હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો
ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં ગોંડલ પોલીસ પદ્મિનીબા વાળાની પૂછપરછ શરૂ કરશે. બીજી તરફ ફરાર મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરશે. ગોંડલ પોલીસે હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે. પોલીસે પદ્મિનીબા ઉપરાંત સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા,અને હિરેન દેવડીયાની ધરપકડ કરી છે. જાણો શું છે મામલો ગત વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું. આ સાથે જ ક્ષત્રિય આંદોલનથી સતત ચર્ચામાં રહેલા અને વિવાદમાં રહેતાં ક્ષત્રિય સમાજનાં મહિલા નેતા પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગોંડલના જેતપુર રોડ પર રહેતા રમેશ અમરેલિયા…
લુખ્ખાઓ પર ક્યારે લાગશે લગામ | F.I.R | B india
સુરત સીટીમાં લુખ્ખાઓ બેફામ લુખ્ખાઓએ સુરત શહેરને લીધું બાનમાં.! વરાછા વિસ્તારમાં લુખ્ખાઓએ મચાવ્યો આતંક અસામાજિક તત્વોએ વેપારી પર કર્યો જીવલેણ હુમલો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
સંબંધોને લાંછન લગાવાનો કિસ્સો, અમદાવાદમાં કળયુગી પુત્રએ કરી પિતાની હત્યા
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં સબંધોને લાંછન લગાવાનો કિસ્સો બન્યો છે. પુત્રએ જ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના બાપુનગર ગુજરાત હાઉસીંગ બોર્ડ વસાહતમાં રહેતા એક યુવકનો પિતા સાથે ઝઘડો થયો હતો અને તેમણે પિતાને ફેંટો મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક તેની માતા સાથે ઝઘડો કરતા હોઈ તેના મોટાપુત્રએ હત્યા કરી દીધી હોવાનુ બહાર આવ્યુ છે. આ અંગે માતાએ પુત્રની સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પુત્રની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની કરી ધરપકડ બાપુનગર વિસ્તારમાં આ ચર્ચાનો વિષય…
Amreli: ઝર ગામના ખેડૂતને 5 વર્ષ બાદ મળી પોતાની જમીન, પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી
ધારી તાલુકાના ઝર ગામે છેલ્લા 5 વર્ષથી પોતાની ખેતીની જમીન પર ન્યાય માટે સંઘર્ષ કરતા ખેડૂત જયસુખ સોલંકીને આખરે ન્યાય મળ્યો છે. અમરેલી એસ.પી. સંજય ખરાત અને તેમની ટીમની તકેદારી અને કાર્યક્ષમતાના પરિણામે ખેડૂતને તેની જમીન પર અધિકાર પુનઃસ્થાપિત કરાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “તેરા તુજકો અર્પણ” પહેલ અંતર્ગત, જમીન વિવાદોના નિકાલ માટે લાગતી પોલીસ અને પ્રશાસકીય પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ કિસ્સો એ પહેલનો જીવંત ઉદાહરણ બની રહ્યો છે. “તેરા તુજકો અર્પણ” હેઠળ ઝરના ખેડૂતને પોતાની જમીન 5 વર્ષ બાદ પરત મળતા રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રી સમક્ષ રજૂઆત જમીન પર અધિકાર મેળવ્યા બાદ, ખેડૂત જયસુખ સોલંકી પોતાના પરિવાર સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા. તેઓની સાથે એસ.પી.…
Surat: કાપોદ્રા પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, 17 વર્ષીય રત્નકલાકારની હત્યા બાદ મહિલાઓ બની રણચંડી
રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં વધૂ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના કાપોદ્રામાં 17 વર્ષીય રત્ન કલાકારની હત્યા કરવામાં આવી છે. જેને લઈ મહિલાઓ રસ્તા પર ઉતરી છે અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષીય રત્નકલાકાર પાસે એક વ્યક્તિએ નશા માટે પૈસાની માગણી કરી હતી પરંતુ પૈસા આપવાનો ઈનકાર કરતા આરોપીએ ચપ્પુના ઘા મારી તરુણની હત્યા કરવામાં આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી છે. જોકે પોલીસે ગણતરીનની મિનિટોમાંજ આરોપીની ધરપકડ કરી છે. મહિલાઓ બની રણચંડી હત્યાને લઈને મહિલાઓ રસ્તા પર ઉતરી છે. સુરતના કાપોદ્રામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું સર્જન થયું છે. ચાર બહેનોના એકના એક ભાઈની હત્યાને લઈને લોકોમાં…
Surat: રત્ન કલાકારોને ઝેરની અસર મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, જાણો શું છે મામલો
સુરતમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સુરતમાં અનભ જેમ્સમાં પાણી પીધા બાદ 100 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક બગડી હતી. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવા (અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવા)ની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેને લઈને કાપોદ્રા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે. જેમાં ગઇકાલે પાણી પીધા બાદ 100થી વધુ રત્ન કલાકારની તબિયત લથડી હતી. જેમને કિરણ અને ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. તમામની તબિયત સ્ટેબલ છે. આ બનાવની જાણ થતા…
રાજ્યના પોલીસ બેડામાં બઢતીની મોસમ, એક સાથે 261 ASIને મળ્યા પ્રમોશન
ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 261 ASIને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં PSI થી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં આનંદ ફેલાયો છે. કર્મચારીની બઢતી તેનામાં નવી ઉર્જાનો સંચાર કરીને કાર્યક્ષમતા વધારવામાં તો મહત્વનો ભાગ ભજવે જ છે. ઉપરાંત કર્મચારીની બઢતી સમગ્ર પરિવારને પણ સ્પર્શતો મુદ્દો છે. તેથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ બાબતને ખૂબ જ સંવેદનાથી લઈ પોલીસ કર્મચારીઓની બઢતી માટે તમામ જરૂરી સંલગ્ન પ્રક્રિયાઓ સમયસર કરવા આદેશો આપવામાં આવ્યા છે. જેના પરિણામસ્વરૂપે ગુજરાત પોલીસ વિભાગમાં વર્ષ 2024માં…
સ્વામીના નામ પર કલંક.! શ્રીજી ચરણ સ્વામીએ યુવકને મરવા કર્યો મજબૂર
B india બોટાદ : બોટાદના કારિયાણી ગામે આવેલા સ્વામિનારાયણ મંદિરના શ્રીજીચરણ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ધોળકાના એક યુવકને સ્વામી સાથે પરિચય થયા બાદ રૂપિયાની લેતીદેતી થઇ હતી. ત્યારબાદ સ્વામીએ તેની પાસે નાણાં અને વ્યાજની માંગણી કરીને ત્રાસ આપ્યો હતો. ગામમાં યુવકના ઘરે જઇનેઉઘરાણી કરીને મારા જેવો ખરાબ માણસ કોઇ નહીં થાય તેમ કહીને ધમકી આપી હતી. તેથી યુવકને મનમાં લાગી આવતા તેણે દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા કોઠ પોલીસે શ્રીજીચરણ સ્વામી સામે ગુનો નોંધ્યો છે. ધોળકામાં રહેતા કિશન ચૌહાણ એક કંપનીમાં નોકરી કરે છે. 2017માં ધોલેરા સ્વામિનારાયણ મંદિરમાંથી તેમના ગામના સ્વામિનારાયણ મંદિરમાં પૂજા આરતી માટે શ્રીજીચરણ સ્વામીને મૂક્યા હતા. કિશનભાઇ મંદિરમાં દર્શન કરવા જતા હોવાથી તેમની શ્રીજીચરણ સ્વામી સાથે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ સ્વામી…














