Russia: કથિત ઉગ્રવાદના દોષિત પત્રકારો જેલમાં ધકેલાશે

રશિયામાં સ્વતંત્ર પત્રકારત્વ માટે હાલની પરિસ્થિતિ વધુ દુઃખદ બની છે. મંગળવારે રશિયન કોર્ટે ચાર જાણીતા અને નિષ્પક્ષ પત્રકારોને ‘ઉગ્રવાદ’ના આરોપમાં દોષિત ઠેરવ્યા બાદ પાંચ વર્ષ અને છ મહિનાની જેલસજા ફટકારી. આ ચારેય પત્રકારો પર રાષ્ટ્રપતિ પુતિનના વિરોધી નેતા એલેક્સી નવલનીના પ્રતિબંધિત ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન સાથે સંકળાયેલા હોવાનો આરોપ મૂકાયો હતો. આરોપ શું છે? ચારેય પત્રકારો – એન્ટોનીના ફેવર્સ્કાયા, ક્રિસ્ટાન્ટિન ગેબોવ, સેર્ગેઈ કારેલિન, અને આર્ટીઓમ ક્રિગર પર એવો આરોપ છે કે તેઓ નવલનીના સંગઠન માટે કાર્ય કરી રહ્યા હતા, જે રશિયન સરકારે 2021માં “ઉગ્રવાદી સંગઠન” જાહેર કર્યું હતું. કોર્ટની કાર્યવાહી બંધ દરવાજા પાછળ થઈ હતી, જેમાં અરજદારો કે પત્રકારોને સાર્વજનિક રીતે બચાવવાનો અવસર પણ મળ્યો નહોતો. પત્રકારોએ પોતાની નિર્દોષતા જાળવી રાખી અને દલીલ કરી કે તેઓ માત્ર…

મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને યુએસ સુપ્રીમ કોર્ટની મંજૂરી

યુએસ સુપ્રીમ કોર્ટે શનિવારે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. ભારત લાંબા સમયથી પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું હતું. તહવ્વુર રાણા 2008ના મુંબઈ આતંકી હુમલાના કેસમાં વોન્ટેડ છે. નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી, તહવ્વુર રાણાએ ભારતને પ્રત્યાર્પણ વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. -> તહવ્વુર રાણા પાસે આ છેલ્લી તક હતી :- તહવ્વુર રાણાએ છેલ્લીવાર નીચલી અદાલતો અને ઘણી ફેડરલ અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી સાન ફ્રાન્સિસ્કોમાં ઉત્તરીય સર્કિટ માટે યુએસ કોર્ટ ઓફ અપીલ્સનો સંપર્ક કર્યો હતો. પ્રત્યાર્પણ ટાળવા માટે રાણાની આ છેલ્લી કાનૂની તક હતી. -> આ ગંભીર આરોપો છે :- ઉલ્લેખનીય છે કે રાણા પર મુંબઇ હુમલાના માસ્ટરમાઈન્ડ ડેવિડ હેડલીને…