Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા

રાજકોટ શહેરની નામાંકિત હોસ્પિટલ વોકહાર્ટ ફરીથી વિવાદમાં આવી છે.હોસ્પિટલે માત્ર 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યું હતું. જેના કારણે હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે. બાળકનાં પરિવારજનો વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મળતી માહિતી મુજબ, હેનીલ પટેલ નામના બાળકને અકસ્માતના કારણે હાથમાં ઇજા પહોંચી હતી. આ 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઇ 24 કલાક એડમિટ રાખવામાં આવ્યું હતું. આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી બાળકને મેડિકલ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. અને વોકહાર્ટ હોસ્પિટલે 7 ટાંકાનું બિલ રૂપિયા 1 લાખ 60 હજાર રૂપિયા આપ્યું હતું. ત્યાર બાદ બાળકનાં પરિવારજનોએ વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતાં. પરિવારજનોનાં…

Rajkot : રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો, રઘુવંશી સમાજે ઉચ્ચારી ઉગ્ર આંદોલનની ચીમકી

રાજકોટમાં જ્ઞાનપ્રકાશ સ્વામીનો વિવાદ વકર્યો છે. ત્યારે રાજકોટમાં રઘુવંશી સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. જેમાં પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રઘુવંશી સમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. રઘુવંશી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, જ્ઞાનપ્રકાશ સ્વામી વિરપુર જઈને માફી માગે, જો માફી નહીં માંગવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવાની ચિમકી સમાજ દ્વારા આપવામાં આવી છે. આ પણ વાંચો :- Rajkot : જ્ઞાનપ્રકાશ સ્વામીના બફાટને લઈને બે દિવસ વીરપુર રહેશે સજ્જડ બંધ, ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય આજે જ્ઞાનપ્રકાશ સ્વામીના વિરોધમાં રઘુવંશી સમાજના લોકો સ્વામિનારાયણ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જ્ઞાનપ્રસાદ સ્વામીનું પૂતળુ બનાવીને વિરોધ કર્યો હતો. જેમાં રઘુવંશી સમાજની મહિલાઓ પણ વિરોધમાં જોડાઈ હતી. ત્યારે પોલીસે વિરોધ કરનાર રઘુવંશી સમાજના…

ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં, ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવા ભક્તોમાં રોષ

ડાકોર ટેમ્પલ કમિટી ફરી વિવાદમાં આવી છે. ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વધુ એક વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ઇતિહાસમાં પ્રથમવાર ઠાકોરજીની આરતીનું સ્થળ બદલવામાં આવ્યું છે. કમિટી દ્વારા કરવામાં આવેલ નિર્ણય મુજબ આરતી સમયે કોઈપણ વારાદારી સિંહાસન કે તેના પાટિયા પર ઉભા રહી શકશે નહી. આજથી તમામ આરતી માટે આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં હવેથી સિંહાસન તેમજ પાટિયા પર ઉભા રહી શકાશે નહી અને નીચેથી સન્મુખ ઉભા રહીને વારાદારીઓએ આરતી ઉતારવાની રહેશે. આ પણ વાંચો :- દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. કારણ કે 22/11/24 ના રોજ આરતી સમયે તપોધન વારાદારીનો ખેસ સળગવાની ઘટના બની હતી. જેમાં તે સમયે વારાદારી નીચે…