચોરી કરવા આવતો હતો. અને સમગ્ર ઘટનામાં પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી છે. રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી વિકાસને પકડયો:- આરોપીની તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અલગ-અલગ ટ્રેનોમાં રાત્રીના સમયે ઘુસી જતો અને મહિલાના સામાનને ટાર્ગેટ કરતો હતો ત્યારે આરોપી પાસેથી 438 ગ્રામ સોના-ચાંદીના દાગીના મળી આવ્યો છે. સુરત રેલવે પોલીસે કુલ અલગ-અલગ 4 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને મધ્યપ્રદેશ,રાજસ્થાન,મહારાષ્ટ્રમાં પણ આરોપી સામે ગુના નોંધાયા છે. પોલીસ રિમાન્ડ માંગી આરોપીની વધુ તપાસ કરી શકે…
સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી ઝડપાયો, કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે કરી ધરપકડ
સુરતમાં માથાભારે વોન્ટેડ આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. લાજપોર જેલમાં આજીવન કેદની સજાના આરોપી કલ્પેશ કલસાણીયાની ક્રાઈમે બ્રાન્ચે ધરપકડ કરી છે. માથાભારે ગુંડો કહેવાતા કલ્પેશ ગલસાણીયાને અપહરણ અને પોક્સોના ગુનામાં સજા ફટકારવામાં આવી હતી. લાજપોર જેલમાં બંધ આરોપી કલ્પેશ ગલસાણીયા ફર્લો રજા ઉપર મુક્ત થયો હતો. ત્યાર બાદ આરોપી જેલમાં પરત ફર્યો નહોતો. પોલીસને મળી સફળતા:- પોલીસની યાદીમાં જેલમાંથી ફરાર થયેલ માથાભારે ગુંડો કલ્પેશનું મોખરે હતું. પોલીસે આવા જેલની સજા બાદ ફરાર થઈ ગયા હોય તેવા ગુનેગારોને ઝડપી પાડવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ગોડદારામાં છુપાયેલો છે. બાતમીના આધારે પોલીસે ગોડાદરાનો શોપિંગ સેન્ટર પર રેડ પાડી આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ કરી છે. આરોપી કલ્પેશ ગલસાણીયાની ધરપકડ…












