હાડ થીજવતી ઠંડી માટે IMDની ભયાનક ચેતવણી: 27 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ, પારો 5 ડિગ્રી સુધી ગગડશે
સમગ્ર ઉત્તર ભારત હાલ કડકડતી ઠંડી અને ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયું છે. આ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જારી કરી છે. IMD મુજબ 27 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. સવારના સમયે દૃશ્યતા શૂન્યની નજીક પહોંચી શકે છે, જેના કારણે રસ્તા, રેલ અને હવાઈ પરિવહન પર ભારે અસર થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો તીવ્ર ઘટાડો નોંધાઈ શકે છે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 22 ડિસેમ્બરે ‘કોલ્ડ ડે’ની ચેતવણી જાહેર કરવામાં આવી છે, જ્યારે બિહારમાં 22થી 26 ડિસેમ્બર દરમિયાન કડક ઠંડી પડી શકે છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ રાત્રિના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનું…







