બ્રિટનમાં સાલ્મોનેલા સંક્રમણનો કહેર, 207 લોકો બીમાર, એક વ્યક્તિના મોતથી ખળભળાટ
બ્રિટનમાં સાલ્મોનેલા સંક્રમણના વધતા કેસોને લઈને આરોગ્ય તંત્રમાં ચિંતા વધી છે. બ્રિટિશ હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)ના તાજેતરના અહેવાલ મુજબ, Salmonella Enteritidis બેક્ટેરિયાના એક જ સ્ટ્રેન સાથે જોડાયેલા 207 કેસ સામે આવ્યા છે. આ પ્રકોપની તપાસ ચાલી રહી છે અને ખાદ્ય સુરક્ષા તથા આરોગ્ય વિભાગો સંક્રમણના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે એક વ્યક્તિના મોતની પણ માહિતી સામે આવી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ અને તે સાલ્મોનેલા સંક્રમણ સાથે કેટલા પ્રમાણમાં સીધું જોડાયેલું છે તે અંગે અંતિમ વિગતો સત્તાવાર તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. ઈંડાને લઈને વધી શંકા પ્રાથમિક તપાસમાં ઈંડા અને ઈંડાથી બનેલા ખાદ્ય પદાર્થોને સંભવિત સ્ત્રોત તરીકે તપાસવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બહારથી આયાત કરવામાં આવેલા ઈંડા…
લાલ કિલ્લા બ્લાસ્ટ : જાપાન, ઈરાન, બ્રિટન સહિત વિશ્વભરમાંથી શોક વ્યક્ત
લાલ કિલ્લા પાસે થયેલા ભયાનક કાર વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે અને અનેક લોકો હજુ પણ હોસ્પિટલમાં જિંદગી માટે લડી રહ્યા છે. દુઃખદ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું માહોલ સર્જી દીધું છે. બીજી તરફ, આ દુઃખની ક્ષણમાં વિશ્વભરના દેશોએ પણ શોક વ્યક્ત કર્યો છે. જાપાન, ઈરાન, આર્જેન્ટિના, બ્રિટન, માલદીવ અને બાંગ્લાદેશ સહિતના દેશોના રાજદૂતોએ ભારતીય લોકોને અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપી છે અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. જાપાનના રાજદૂત ઓનો કેઇચીએ જણાવ્યું કે, “દિલ્હી વિસ્ફોટમાં થયેલા જાનહાનિથી હું ખૂબ દુઃખી છું. પ્રિયજનો ગુમાવનારા પરિવારો માટે મારી ઊંડી સંવેદના છે અને ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છું.” ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર દુઃખ…
ટ્રમ્પના પગલે ચાલતા બ્રિટને પણ ગેરકાયદેસર રહેતા ઇમિગ્રન્ટસને દેશનિકાલ આપવાનું શરૂ કર્યું
અમેરિકાએ તાજેતરમાં બ્રાઝિલ, ભારત અને મેક્સિકો સહિત ઘણા દેશોમાંથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢ્યા છે. હવે બ્રિટનમાં બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારો સામે ડોનાલ્ડ ટ્રમ્પ જેવી જ કાર્યવાહી શરૂ થઈ છે. બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવી ત્યારથી, લગભગ 19,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને ગુનેગારોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. બ્રિટિશ સરકાર દ્વારા આ લોકોને દેશનિકાલ કરવાનો એક વીડિયો પણ બહાર પાડવામાં આવ્યો છે. આ ઝુંબેશ દેશભરમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે શરૂ કરવામાં આવી છે. આ માટે, દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મળી આવ્યા હતા. આ લોકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે. આ ઝુંબેશ હેઠળ, ભારતીય રેસ્ટોરાં, નેઇલ બાર, સ્ટોર્સ અને કાર વોશમાં દરોડા પાડવામાં આવ્યા છે. આમાં, મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોજગાર આપવાની ફરિયાદો મળી હતી. બ્રિટિશ…









