Amreli: ઝર ગામના ખેડૂતને 5 વર્ષ બાદ મળી પોતાની જમીન, પોલીસની કામગીરી ઉડીને આંખે વળગી

ધારી તાલુકાના ઝર ગામે છેલ્લા 5 વર્ષથી પોતાની ખેતીની જમીન પર ન્યાય માટે સંઘર્ષ કરતા ખેડૂત જયસુખ સોલંકીને આખરે ન્યાય મળ્યો છે. અમરેલી એસ.પી. સંજય ખરાત અને તેમની ટીમની તકેદારી અને કાર્યક્ષમતાના પરિણામે ખેડૂતને તેની જમીન પર અધિકાર પુનઃસ્થાપિત કરાવવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી “તેરા તુજકો અર્પણ” પહેલ અંતર્ગત, જમીન વિવાદોના નિકાલ માટે લાગતી પોલીસ અને પ્રશાસકીય પ્રક્રિયાઓને વધુ અસરકારક બનાવવામાં આવી છે. આ કિસ્સો એ પહેલનો જીવંત ઉદાહરણ બની રહ્યો છે. “તેરા તુજકો અર્પણ” હેઠળ ઝરના ખેડૂતને પોતાની જમીન 5 વર્ષ બાદ પરત મળતા રાહતનો શ્વાસ લીધો છે.

ગૃહમંત્રી સમક્ષ રજૂઆત
જમીન પર અધિકાર મેળવ્યા બાદ, ખેડૂત જયસુખ સોલંકી પોતાના પરિવાર સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળવા પહોંચ્યા. તેઓની સાથે એસ.પી. સંજય ખરાત પણ હાજર રહ્યા અને સમગ્ર ઘટનાક્રમની વિગતવાર રજૂઆત કરી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અમરેલી પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા કરી, અને એસ.પી. સંજય ખરાતને અભિનંદન પાઠવ્યા. ખેડૂત પરિવારે ગૃહમંત્રી સાથે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો ખેડૂત પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોટર નૌશાદ કાદરી, અમરેલી

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

પૂર્વ વિસ્તારમાં પોલીસનો સપાટો: Vatva મહિલા બુટલેગરોને દારૂ પહોંચાડવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ સહિત કન્ટેનર ઝડપાયું 1 Unyielding Security Measures

પૂર્વ વિસ્તારમાં એક જ દિવસમાં 5 સ્થળેથી દારૂ ઝડપાયો: Vatvaની મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલા ઝડપાઈ, SP રિંગ રોડ પરથી કન્ટેનર ઝડપાયું Vatva અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દારૂની હેરાફેરી સામે પોલીસે એક જ દિવસમાં અલગ-અલગ પાંચ સ્થળે કાર્યવાહી કરી હોવાની માહિતી સામે આવી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહીમાં ખાસ કરીને Vatva વિસ્તારમાં મહિલા બુટલેગરોને દારૂની ડિલિવરી આપવા આવેલી દાહોદની ત્રણ મહિલાઓ ઝડપાઈ હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત SP રિંગ રોડ પરથી એક કન્ટેનર પણ ઝડપાયું હોવાનું જાણવા મળ્યું છે. એક જ દિવસમાં પાંચ અલગ-અલગ સ્થળે દારૂ ઝડપાતા પોલીસની કામગીરી ચર્ચામાં આવી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ…

Gujarat Weather Alert 2026: ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલાં નવો રાઉન્ડ.. Relentless Monsoon Fury..

Gujaratમાં વરસાદનું એલર્ટ: અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા, કેટલાક ભાગોમાં તેજ પવન અને ગાજવીજની આગાહી અમદાવાદ સહિત અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ; IMDના સ્થાનિક અનુમાન મુજબ આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ Gujaratમાં ચોમાસાની સિઝન અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત્ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના ઉપલબ્ધ સ્થાનિક અનુમાન મુજબ 16 સપ્ટેમ્બરે Gujaratના વિવિધ ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અગાઉના દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. IMDના સ્થાનિક રિપોર્ટ મુજબ 15 સપ્ટેમ્બરના અગાઉના 24 કલાકમાં અમદાવાદમાં 50 મિમી વરસાદ નોંધાયો હતો. 16 સપ્ટેમ્બરે શહેરમાં સામાન્ય રીતે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *