Rajkot : રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલનો વિવાદ, 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા

રાજકોટ શહેરની નામાંકિત હોસ્પિટલ વોકહાર્ટ ફરીથી વિવાદમાં આવી છે.હોસ્પિટલે માત્ર 7 ટાંકાનું બિલ દોઢ લાખ રૂપિયા આપવામાં આવ્યું હતું. જેના કારણે હોસ્પિટલમાં વિવાદ સર્જાયો છે. બાળકનાં પરિવારજનો વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે. મળતી માહિતી મુજબ, હેનીલ પટેલ નામના બાળકને અકસ્માતના કારણે હાથમાં ઇજા પહોંચી હતી. આ 9 વર્ષના બાળકને હાથમાં ટાંકા લઇ 24 કલાક એડમિટ રાખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી

બાળકને મેડિકલ સારવાર આપીને 24 કલાક બાદ બાળકને રજા અપાઈ હતી. અને વોકહાર્ટ હોસ્પિટલે 7 ટાંકાનું બિલ રૂપિયા 1 લાખ 60 હજાર રૂપિયા આપ્યું હતું. ત્યાર બાદ બાળકનાં પરિવારજનોએ વોકહાર્ટ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતાં. પરિવારજનોનાં જણાવ્યા અનુસાર, બાળકના હાથ પર એક પણ ઓપરેશન કર્યું નથી માત્ર ટાંકા જ લીધેલા છે. હોસ્પિટલમાં પહેલા રૂપિયા 10 હજાર રોકડા પણ ભરાવ્યાં હતા. તો બીજી તરફ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :- Kutch : સરકારી જમીન કૌભાંડ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા પર કાર્યવાહી, કોર્ટે 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

હોસ્પિટલના સેન્ટ્રલ હેડ ડોક્ટર દુષ્યંત પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, “દર્દીને વોકહાર્ટ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવા લાવવામાં આવ્યો હતો. હાથમાં મોટો ચેંકો હતો અને ડસ્ટ પણ હોવાને કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી. સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી.”રજા આપ્યા બાદ ડોકટરોને પણ બતાવવા માટે આવ્યા હતા. ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સહમતી આપી હતી.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *